બોન્જો ઈન્ડિયા નામે ભારતમાં ફ્રાન્સનો સાંસ્કૃતિક મહોત્સવ ત્રણ મુખ્ય ઈવેન્ટ કન્વર્જન્સઃ ફોટોગ્રાફીઝ ફ્રેન્ચ કનેકશન્સ ઈન ઈન્ડિયા (24મી માર્ચ), અ ટ્રિપ ટુ ફ્રાન્સ (25મી માર્ચ અને ડાન્સ પરફોર્મન્સ એસ. થાલા (25મી માર્ચ)ના ઉદઘાટન સાથે અમદાવાદમાં ચાલશે. મનોહર ડાન્સ પરફોર્મન્સ એસ. થાલા માર્ગરાઈટ ડુરાસની હોન્ટિંગ નોવેલ એલ એમોર પર આધારિત છે. આ બે પ્રદર્શન જોવાનું આહલાદક બની રહેશે અને સર્વ ઉંમર અને પાર્શ્વભૂના દર્શકોને ખુશી આપશે. ભારત અને ફ્રાન્સ વચ્ચે સંબંધો મજબૂત બનાવવામાં ભૂમિકા ભજવનારની વાર્તાઓ અને અનુભવોનું આદાનપ્રદાન કરીને આ બે દેશ વચ્ચે સદીઓ જૂના સંબંધો આસપાસ જીવંત ચર્ચા છેડવાનો તેમનો હેતુ છે. આ પુરુષ અને સ્ત્રી ઉત્તમ આર્ટિસ્ટ, પ્રવાસી, પત્રકાર, તસવીરકાર અને લેખક હતાં. તેમની શીખ, અમુક નહીં પહોંચી શકાયેલી ધરતી થકી તેમનો ચમત્કારી પ્રવાસ અને તેમનું સમૃદ્ધ જીવન બે પ્રદર્શન ખાતે વિશાળ કન્વાસને ભરતી વાર્તાઓ તરીકે કામ કરશે.
કન્વર્જન્સઃ ફોટોગ્રાફીઝ ફ્રેન્ચ કનેકશન્સ ઈન ઈન્ડિયા પ્રદર્શન ગુરુવારે સાંજે 6.30 વાગ્યે અમદાવાદની ગુફાઈનમાં ક્યુરેટર રહાબ અલાની હાજરીમાં ઉદઘાટન કરાશે અને ત્યાર પછી 2જી એપ્રિલ સુધી પ્રદર્શન જોઈ શકાશે. કન્વર્જન્સમાં આવનારા મુલાકાતીઓને ભારતીય અને ફ્રેન્ચ ફોટોગ્રાફર દ્વારા અઢી દાયકામાં લેવાયેલી તસવીરો જોવા મળશે, જેમણે ઓગણીસમી સદીના મધ્યભાગથી 1970 સુધીના સમયગાળામાં ભારતનો પ્રવાસ કર્યો હતો અથવા અહીં મુકામ કર્યો હતો. તેમાંથી નોંધપાત્ર લુઈસ રોઝલેટ ઓગણીસમી સદીના મધ્યભાગમાં ભારતમાં આવ્યા હતા, જ્યારે ફ્રેન્ચ પત્રકાર માર્ક રિબાઉડે 1950માં એશિયાનો પ્રવાસ કર્યો હતો. અન્ય યુરોપિયન નિષ્ણાતોની કૃતિઓમાં ડેનિસ બ્રિહત, પોલ અલ્માહસી અને માઈકલ સેમેનિયાકોએ 1950થી 1970 સુધી ભારતમાં કરાયેલી સફર દરમિયાન કચકડે મઢેલી તસવીરો પણ પ્રદર્શનમાં જોવા મળશે.
ઘણા બધા ફોટોમાં સાધારણ જીવન જીવતા ભારતીયોના સુંદર ચહેરા છે. આધુનિક પ્રભાવોથી પ્રભાવિત થયા વિના હાવભાવ આજે દરેક ભારતીયોને સુસંગત લાગે છે. આવી જ એક તસવીર એક નમ્ર મહિલા ઝીંગા વેચી રહી છે તે છે. અન્ય એક ધાન્ય વિક્રેતા છે, જે પુરુષ ગરીબ હોવા છતાં તેના ચહેરા પર સન્માનની ચમક જોવા મળે છે.
