ખેડુતોને પોતાની પેદાશ વેચવા માટે પણ ડિજિટલ ટેકનિકનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો ખેડુત પોતાની પેદાશને વેચવા ઇચ્છુક છે તો ડિજિટલ ટેકનિકના માધ્મમથી દેશની તમામ મંડીઓ અને માર્કેટના સંબંધમાં માહિતી આપી શકાય છે અથવા તો મેળવી શકાય છે. ખેડુતને પોતાની પેદાશના સારા ભાવ કયા માર્કેટમાં અને કઇ મંડીમાં મળી રહ્યા છે તે અંગે તેમને જાણ કરી શકાય છે. સ્માર્ટ ફોનના પ્રયોગથી ખેતીને પણ સ્માર્ટ બનાવી શકાય છે તેમાં કોઇ બે મત નથી. ઇન્ટરનેટના ઉપયોગથી પોતાના પાકના સંબંધમાં તમામ પ્રકારની માહિતી મેળવી શકાય છે. જો પાક અને પશુમાં કોઇ પ્રકારના રોગ છે તો તેને લઇને પણ માહિતી મેળવી શકાય છે. સ્માર્ટ ફોનના માધ્યમથી પાકના અને પશુના રોગ મામલે ફોટો નિષ્ણાંતોને મોકલીને યોગ્ય સુચન મેળવી શકાય છે.
આજે ડિજિટલ ટેકનિક અને સ્માર્ટ ફોન મારફતે કૃષિની સ્થિતીને સુધારી દેવા માટેના પ્રયાસ યુદ્ધના ધોરણે થઇ રહ્યા છે તેમાં લાભ પણ થઇ રહ્યા છે. તેને વધારે પ્રાથમિકતા આપવાની તાકીદની જરૂર છે. સરકાર આ ક્ષેત્રમાં જરૂરી ટેકનિક અને ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા માટેની બાબતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે તે જરૂરી છે. જેના કારણે તેનો પ્રભાવશાળી ઉપયોગ કરવામાં આવી શકે છે. ડિજિટલ ટેકનિકના પ્રયોગથી ભારતીય કૃષિ અને ખેડુતોની હાલતને વધારે સુધારી શકાય છે. આના કારણે દેશની અર્થવ્યવસ્થા વધારે મજબુત થશે. ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારી પણ આ ક્ષેત્રમાં મળી શકશે.