વોશિંગ્ટન : ભલે અમેરિકા, બ્રિટન, રશિયા, ભારત જેવા દેશો વિશ્વમાં મહાસત્તા બનીને ઉભરી રહ્યા હોય, પરંતુ જ્યારે ખુશીની વાત આવે છે ત્યારે આ દેશોના નામ યાદીમાં ખૂબ જ નીચે આવે છે. યુએનના રિપોર્ટ અનુસાર ફિનલેન્ડ અને ડેનમાર્ક વિશ્વના સૌથી ખુશ દેશોમાં સામેલ છે. જ્યારે તાલિબાન શાસન સામે લડી રહેલા અફઘાનિસ્તાન સૌથી દુઃખી દેશ છે. આ યાદીમાં ટોચ પર ફિનલેન્ડનું નામ આવે છે. જેને સતત પાંચમા વર્ષે વિશ્વનો સૌથી ખુશ દેશ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના વાર્ષિક સુખ સૂચકાંક અનુસાર, ફિનલેન્ડ, ડેનમાર્ક, આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને નેધરલેન્ડ વિશ્વના ટોચના ૫ સૌથી ખુશ દેશોમાં સામેલ છે. વિશ્વના સૌથી ખુશ દેશોમાં અમેરિકા ૧૬માં ક્રમે છે. જ્યારે બ્રિટન તેના પછી ૧૭માં ક્રમે છે. વર્લ્ડ હેપીનેસ ટેબલમાં સર્બિયા, રોમાનિયા, બલ્ગેરિયાના રેન્કિંગમાં ઘણો સુધારો થયો છે અને જીવન જીવવામાં સૌથી વધુ વધારો થયો છે. જ્યારે લેબનોન, વેનેઝુએલા અને અફઘાનિસ્તાનમાં તેમની રેન્કમાં સૌથી વધુ ઘટાડો થયો છે. વર્લ્ડ હેપીનેસ ટેબલમાં ભારત તેની રેન્કિંગ સુધરીને ૧૩૬માં સ્થાને પહોંચી ગયું છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ભારત હજુ પણ પાકિસ્તાનથી પાછળ છે. ગયા વર્ષે આ યાદીમાં ભારતનો નંબર ૧૩૯મો હતો જ્યારે આ વખતે ત્રણ સ્થાનનો સુધારો થયો છે અને ભારત હવે ૧૩૬માં સ્થાને પહોંચી ગયું છે. તે જ સમયે ૧૨૧માં રેન્ક સાથે પાડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ ભારત કરતાં સારી હોવાનું કહેવાય છે. યુએન દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આ રિપોર્ટ તૈયાર કરવા માટે લોકોની ખુશીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ માટે આર્થિક અને સામાજિક આંકડાઓ પણ જાેવામાં આવે છે. ત્રણ વર્ષના સરેરાશ ડેટાના આધારે હેપીનેસને શૂન્યથી ૧૦ના સ્કેલ પર માપવામાં આવે છે. યુક્રેન પર રશિયન હુમલા પહેલા સંયુક્ત રાષ્ટ્રનો આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. તેથી યુદ્ધ લડી રહેલા રશિયાનો રેન્ક ૮૦માં અને યુક્રેનનો ક્રમ ૯૮મો છે. આ રિપોર્ટના સહ-લેખક જેફરી સૅક્સના જણાવ્યા અનુસાર વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ બનાવ્યાના વર્ષો પછી જાણવા મળ્યું છે કે, સમૃદ્ધિ માટે સામાજિક સમર્થન, ઉદારતા, સરકારની પ્રમાણિકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશ્વ નેતાઓએ આ બાબતોને ધ્યાનમાં રાખવી જાેઈએ. રિપોર્ટ બનાવનારાઓએ કોરોના પહેલા અને પછીના સમયનો ઉપયોગ કર્યો છે. જે દરમિયાન સરકાર પ્રત્યે લોકોની લાગણીઓ મહત્વની છે. લોકોની ભાવનાઓની તુલના કરવા માટે સોશિયલ મીડિયા ડેટા પણ લેવામાં આવ્યો હતો. ૧૮ દેશોમાં ચિંતા અને ઉદાસી વધી, જ્યારે રોષની લાગણી ઘટી છે. તાલિબાન શાસિત અફઘાનિસ્તાન વર્લ્ડ હેપ્પીનેસ ઈન્ડેક્સમાં સૌથી નીચે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન ફરી સત્તામાં છે અને આ યાદીમાં સૌથી પછાત છે. આર્થિક મંદીનો સામનો કરી રહેલું લેબનોન ૧૪૪માં નંબર પર છે, જ્યારે ઝિમ્બાબ્વે ૧૪૩માં નંબર પર છે. અફઘાનિસ્તાન અંગે યુનિસેફનું અનુમાન છે કે જાે તેને મદદ નહીં કરવામાં આવે તો ત્યાંની સ્થિતિ વધુ વણસી શકે છે. બીજી તરફ યુદ્ધના સંજાેગો પર નજર કરીએ તો બીજી તરફ રશિયા અને યુક્રેનની રેન્કિંગમાં પણ ઘટાડો થઈ શકે છે.