માર્ક રિબાઉડની સીન એટ ધ ઘાટ નામે તસવીર કલકત્તામાં ગંગાના પટ પર લેવાઈ છે, જે પાર્શ્વભૂમાંથી મોટાં જહાજો પસાર થઈ રહ્યાં છે ત્યારે લોકો શાંતિથી ઊભા છે અથવા પાણીની તરી રહ્યા છે એવું બતાવે છે. વધુ એક મુંબઈની બહારની તસવીરમાં બે નાગરિકો ઘેરી ચર્ચામાં ડૂબેલા જોવા મળે છે. તેમની છબિઓ કાવ્યાત્મક સ્પર્શ અને વાસ્તવલક્ષી, ગીતવાદ અને મુશ્કેલ તૈયારીને જોડે છે.
અમુક અન્ય છબિઓ ફ્રેન્ચ સર્જનમાંથી ફોટોગ્રાફર બનેલી જીન- બાપ્ટિસ્ટ ઓસ્કર મેલાઈટ (1829- 1905)ની કૃતિઓ દર્શાવે છે. તેઓ જુલાઈ 1957માં બોર્ડેક્સથી કલકત્તામાં આવ્યા હતા. તેઓ પ્રાદેશિક સર્વેના હેતુથી આંદામાન ટાપુની બ્રિટિશ સરમાં જોડાયા હતા. તેમણે સૌપ્રથમ ટાપુઓની તસવીરો લીધી હતી અને 1858માં તેમણે કલકત્તા સ્કૂલ ઓફ ઈન્ડસ્ટ્રિયલ આર્ટસ ખાતે પ્રેક્ટિકલ ફોટોગ્રાફર તરીકે શીખવવાનું શરૂ કર્યું હતું, જ્યાં હાલમાં જ અભ્યાસક્રમમાં ફોટોગ્રાફી પણ રજૂ કરવામાં આવી છે. મેલાઈટે મહારાજા સવાઈ રામ સિંહ-2 (1834- 1880) સહિતના અન્ય ભારતીય તસવીરકારોની જેમ તેમની અલ્બુમેન પ્રિંટ્સ માટે ભારે નામના અને આદર કમાયાં હતાં, જેનું કલકત્તા, બોમ્બે અને મદ્રાસમાં ફોટોગ્રાફિક સોસાયટીઝમાં વ્યાપક પ્રદર્શન કરાયું હતું. 1862માં તેમની કૃતિઓને બેંગાલ ફોટોગ્રાફિક સોસાયટી દ્વારા ઈનામ અપાયું હતું. તેઓ બાકી જીવન ભારતમાં જ રહ્ય હતા અને આગમનનાં લગભગ 50 વર્ષ પછી તેમની કલકત્તમાં જ દફનવિધિ થઈ હતી. તેમની તસવીરોમાં ધાતુ સાથે કામ કરતા યુવાનોનું ગ્રુપ પોર્ટ્રેઈટ અને લાકડાનું કેરેજ વ્હીલ બનાવતા પુરુષને દર્શાવતા અન્ય બહારી સીનનો સમાવેશ થાય છે.
અન્ય તસવીરો નીડર ફ્રેન્ચ પ્રવાસી / લેખક / આર્ટિસ્ટ લુઈસ- થિયેફિલ મેરી રુઝલેટ (1845- 1929) દ્વારા લેવામાં આવી હતી. રુઝલેટે 1864-68 સુધી ઉપખંડમાં પ્રવાસ કરીને પોતાના અનુભવોની ડાયરીમાં નોંધ કરી હતી અને વિગતવાર મેપ અને સ્કેચ બનાવ્યા હતા. 1968માં તેમણે 160 ફોટોગ્રાફિક પ્લેટ્સના કમ્પોઝ્ડ વિઝયુઅલ પ્રોડેક્ટ પર પ્રકાશક ગુપિલ એન્ડ કાઈ સાથે કામ શરૂ કર્યું હતું, જેમાંથી અમુક આ પ્રદર્શનમાં પુનઃનિર્મિત કરાઈ છે.
ભાષા શીખવતી બધી સ્કૂલો અને યુનિવર્સિટીઓમાંથી ફ્રેન્ચ ભાષી શિક્ષકો માટે પેડાગોગિકલ કિટ ફોટોગ્રાફીના માધ્યમના પ્રદર્શન અને ખોજ થકી તેમના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા શિક્ષકોને મદદરૂપ થવા માટે ઉપલબ્ધ છે.
