ફ્યુચર જનરલી ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (એફજીઆઇઆઈ)એ ઉદ્યોગમાં સૌપ્રથમ ‘ઇમર્જન્સી પેટ માઇન્ડિંગ કવર’ સાથે પાળતૂ શ્વાનો માટે સંપૂર્ણ હેલ્થ વીમાકવચ એફજી ડોગ હેલ્થ કવર પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. આ સંપૂર્ણ વીમાકવચ પાળતું શ્વાન પાળતા પરિવારોને તેમના શ્વાનોની સર્જરી અને હોસ્પિટલમાં સારવારમ માટે ભરતી થવાનો, મૃત્યુ અને અંતિમ ક્રિયાઓ માટેના ખર્ચ સામે વીમાકવચ પ્રદાન કરશે. વળી સંવર્ધિત કવચો સાથે પાળતું શ્વાન ધરાવતા પરિવારોને પણ થર્ડ-પાર્ટી લાયાબિલિટી, ચોરી કે નુકસાન, ઇમર્જન્સી પેટ માઇન્ડિંગ, વેટેરિનરી કન્સલ્ટેશન અને ડૉક્ટર ઓન કૉલ સામે પણ તેમના શ્વાનોને વીમાકવચ મેળવવા સક્ષમ બનાવશે.
આ વીમાપોલિસી મોટી પ્રજાતિ ધરાવતા છ મહિનાથી ચાર વર્ષ વચ્ચેના પાળતૂ શ્વાન તથા નાનાં, મધ્યમ અને મોટી પ્રજાતિ માટે સાત વર્ષ સુધી વીમાકવચ પ્રદાન કરશે. અત્યારે નાનાં, મધ્યમ અને મોટી પ્રજાતિઆના શ્વાન માટે વય 10 વર્ષ છે તથા અતિ મોટી પ્રજાતિઓ માટે છ વર્ષ છે.
ફ્યુચર જનરલી ઇન્ડિયા ઇન્સ્યોરન્સ (એફજીઆઇઆઈ)ના ચીફ માર્કેટિંગ ઓફિસર રુચિકા મલ્હાન વર્માએ કહ્યું હતું કે, “અમારા ગ્રાહકો માટે આજીવન પાર્ટનર સમાન એક બ્રાન્ડ તરીકે અમે તેમની બદલાતી જીવનશૈલીની જરૂરિયાતોને અનુરૂપ સમાધાનો પ્રદાન કરવા સતત પ્રયાસરત છીએ. પાળતું શ્વાનના પાલક અને આ પ્રકારના વધતા પરિવારો માટે શ્વાન અત્યારે પાળતું પશુથી વિશેષ છે. હકીકતમાં આ પરિવારનું અભિન્ન સભ્ય છે. એટલે જ્યારે આપણે પરિવારજનોનું સુરક્ષા સુનિશ્ચિત કરવા સંપૂર્ણ હેલ્થ વીમાકવચ લઈએ છીએ, ત્યારે અમારા ગ્રાહકોને તેમના પાળતું શ્વાન માટે આ પ્રકારના વીમાકવચની ખરેખર જરૂર છે.”