સેન્ટ- ગોબેન “દુનિયાને બહેતર ઘર બનાવવા”ના તેના હેતુ પર કેન્દ્રિત હલકા અને સક્ષમ બાંધકામમાં વૈશ્વિક આગેવાન છે. ભારત 1.35 અબજ લોકોનું ઘર છે અને હાલમાં 32 ટકાની શહેરીકરણની સપાટી સાથે આપણને આગામી વર્ષોમાં હજારો ઘર નિર્માણ કરવાની જરૂરી છે. મહામારીએ ઘર આપણા અસ્તિત્વ માટે મધ્યવર્તી બનાવી દીધું છે, કારણ કે આપણે આપણાં ઘરમાંથી હવે કામ કરીએ છીએ અને શીખીએ છીએ. ઘર માટે નિવારણોની ઝડપથી વધતી માગણીને પહોંચી વળવા માટે સેન્ટ- ગોબેન દ્વારા અનેક પરિપૂર્ણ અને નાવીન્યપૂર્ણ નિવારણો વિકસાવવામાં આવ્યાં છે, જેમાં શાવર ક્યુબિકલ્સ, વિંડોઝ, કિચન શટર્સ, વોર્ડરોબ શટર્સ, એલઈડી મિરર્સ, ગ્લાસ રાઈટિંગ બોર્ડસ, જિપ્રોક સીલિંગ્સ, ડ્રાયવોલ્સ, ટાઈલિંગ અને ગ્રાઉટિંગ નિવારણો, જિપ્સમ પ્લાસ્ટર, સર્ટનટીડ રૂફિંગ શિંગલ્સ અને નોવેલિયો વોલ કવરિંગ્સ વગેરે સહિત ઘણા બધા નિવારણોનો સમાવેશ થાય છે. સેન્ટ- ગોબેને આ બધાં નિવારણ માયહોમ હેઠળ લાવી દીધી છે, જે ગ્રાહકોને ડિઝાઈનથી લઈને ઈન્સ્ટોલેશન સુધીનાં નિવારણોઓફર કરતું વન-સ્ટોપ ફિજિટલ બિઝનેસ મોડેલ છે.
2021માં અમદાવાદ શહેર ભારતનાં ટોચનાં 8 શહેરમાં દ્વિતીય સૌથી વિશાળ નિવાસી લોન્ચ ધરાવતું હતું અને છેલ્લાં થોડાં વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. મહામારી પછી નિવાસી બજારે 2021માં રેસિડેન્શિયલ હાઉસિંગમાં બે આંકડાના વૃદ્ધિ દર સાથે મોટા પાયા પર કમબેક કર્યું છે. અમદાવાદ હાઉસિંગ અને તેને લઈ કમ્ફર્ટ, હાઈજીન અને કલ્યાણની ખાતરી રાખતાં ઘર નિવારણો માટે માગણીમાં ઉછાળા સાથે ગુજરાતની સૌથી મોટી રિયલ એસ્ટેટ બજારમાંથી એક છે. આ બજારમાં ઘર નિવારણો માટે ઝડપથી વૃદ્ધિ પામતી જરૂરતોને પહોંચી વળવા માટે સેન્ટ- ગોબેન ઈન્ડિયાએ શહેરમાં પ્રથમ માયહોમ શોરૂમ લોન્ચ કર્યો છે.
