આર્થિક કટોકટી એ કોવિડ-19 રોગચાળાના સૌથી ખરાબ વિનાશકારી પરિણામો પૈકીનું એક છે. સમાજના સૌથી નીચલા તબક્કાના પરિવારો તેનાથી સૌથી વધુ પ્રભાવિત થયાં છે, જેમની પાસે નાણાકીય સંસાધનો નહીં હોવાથી બાળકોના શિક્ષણ સહિત તેમનું અસ્તિત્ત્વ ટકાવાના સાંસા પડી ગયાં છે. આ પ્રકારના પડકારજનક સમયમાં સમગ્ર ગુજરાતના આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને શ્રી નિલેશભાઈ પટેલ ગર્લ ચાઇલ્ડ સ્કૉલરશિપનો લાભ મળશે, જેમના એક વર્ષના શિક્ષણનો સમગ્ર ખર્ચ આ સ્કૉલરશિપ મારફતે પૂરો પાડવામાં આવશે.આ સ્કૉલરશિપ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓમાંથી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે.
આ સ્કૉલરશિપ એન. કે. પ્રોટીન્સ લિમિટેડ અને કર્મા ફાઉન્ડેશનની સંયુક્ત પહેલ છે – જેને સુપ્રસિદ્ધ બિઝનેસમેન અને એન. કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર સ્વ. શ્રી નિલેશભાઈ પટેલની સ્મૃતિમાં શરૂ કરવામાં આવી હતી. આ સ્કૉલરશિપને માર્ચ 2021માં શરૂ કરવામાં આવી હતી, જેથી કરીને વાર્ષિક રૂ. 1 લાખથી પણ ઓછી આવક ધરાવતા વંચિત પરિવારની દીકરીઓને શૈક્ષણિક સંસાધનો પૂરાં પાડીને મદદરૂપ થઈ શકાય.
www.nileshkpatel.com/scholarship.html
વેબસાઈટ ઉપર ફોર્મ તારીખ ૧ માર્ચ ૨૦૨૨ થી ૩૦ એપ્રિલ ૨૦૨૨ સુધી ભરી શકાશે. પ્રાપ્ત થયેલ અરજીઓમાંથી માત્ર પસંદગી પામેલ દીકરીઓને સ્કોલરશીપ આપવામાં આવશે.
આ સ્કોલરશીપ ને લગતા સવાલનો જવાબ આપ નીચે જણાવેલ ઇમેઇલ આઇડી [email protected] ઉપર મેઈલ કરી મેળવી શકો છો.