ધ ટ્રિપ ટુ ફ્રાન્સ પ્રદર્શન શુક્રવારે સાંજે 6.00 વાગ્યાથી એલાયન્સ ફ્રાન્કેઈઝ્ડ અમદાવાદમાં શરૂ થશે, જેમાં 1970માં ફ્રાન્સની મુલાકાત દરમિયાન પરમાનંદ દલવાડી દ્વારા કચકડે મઢવામાં આવેલી તસવીરો પ્રદર્શિત કરાશે. પરમાનંદ દલવાડીએ ડિસ્કો અને બૂગીના જમાનામાં ફ્રાન્સની મુલાકાત લીધી હતી. તે સમયે પુરુષો લાંબા વાળ અને મૂછ રાખતા હતા અને સ્ત્રીઓનું આધુનિક જીવન સારું હતું. ફ્રેન્ચ વિરોધીઓ પણ સ્ટાઈલિશ બેલ-બોટમ્સ, ફ્રેઈડ જીન્સ, મિડી સ્કર્ટસ અને અન્ય ફેશનેબલ વસ્ત્રો પહેરીને જાહેરમાં ભાવનાઓ પ્રદર્શિત કરનાર સામે અસંતોષ વ્યક્ત કરતા હતા. પ્રો. દલવાડીએ તે દેશમાં પોતાના નિકોન એફ. સાથે સ્વર્ણિમ વાતાવરણને મઢી લીધું હતું. તેમની તસવીરોમાં વિશ્વવિખ્યાત ફોટોજર્નલિસ્ટ હેન્રી કાર્ટિયર બ્રેસનનો પ્રભાવ જોવા મળે છે, જેમની સાથે પરમાનંદ દલવાડીએ 1965માં ઉત્તરીય ભારતના પ્રવાસમાં પ્રવાસ કર્યો હતો.
એસ. થાલા ડાન્સ પરફોર્મન્સ માર્ગરાઈટ ડુરાસની નવલકથા આઈ એમોરથી પ્રેરિત છે. આ નવલકથા એક પુરુષ તેનું વર્તમાન ત્યજવા માટે એસ થાલાના સમુદ્ર બાજુના શહેરમાં આવે છે તેની વાર્તા કહે છે. તે યુવાન હતો ત્યારે વીસ વર્ષ પૂર્વે તેની સગાઈ થઈ હતી તે મહિલાને મળ્યા પછી તેનો ભૂતકાળ તેને ફરીથી યાદ આવે છે. મહિલા તે પુરુષ સાથે ચાલતી જાય છે જ્યારે અન્ય પુરુષ જોતા રહે છે. ડાન્સ પરફોર્મન્સ કાવ્યાત્મક નૃત્ય થકી ત્રણ વચ્ચે આંતરરમત મઢી લે છે. એસ. થાલા એનેટ લીડે દ્વારા પરફોર્મ કરાયું છે, જેણે કથ્થકલી અને પશ્ચિમી નૃત્યમાં અભ્યાસ કર્યો છે. એનેટ ભારતને બહુ નજીકથી જાણે છે, જેણે પ્રેમમાં ખુશી, આનંદ અને ઉદાસીની ચમક બતાવતા હલનચલનનો ઉપયોગ કરીને ડુરાસ અને લિયોના રોમાન્સની કોમળતા મઢી લીધી છે. દર્શક સભ્યોએ આઈ એમોર ક્યારેય વાંચી નહીં હોય તેઓ પરફોર્મન્સ જોઈને આવ્યા પછી બહુ નજીકથી ડુરાસને જાણતા હોય એવી લાગણી થશે. આ પરફોર્મન્સ નટરાણી એમ્ફિથિયેટરમાં શુક્રવારે રાત્રે 8.30 વાગ્યાથી શરૂ થશે.
