અમદાવાદ: રવિવાર ૨૯ ડિસેમ્બરના રોજ જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ફેડરેશન ૩-બી દ્વારા ફેડરેશન કન્વેન્શન વર્ષ ૨૦૧૯-૨૦નું આયોજન સરદાર વલ્લભભાઇ પટેલ મેમોરિયલ હોલ, સર્કિટ હાઉસ રોડ, શાહીબાગ, અમદાવાદ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, બળદેવભાઇ પટેલ (ડેપ્યૂટી વર્લ્ડ ચેરમેન, જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન), કાન્તિભાઇ પટેલ (સેન્ટ્રલ કમીટી મેમ્બર, જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન), વિણાબેન પટેલ (વાઇસ પ્રેસિડેન્ટ, જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ફેડરેશન ૩-બી), રમણભાઇ પટેલ (યુનિટ ડાયરેક્ટર, જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ફેડરેશન ૩-બી), નિષદભાઇ મહેતા (પ્રેસિડેન્ટ, જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ફેડરેશન ૩-બી) અને કનુભાઇ પટેલ (શાહીબાગ ગ્રુપ પ્રેસિડેન્ટ) અને જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશનના ઉચ્ચ અધિકારી, કાઉન્સીલર મિત્રો અને મેમ્બર્સ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે વર્ષ દરમિયાન થયેલા કાર્યક્રમોનું સોવિનયર “શાહીબાગના સંભારણા”નું વિમોચન કરવામાં આવશે.”
જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ફેડરેશન ૩-બીવતી કન્વેશન ચેરમેન કાન્તિભાઈ તથા વાઇસ પ્રેસિડેન્ટ વીણાબેન પટેલના સંયુક્ત નિવેદનથી જણાવ્યું કે, “જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ફેડરેશન ૩-બી હંમેશા વિવિધ કાર્યક્રમ દ્વારા નબળાં વર્ગો અને લોકોને સેવાઓ પહોંચાડવાનું કામ કરે છે. જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, મિશન ગ્રીન ગુજરાત, બેટી બચાવો-બેટી પઢાવો, સ્ત્રી સશક્તિકરણ, ફ્રી મેડિકલ કેમ્પ, વિકલાંગને ટ્રાયસિકલ, કુદરતી આપત્તમાં સહાય, ગરીબ વિદ્યાર્થીને ગણવેશ વિતરણ જેવા વિવિધ પ્રોજેક્ટ દ્વારા અમારી સંસ્થા કાર્યરત છે અને ગુજરાતના જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ફેડરેશન ૩-બીના અમદાવાદ, કચ્છ અને સૌરાષ્ટ્રના ૬૫ ગ્રુપો અને ૧૭૦૦ સભ્યો ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યાં છે. જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશનના વરિષ્ઠ પદાધિકારી, ફેડરેશનના હોદ્દેદારો તેમજ ગુજરાત ડેલીગેટ અને આમંત્રિત મહેમાનોની હાજરીથી જાયન્ટ્સના સભ્યશ્રીઓમાં ઉત્સુકતા અને આનંદની લાગણી વધે છે. સેવાકીય પ્રવૃતિઓમાં સારી કામગીરી કરનાર વ્યકિતનું એવોર્ડથી સન્માન કરવામાં આવશે.