કેટલાક વર્ષો પહેલા દિલ્હીમાં નિર્ભયા રેપ કાંડ બાદ એકાએક જનતામાં નારાજગીનુ મોજુ ફરી વળ્યુ હતુ. લોકોની નારાજગીને ધ્યાનમાં લઇને સરકારે રેપની સામે કાનુનને વધારે કઠોર અને જટિલ બનાવવાની વાત કરીને આ પ્રકારની વાસ્તવિકતા પર એક પ્રકારથી પરદો નાંખીને વાતને દબાવી દીધી હતી. વાસ્તવિકતા પર પરદો નાંખી દેવામાં આવ્યા બાદ હવે હૈદરાબાદમાં એક તબીબની સાથે અમાનવીય રીતે રેપ અને ત્યારબાદ તેની હત્યાની ઘટના બની ગઇ છે. આ જઘન્ય રેપ અને હત્યાકાડના કારણે દેશમાં નારાજગીનુ મોજુ ફરી વળ્યુ હતુ. જો કે આ વખતે આ બનાવના કારણે લોકોમાં ફેલાયેલી નારાજગીને શાંત કરવા માટે તેલંગણા પોલીસે બળાત્કારના ચારેય અપરાધીને એન્કાઉન્ટરના નામ પર મોતને ઘાટ ઉતારી દીધા હતા. પરંતુ સવાલ એ થાય છે કે શુ આ સમસ્યાનો ઉકેલ છે ? આમાં કોઇ બે મત નથી કે અમારા સમાજમાં બળાત્કાર એક પ્રકારના નાસુર તરીકે છે. આ પણ વાસ્તવિકતા છે કે રેપના કેસમાં સખ્ત અને કઠોર સજા વહેલી તકે મળવી જોઇએ.
પરંતુ સવાલ એ થાય છે કે આવુ કેમ બની શકતુ નથી અમારા સાંસદ અને ધારાસભ્યો જે બંધારણની શપથ લઇને કાનુન રાજ માટે ચૂંટાઇ આવે છે તેઓ પણ ઉદાસીન બની જાય છે. આ નેતાઓ જ બળાત્કારીઓના મોંબ લિચિંગ માટેની તરફેણ કરવા લાગી જાય છે. શુ તેમને લાગે છે કે આ દેશમાં લોકશાહી અને અદાલતો પોતાના કામને યોગ્ય રીતે કરી શકશે નહી.
દાખલા તરીકે પૂર્વ પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોરે હૈદરાબાદ એન્કાઉન્ટરને અસત્ય પર સત્યની જીત તરીકે ગણાવીને તેની પ્રશંસા કરી છે. ભાજપની મહિલા સાંસદ શાયના એનસીએ આ ઘટનાને કુદરતી ન્યાય તરીકે ગણાવીને આની પ્રશંસા કરી છે. બપસના વડા માયાવતીએ અન્ય રાજ્યોની પોલીસને તેલંગણા પોલીસથી પ્રેરણા લેવા માટે સલાહ આપી હતી. સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને તો બળાત્કારના આરોપીઓ માટે મોંબ લિંચિગની માંગ કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ સમગ્ર મામલાને દેશના મુડ અને ભાવના સાથે જોડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચોહાણે પણ આ પ્રકારની સજાનુ સમર્થન કર્યુ છે. જો કે હજુ સુધી આ બાબત પણ સ્પષ્ટ થઇ નથી કે જે શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા તે જ રેપના અપરાધી હતા કે કેમ ? એન્કાઉન્ટર અસલી છે કે પછી વિતેલા વર્ષોની જેમ જ આ એન્કાઉન્ટર પણ બોગસ છે તેની ચર્ચા અને તપાસ ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એસએ બોબડેએ કહ્યુ છે કે ન્યાય તરત જ થઇ શકે તેમ નથી.