સેન્ટ- ગોબેન ઈન્ડિયા પ્રા. લિ.ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (હોમ્સ અને હોસ્પિટાલિટી બિઝનેસ) શ્રી હેમંત ખુરાનાએ જણાવ્યું હતું કે “મને આજે અમદાવાદમાં એક્સક્લુઝિવ માયહોમ શોરૂમ લોન્ચ કરવાની ઘોષણા કરવાની ખુશી છે. અમદાવાદ પ્રદેશ વૃદ્ધિ પામતી બજાર છે અને અમે આ આશાસ્પદ રિયલ એસ્ટેટ બજારમાં અમારાં નિવારણો પૂરાં પાડવા માટે ભારે રોમાંચિત છીએ. આ સ્ટોર અમદાવાદ જેવી વૃદ્ધિ પામતી બજાર પ્રત્યે અમારી કટિબદ્ધતાને મજબૂત બનાવે છે અને ઘર માલિકોને એક છત હેઠળ અમારાં નિવારણો અનુભવવા માટે અજોડ તક આપે છે. ઘર માલિકોને પરિપૂર્ણ ગ્રાહકલક્ષી ઓફરો પૂરી પાડવાની અમારી ક્ષમતાઓમાંથી લાભ થશે. 2021માં આ બજારમાં નિવાસી લોન્ચમાં વધ્રા સાથે આ શોરૂમ શરૂ કરવાનો આનાથી ઉત્તમ અવસર કોઈ હોઈ નહીં શકે. અમે અમારા ગ્રાહકોને માયહોમ સ્ટોર અને લોકપ્રિય માયહોમ વેબસાઈટના સંયોજન થકી ફિજિટલ (ફિઝિકલ + ડિજિટલ) અનુભવ ઓફર કરવાનું લક્ષ્ય રાખ્યું છે.”
સેન્ટ- ગોબેન ઈન્ડિયાના બિઝનેસ હેડ શ્રી હરી કેએ જણાવ્યં હતું કે “અમને અમદાવાદ શહેરમાં અમારો એક્સક્લુઝિવ માયહોમ સ્ટોર શરૂ કરવામાં ખુશી થઈ રહી છે. દેશભરમાં 6 શોરૂમ સાથે આ ઉદઘાટન ભારત માટે અમારા વિસ્તરણમાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. અમદાવાદમાં ગ્રાહકો આ ફિઝિકલ માયહોમ સ્ટોર થકી અમારાં નિવારણો અનુભવી શકે છે. અમે અંતિમ ગ્રાહકોને કલ્યાણ પ્રદાન કરવા પર કેન્દ્રિત છીએ અને અમે આસાનીથી ઉપલબ્ધ થઈ શકે તેવાં ઈનોવેટિવ હોમ નિવારણો વિકસાવ્યાં છે. અમને અમારાં નિવારણો માટે ગ્રાહકો અને ઉદ્યોગ પાસેથી અદભુત પ્રતિસાદ મળ્યો છે. અમારાં નિવારણોની નવી વિંડોઝ રેન્જ મનોહર હોમ ઈન્ટીરિયર્સ માટે સંપૂર્ણ ગ્રાહકલક્ષી છે અને થર્મલ અને એકોસ્ટિક કમ્ફર્ટ આપે છે. પરિપૂર્ણતા પ્રક્રિયા માપનથી ઉત્પાદનથી ગોઠવણી સુધી સંપૂર્ણ ડિજિટલાઈઝ્ડ છે.’’
જે એચ એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાઈટર હરિદત્ત જેઠવાએ જણાવ્યું હતું કે “માયહોમ વ્યાપક દર્શકો સુધી પહોંચવા અને તેમનાં સપનાનું ઘર નિર્માણ કરવા તેમને મદદ કરવા માટે સુંદર તક છે. અમને અમદાવાદ, ગુજરાતમાં સેન્ટ- ગોબેન માટે પ્રથમ માયહોમ ચેનલ ભાગીદાર બનવાની ખુશી છે. સ્ટોર ઘરની મોડેલ સંકલ્પના છે, જે ઘરને જીવંત બનાવી શકતાં વિવિધ ઘરનાં નિવારણો દર્શાવે છે. અમે અમદાવાદના પ્રદેશ અને ગુજરાતના આર્કિટેક્ટો, ઘર માલિકો અને અમારા ગ્રાહકોનું સ્વાગત કરવા ભારે રોમાંચિત અને ઉત્સુક છીએ.’’
ગ્રાહકો સ્ટોરની મુલાકાત લેવા માટે જે એચ એન્ટરપ્રાઈઝ 106, સેલિસ્ટર, રાજપથ રંગોલી રોડ, રાજપથ ક્લબની પાછળ, બોડકદેવ, અમદાવાદ, ગુજરાત-380054