યુવા પેઢી ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ પોર્ન સામગ્રીથી ખૂબ જ પ્રભાવિત છે. યુવા પેઢી આના સંકંજામાં આવી ગઈ છે જેથી કુદરતી સેક્સ સંબંધોના બદલે સેક્સના વિકૃત સ્વરૂપને પસંદ કરી રહ્યા છે. આ સંબંધમાં જ્યારે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે બ્રિટનમાં રહેનાર એક ૧૯ વર્ષીય યુવતીએ કહ્યું હતું કે ઇન્ટરનેટ ઉપર ચાલી રહેલી પોર્ન સાઈટોના પ્રભાવ ખૂબ જ ખતરનાક છે. તેના કહેવા મુજબ સેક્સની શરૂઆતથી જ પુરુષોના દિમાંગમાં પોર્ન સાઈટોના દૃશ્ય અથવા તો સીન ઊભરવા લાગી જાય છે. આ યુવતીએ એમ પણ કહ્યું હતું કે પુરુષોમાં આ પ્રકારની ટેવ હવે મોટાભાગે સામાન્ય બની ગઈ છે. વિકૃત સેક્સને લઈને સર્વેમાં મોટાભાગના લોકોએ પોતાની પ્રતિક્રિયા સ્પષ્ટપણે આપી છે.
કેટલાક લોકોનું કહેવું છે કે પ્રેમીને સેક્સવેળા નારાજ કરવાની બાબત કોઈપણ ચલાવી લે તેમ નથી. પોર્ન સાઈટોના સીન મોટાભાગે યુવાપેઢીના દિલોદિમાંગ ઉપર છવાયેલા રહે છે. પોર્ન સાઈટોમાં મોટાભાગે ખૂબસુરત અને ફિટનેશ ધરાવતી યુવતીઓ હોય છે જેથી યુવા પેઢી પણ આ યુવતીથી પ્રભાવિત હોય છે. પોર્ન સાઈટોમાં મોટાભાગે કેમેરાની કરામત હોય છે. પરંતુ યુવા પેઢી આ બાબતથી વાકેફ હોતી નથી. જાણકાર લોકોનું કહેવું છે કે પોર્ન સાઈટ મારફતે સેક્સની રમત રમી શકાય છે પરંતુ આનંદની લાગણી લેવી અશક્ય છે. યુરોપમાં ઘણી નાઈટ ક્લબ અને સોશિયલ ફ્રેન્ડશીપ ક્લબમાં ખુલ્લી રીતે ગ્રુપ સેક્સ માટે રજિસ્ટ્રેશન થાય છે. કારણ કે આધુનિક સમયમાં યુવાનો પોર્ન સાઈટોથી પ્રભાવિત થઈને વિકૃત સેક્સ તરફ આકર્ષિત થઈ રહ્યા છે.