સાથે સાથે ન્યાય બદલાની ભાવના સાથે પણ કરી શકાય નહી. કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધી સહિત કેટલાક અન્ય પક્ષોના નેતાઓ અને માનવ અધિકારની સાથે જોડાયેલા લોકો ફરી એકવાર પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા દર્શાવે છે કે દેશમાં અન્ય પ્રકારના અપરાધના મામલાની વચ્ચે રેપના કેસમાં કોઇ ઘટાડો થયો નથી. રેપના કેસોમાં તો પહેલા કરતા અનેક ગણો વધારો થયો છે. જે સમાજ માટે ચિંતાજનક બાબત હોઇ શકે છે. સૌથી ખતરનાક અને ચિંતાજનક બાબત એ છે કે રેપ પિડિતાને મારી નાંખવાની ઘટના પહેલા કરતા વધારે બની રહી છે. સવાલ એ થાય છે કે જ્યારે સરકારે નિર્ભયા રેપ કાંડ બાદ દાવો કર્યો હતો કે રેપના કાનુન વધારે કઠોર કરવામાં આવનાર છે. જેથી ભવિષ્યમાં આ પ્રકારના બનાવો બનશે નહી. આ પ્રકારના અપરાધ કરતા પહેલા અપરાધી ભયભીત થઇ જશે. સરકાર તરફથી આવા તમામ પગલા લેવામાં આવ્યા હોવા છતાં અને પગલા લેવામાં આવ્યા હોવ છતાં એવુ શુ થયુ છે કે રેપના કેસોમાં વધારો થઇ રહ્યો છે.
રેપને રોકવા માટે કાયદા કઠોર બનાવવામાં આવ્યા હોવા છતાં રેપના કેસો વધી ગયા છે. સરકાર રેપના વધતા જતા બનાવો વચ્ચે ફરી એકવાર એજ વાત કરી રહી છે કે આવી ઘટનાને રોકવા માટે રેપના કાનુનને વધારે કઠોર કરવામાં આવનાર છે. આ તમામ બાબતે વ્યાપક વિચારણા કરવામાં આવે તો એક તારણ પણ પહોંચી શકા છે કે કઠોર કાનુન બનાવવાથી રેપના કેસો પહેલા પણ ઓછા થયા ન હતા અને ભવિષ્યમાં પણ આવા બનાવ ઘટનાર નથી. સરકાર જાણી જોઇને જડ સુધી પહોંચી રહી છે તેવા પ્રશ્ન કરનાર લોકો પણ રહેલા છે. તમામ લોકો જાણે છે કે કાનુન કમજોર હોય કે કઠોર તેને લઇને ભય અપરાધીઓને એજ વખતે લાગે છે કે જ્યારે કોઇ પણ કિમતે આરોપીને સજા પડે છે. અમારા દેશમાં એક બાબત એ પણ રહેલી છે કે સામાજિક લોકલાજ અને અપમાનિત થવાના ભયના કારણે રેપના મોટા ભાગના મામલાને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવતા નથી.
બીજી બાબત એ પણ છે કે પોલીસની પાસે જે મામલા પહોંચે છે તે પૈકી અમીર અને પ્રભાવશાળી લોકોની સામે રેપના કેસ દાખલ કરવામાં આવતા નથી. ઉન્નાવ રેપ કેસમાં સત્તાધારી ધારાસભ્યે પોતાની સામે કેસ કરવાની પોલીસને તક આપી ન હતી. રેપ પિડિતાના પિતાને પોલીસ સાથે મિલીભગત કરીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. કેટલાક કેસમાં ફરિયાદ થાય છે પરંતુ મેડિકલથી લઇને સાક્ષીઓને ભયભીત કરવામાં આવે છે. બીજી એક કમનસીબ બાબત એ છે કે કોર્ટમાં રેપ પિડિતાને એટલા વર્ષ સુધી ચક્કર લગાવવા પડે છે કે તેના સામાજિક, આર્થિક અને વ્યક્તિગત વિકાસ જીવન બરબાદ થઇ જાય છે. કોર્ટમાં તેને આરોપીના વકીલ એવા એવા પ્રશ્નો કરે છે કે તે વધારે અપમાનિત થાય છે.
કેટલાક કેસોમા તો સરકારી વકીલ, સરકારી તબીબ અને તપાસ કરનાર પોલીસ પોતે રેપ પિડિતાને સાથ આપવાના બદલે આરોપીને સાથ આપે છે. ૧૦થી ૧૫ ટકા કેસોમાં જ કાર્યવાહી થાય છે.