તાજેતરના દિવસોમાં રેલવે દ્વારા અનેક મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. રેલવેમાં સુધારાની પ્રક્રિયા જોરદાર રીતે આગળ વધી રહી છે. હાલના દિવસોમાં રેલવે દ્વારા સુધારા કરીને વર્તમાન વ્યવસ્થાને પૂર્ણ રીતે બદલી લેવાનો નિર્ણય કર્યો છે. વર્ષો જુના રેલવેમાં કામ કરવાના અંદાજમાં ફેરફાર કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવી ચુક્યા છે. રેલવે બોર્ડમાં હવે પાંચ સભ્યો રહેશે. અલગ અલગ આઠ કેડરોને મળીને એક કેડર બનાવવામાં આવશે. જેનું નામ ઇન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસ રહેશે. નવા બોર્ડમાં પાંચ સભ્યોમાં અધ્યક્ષ પણ સામેલ રહેશે. અધ્યક્ષ સીઈઓની જેમ કામ કરશે. તેમાં કેટલાક સ્વતંત્ર સભ્યો પણ રહેશે.
પહેલા બોર્ડમાં આઠ સભ્યો રહેતા હતા. હવે પાંચ સભ્યો રહેશે. અલગ અલગ કેડરોની વચ્ચે ખેચતાણના પરિણામ સ્વરૂપે પહેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટો અટવાઈ પડતા હતા પરંતુ હવે આ પ્રોજેક્ટો અટવાઈ જતા નથી. ઈલેક્ટ્રિકલ અને મેકેનિકલ કેડરની વચ્ચે ખેચતાણના પરિણામ સ્વરૂપે મહત્વકાંક્ષી ટ્રેન ૧૮ પ્રોજેક્ટ ઉપર પણ માઠી અસર થઈ છે. રેલવે મેનેજમેન્ટ સર્વિસ હેઠળ એક એકીકૃત સિસ્ટમમાં કામ થશે. નવા બોર્ડમાં ઓપરેશન, બિઝનેસ ડેવલપમેન્ટ, ફાઇન્સ સાથે જોડાયેલા સભ્યો રહેશે. હાલના દિવસોમાં સરકાર તરફથી રચવામાં આવેલી એક કમિટીએ રેલવે બોર્ડમાં મહત્વપૂર્ણ ફેરફાર માટેની દરખાસ્ત રજુ કરી હતી. સરકારનું માનવુ છે કે, બોર્ડની અલગ અલગ શાખા રહેવાથી પારસ્પરિક રીતે તાલમેલની સુવિધા રહતી ન હતી. જેના પરિણામ સ્વરૂપે રેલવેની યોજનાને અમલી કરવામાં તકલીફ આવતી હતી. હાલમાં રેલવે બોર્ડમાં આઠ સભ્યો હોય છે જે પોત પોતાની સર્વિસમાં પ્રતિનિધિત્વ કરે છે. રેલવે સર્વિસમાં સ્પર્ધાના પરિણામ સ્વરૂપે પ્રોજેક્ટો અટવાઈ પડે છે.