આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે પોતાના ક્ષેત્રમાં અગ્રેસર 10 મહિલાઓને“ઉર્જા એવોર્ડસ 2022”થી સમ્માનિત કરાઇ
અમદાવાદ : અમદાવાદ સ્થિત બાળ શિક્ષણ અને મહિલા ઉત્થાન માટે કાર્યરત શહેરની જાણીતી સામાજિક સંસ્થા ‘વિ હેલ્પ ફાઉન્ડેશન’ દ્વારા નારીશક્તિની ઓળખ અને નારીમહિમાનો પરિચય કરાવવાના હેતુ સાથે સતત ચોથા વર્ષે “ઉર્જા એવોર્ડ્સ”નું આયોજન કરવામાં આવ્યું. ઉર્જા એવોર્ડ્સનું આયોજન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતુ.સમારંભનામુખ્યઅતિથીતરીકેઇસાર સંસ્થાના જયશ્રીબેન જોશી ઉપસ્થિતરહ્યાંહતા, જ્યારે અતિથી વિશેષ તરીકે રેહાબિલિટેશન કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના ઝોનલ કો-ઓર્ડિનેટર ડૉ. શ્રદ્ધા રાય; રંગમંચ, ફિલ્મ અને ટીવીના જાણીતા કલાકાર અન્નપૂર્ણા શુક્લ, જયશ્રી પરીખ અને પિન્કી પરીખ ઉપસ્થિત રહ્યાં હતા.
ભારતીય સમાજ પ્રાચીનકાળથી જ સ્ત્રી-પુરૂષ સમાનતાના સાક્ષી હોવાની સાથોસાથે નારીમહિમાના અનેક ઉદાહરણો સાથેનો ઈતિહાસ ધરાવે છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ,ની ઉજળી પરંપરા આપણા ગ્રંથોમાં જોવા મળે છે, જે સાબિત કરે છે કે આપણી સંસ્કૃતિ નારીશક્તિની ઉજવણી કરતી આવી છે. આ કડીમાં વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા સતત ચોથા વર્ષે “ઉર્જા એવોર્ડ્સ-2022”નું આયોજન કરવામાં આવ્યું હતુ. ઉર્જા એવોર્ડ્સ 2022નું આયોજન ટેકફોર્સ અને રૂદ્રમ માર્કેટિંગની સહયોગિતામાં કરવામાં આવ્યું હતુ.
ઉર્જા અવોર્ડ્સ 2022માં શૈક્ષણિક ક્ષેત્રે યોગદાન બદલ સુધા જોશી, સ્વચ્છતા મિશન અંતર્ગત આપેલા યોગદાન બદલ રમિલાબેન ગામીત, મીડિયા ક્ષેત્રમાં સંધ્યા પંચાલ, દ્રઢ નિશ્ચયી અને નીડર કાજલ પ્રજાપતિ (અર્થ સ્ટાર), મહિલા વ્યૈતિક સ્વચ્છતા સામાજિક સંદેશ ફેલાવતીસંસ્થા કામખ્યા ઈન્ડિયા, રમત ક્ષેત્રમાં ગુજરાત અને ભારતને એથ્લેટમાં ગૌરવ અપાવનાર એથ્લિટ પ્રજ્ઞા મોહન, આરોગ્ય ક્ષેત્રે યોગદાન બદલ ડૉ. આશીષ કૌર, બિઝનેસ ઈવોનેશન માટે રિચા દલવાણી, આર્ટ ક્ષેત્રમાં મિરલ પટેલ, ડિજિટલ ક્ષેત્રમાં ઇન્ફ્લ્યુઅન્સર માહિ પટેલને ટ્રોફી અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉર્જા એવોર્ડ્સ 2022માં સમ્માનિત કરાયેલી મહિલાઓઃ
મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે10કેટેગરીમાં પોતાના ક્ષેત્રમાં અગ્રેસર એવી 10 મહિલાઓને વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘ઉર્જા એવોર્ડ્સ 2021’થી સમ્માનિત કરવામાં આવી. આ એવી મહિલાઓ છે જેઓ મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસ ધરાવે છે અને સાહસિક વિકલ્પોને પસંદ રીતે પોતાના સપનાઓ પુરા કર્યા છે. સંસ્થા મહિલા દિવસે ઉર્જા એવોર્ડ્સ 2022થી સમ્માનિત કરી તેઓની નિર્ભયતા, આત્મવિશ્વાસ, ભાવના અને જુસ્સાની ઉજવણીને બેવડી કરી રહ્યું છે. આ એ મહિલાઓ છે જે અન્યો માટે પ્રેરણાદાયક અને ઉદાહરણીય છે. આ એવી ગૌરવવંતી મહિલાઓ છે જેઓ પર આપણે સૌને ગર્વ છે.