નવીદિલ્હી : જાપાનની ઓટોમોબાઈલ કંપની સુઝુકી મોટર કોર્પોરેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “૧૯ માર્ચ, ૨૦૨૨ના રોજ નવી દિલ્હીમાં આયોજિત ઈન્ડિયા-જાપાન ઈકોનોમિક ફોરમમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા. ફોરમને સંબોધતા, સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રતિનિધિ નિયામક અને પ્રમુખ તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે, “સુઝુકીનું ભાવિ મિશન નાની કાર સાથે કાર્બન તટસ્થતા હાંસલ કરવાનું છે. અમે આર્ત્મનિભર ભારત માટે અહીં રોકાણ કરવાનું ચાલુ રાખીશું. એમઓયુ હેઠળ, કંપનીની સંપૂર્ણ માલિકીની કંપની સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ ૨૦૨૬ સુધીમાં SMCની હાલની ફેક્ટરી પાસે BEV બેટરીના ઉત્પાદન પ્લાન્ટ પર રૂ. ૭,૩૦૦ કરોડનું રોકાણ કરશે. આ ઉપરાંત, SMC ૨૦૨૫ સુધીમાં BEV મેન્યુફેક્ચરિંગની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ૩,૧૦૦ કરોડનું રોકાણ પણ કરશે. અન્ય જૂથ કંપની, મારુતિ સુઝુકી ટોયોત્સુ ઈન્ડિયા પ્રાઈવેટ લિ. (MSTI) ૨૦૨૫ સુધીમાં વાહન રિસાયક્લિંગ પ્લાન્ટના નિર્માણ પર રૂ. ૪૫ કરોડનું વધુ રોકાણ કરશે. ગયા વર્ષે નવેમ્બરમાં, MSTI, મારુતિ સુઝુકી અને ટોયોટા સુશો ગ્રૂપ વચ્ચેના સંયુક્ત સાહસે ઉત્તર પ્રદેશના નોઈડામાં વાહનોને તોડી પાડવા અને રિસાયક્લિંગની કામગીરી શરૂ કરી હતી. આ સુવિધા ૧૦,૯૯૩ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી છે. અહીં વાર્ષિક ધોરણે ૨૪,૦૦૦ વાહનો સ્ક્રેપ અને રિસાયકલ કરી શકાય છે. મારુતિ સુઝુકી, SMCની ભારતીય શાખા, ૨૦૨૫ સુધીમાં ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. કંપનીનું કહેવું છે કે વર્તમાન ભાવે મોટા પાયા પર ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ શક્ય નથી. મારુતિ સુઝુકીએ ૨૦૧૯માં તેની વેગન આર કાર પર ઇલેક્ટ્રિક વાહનનું પરીક્ષણ કર્યું હતું. કંપનીએ તેને ૨૦૨૦માં લોન્ચ કરવાનો ઈરાદો રાખ્યો હતો, પરંતુ બાદમાં તેને મોકૂફ રાખવામાં આવ્યો હતો. જાપાનના વડા પ્રધાન કિશિદાએ શનિવારે જાહેરાત કરી હતી કે જાપાન આગામી પાંચ વર્ષમાં ભારતમાં ૫,૦૦૦ અબજ યેન (રૂ. ૩,૨૦,૦૦૦ કરોડ)નું રોકાણ કરશે. બંને દેશોએ ઇલેક્ટ્રિક વાહનો, સ્ટોરેજ સિસ્ટમ્સ જેવા ક્ષેત્રોમાં ક્લીન એનર્જી પાર્ટનરશિપ (CEP) સહયોગની પણ જાહેરાત કરી છે.જાપાનની ઓટોમોબાઈલ કંપની સુઝુકી મોટર કોર્પોરેશન ૨૦૨૬ સુધીમાં ગુજરાતમાં બેટરી ઇલેક્ટ્રિક વાહનો અને BEV બેટરીના ઉત્પાદન માટે ૧૫૦ બિલિયન યેન (આશરે રૂ. ૧૦,૪૪૫ કરોડ)નું રોકાણ કરશે. કંપનીએ આ અંગે ગુજરાત સરકાર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.
CREDAIનો પોતાનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવશે
નવી દિલ્હી: ભારતનું અગ્રણી રિયલ એસ્ટેટ એસોસિએશન, ધ કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (CREDAI) 25મી નવેમ્બરે નવી...
Read more