બે પ્રદર્શન અને ડાન્સ પરફોર્મન્સ વિશે બોલતાં બોમ્બેના ફ્રાન્સના કોન્સલ જનરલ જીન- માર્ક સેરિ ચાર્લેટ કહે છે, “અમદાવાદમાં બે પ્રદર્શન ખરેખર જોવા જેવા છે. દરેક બે અથવા વધુ સંસ્કૃતિઓના વિઝયુઅલ્સ અને પરિપ્રેક્ષ્યોનો નજારો આપે છે. સિંગલ ફેસ્ટિવલના ઉપક્રમે આ ઈવેન્ટ્સની સિન્થેસિસનો અર્થ દર્શકોને અમુક અજોડ અને અગાઉ ક્યારેય નહીં જોયું હોયતેવો અનુભવ મળશે. અમે માનીએ છીએ કે આ બંને પ્રદર્શન મુલાકાતીઓને અન્ય દુનિયામાં આંખો ખોલવા માટે મદદરૂપ થઈ શકે છે, જેમાંથી એક ધારદાર અને મોટે ભાગે હાસ્યસભર લય સાથે સપના જેવી કલ્પનાને જોડે છે. દરેક પ્રદર્શન મિત્રો અથવા પરિવારના સભ્યોનાં જૂથોનાં હિતો અથવા વ્યવસાય ગમે તે હોયતો પણ ઉત્પ્રેરક અને મોજીલી ચર્ચાના લોન્ચિંગ પેડ તરીકે કામ કરી શકે છે. આ જ તે એસ. થાલા ઈન્દ્રિયોને ખુશી આપે છે. ડાન્સ સમકાલીનતાને સહેજ ધાસ્તી સાથે જોડીને લાગણીઓ જગાવે છે. તે માર્ગરાઈટ ડુરાસના પુસ્તકની ખૂબીને ઉત્તમ રીતે મઢી લે છે, જેનો અર્થ એસ. થાલા જોયા પછી સપ્તાહો સુધી દર્શકોને તે મંત્રમુગ્ધ કરનારા પરફોર્મન્સના વિઝયુઅલ્સ દ્રષ્ટિ સામે દેખાતા રહે છે.”
“અમદાવાદનો કળા સાથે સંબંધ ભારતીય આઝાદી પૂર્વેનો છે. આઝાદી પછી શહેરની ક્ષિતિજ રવિશંકર રાવલ, કનુભાઈ દેસાઈ, સોમાલાલ શાહ, દશરથ પટેલ, પિરાજી સાગરા, રસિકલાલ પરીખ અને એમ એફ હુસૈન જેવા આર્ટિસ્ટ દ્વારા પ્રભાવિત છે. અમદાવાદ પ્રચુર છે. ઉપરાંત આ શહેર શાહી મહેમાનગતી હેઠળ જીવેલા કળા કારીગરો અને કલાકારો સાથે સદીઓ જૂનો સંબંધ ધરાવે છે. કન્વર્જન્સ અને અ ટ્રિપ ટુ ફ્રાન્સ ખરા અર્થમાં કળાત્મક જોશ છે, જે અમદાવાદમાં આકારબદ્ધ છે. આ એક્ઝિહિટ્સ અસાધારણ તસવીરો બતાવશે, જેમાં અમદાવાદની કળાત્મક ખૂબીઓ તરીકે સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વાર્તાઓ છે. આ પ્રદર્શનના મુલાકાતીઓને અગાઉ ક્યારેય નહીં જોઈએ તેવી ઈમેજીસ જોવા મળશે. આમ છતાં તેમની આંખો તુરંત ઓળખી જશે કે અમદાવાદ અને ભારતનો સમૃદ્ધ કળાત્મક વારસો પરિપૂર્ણ મેળાવડો છે. ઉપરાંત એસ. થાલાનો નાજુક, હેતુપૂર્ણ ડાન્સ દર્શકોને જીવન અને પ્રેમ પર અજોડ સંદેશ આપશે, એમ એલાયન્સ ફ્રેન્કેઈઝ્ડ અમદાવાદના ડાયરેક્ટર ગેઈલ દ કર્ગુનેક કહે છે.
બોન્જો ઈન્ડિયાનું ઇવેન્ટ્સ બધા માટે ખુલ્લું છે. તે ખુશી અને મનોરંજન આપવા વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે અને મોટા ભાગના કિસ્સામાં જનતા માટે મફતમાં પહોંચક્ષમ છે. આ ઇવેન્ટ્સ ભારત અને ફ્રાન્સ વચ્ચે સદીઓ લાંબી આંતરકૃતિ અને મૈત્રીની ઉજવણી કરે છે. તે નિયોફાઈટ્સ અને શોખીનો માટે તૈયાર કરાયું છે, જ્યાં પરિવારો, શાળાના બાળકો, યુવા પુખ્તો અને અન્ય આવીને ગપ્પા મારી શકે, ચર્ચા કરી શકે, ખોજ કરી શકે, યાદી વાગોળી શકે અને અનુભવોનું આદાનપ્રદાન કરી શકે, જે તેમને માટે જીવનભર યાદગાર રહી શકે છે. ઘણાં બધાં ઇવેન્ટ્સના સેટિંગ્સ જાહેર સ્થળે છે, જેથી તે વધુમાં વધુ લોકો સુધી આસાનીથી પહોંચમાં આવી શકે.