તીવ્ર મોંઘવારીની વચ્ચે રેલવે દ્વારા યાત્રી ભાડામાં હવે વધારો ઝીંકવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય રેલવે પણ આ સપ્તાહમાં જ તમામ ટ્રેનને ક્લાસ માટેના યાત્રી ભાડામાં વધારો કરી શકે છે. યાત્રી ભાડામાં આ વધારો પાંચથી લઇને ૪૦ પૈસા પ્રતિ કિલોમીટરની દ્રષ્ટિએ થઇ શકે છે. હાલમાં જ પ્રકાશિત કરવામાં આવેલા નવા અહેવાલમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. નવેમ્બર મહિનામાં વડાપ્રધાનની કચેરી દ્વારા આ અંગેની દરખાસ્તને લીલીઝંડી મળી ગઈ હતી પરંતુ ઝારખંડમાં હાલમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ સ્વરુપે આ અંગેની જાહેરાત કરી શકાય ન હતી. હવે વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ચુક્યા છે ત્યારે રેલવે દ્વારા યાત્રી ભાડામાં વધારો કરવામાં આવી શકે છે. રેલવે દ્વારા આર્થિક મંદીના અનુસંધાનમાં ફાઈનાન્સ ઉપર વધારાના દબાણ વચ્ચે તૈયારી કરવામાં આવી છે. માર્ગ પરિવહન તરફથી ગળાકાપ સ્પર્ધાના પરિણામ સ્વરુપે નૂરના દરમાં વધારો કરવામાં આવ્યા બાદ ખુબ ઓછી તકો આ સંદર્ભમાં રહેલી છે. રેલવે દ્વારા યાત્રી સેગ્મેન્ટમાંથી રેવેન્યુમાં વધારો કરવાની પણ તૈયારી કરવામાં આવી છે.
છેલ્લા થોડાક વર્ષોમાં ભાડામાં સીધો કોઇપણ વધારો કરવામાં આવ્યો નથી. દરમિયાન સરકારે ફ્લેક્સી સિસ્ટમની રજૂઆત જેવા મુદ્દાઓને ખુબ ઓછી ટ્રેનોમાં હાથ ધર્યા છે. રિફંડ સિસ્ટમમાં ફેરફારથી રેવેન્યુમાં વધારો કરવામાં આવી શકે છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં રેલવે દ્વારા સતત બીજા મહિનામાં તેના એકંદરે રેવેન્યુમાં ઘટાડો થયો હતો. સપ્ટેમ્બર ૨૦૧૯માં ૪.૨ ટકાના ૩૮ મહિનાની ઉંચી ગતિ જોવા મળી હતી જેથી એકંદરે રેવેન્યુનો આંકડો ૧૩૧૬૯.૨૦ કરોડ સુધી પહોંચી ગયો હતો. ઓક્ટોબર મહિનામાં ઘટાડો ૭.૮ ટકાના દરે રહ્યો હતો. થોડાક સમય પહેલા જ રેલવે દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, રેવેન્યુ અછતનો આંકડો એપ્રિલ-ઓક્ટોબરના ગાળા દરમિયાન ૧૯૪૧૨ કરોડ રૂપિયા સુધીનો રહ્યો છે. કુલ ખર્ચનો આંકડો ૪૦૯૯ કરોડ અથવા તો ૧.૦૧ ટ્રિલિયન રહ્યો છે. આ ગાળા માટે ટાર્ગેટ ૯૭૨૬૫ કરોડ રૂપિયાનો રહ્યો છે. રેલવે યાત્રી ભાડામાં વધારો થયા બાદ રેલવે યાત્રીઓને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને દરરોજ મુસાફરી કરતા લોકો ઉપર વધુ બોજ આવી શકે છે.