બદલાતી સિઝનમાં પેટની કેટલીક તકલીફ થઇ શકે છે. એક સમય દુનિયામાં ડિહાઇડ્રેશન મોતનુ મુખ્ય કારણ બની ગયુ હતુ પરંતુ સમયની સાથે નવી નવી દવા અને ટેકનોલોજીના કારણે આ બિમારી હવે જોખમી રહી નથી. હાલના સમયમાં ઓઆરએસ ઘોળ આપવાના કારણે ડિહાઇડ્રેશનના કારણે થતા મોતનો ગ્રાફ ઝડપથી નીચે ગયો છે. અલબત્ત હજુ સુધી આનાથી સંપૂર્ણ મુક્તિ મળી નથી પરંતુ ડિહાઇડ્રેશનની તકલીફ અને પિડાનો અંત લાવવા માટે કેટલાક સ્તર પર કામ થઇ રહ્યુ છે. ઓરલ ડિહાઇડ્રેશન સોલ્ટ્સ છે, ડબલ્યુએચઓ દ્વારા ૧૯૭૮માં આની શરૂઆત કરવામાં આવી હતી. બે વર્ષથી ઓછી વયના બાળકોનેને વધારે ઝાડા થવાની સ્થિતિમાં ૭૫થી ૧૨૫ મીમી ઘોળ આપવામાં આવે તેવુ સુચન નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવે છે. બે વર્ષથી ઉપરના બાળકોને ૧૨૫થી ૨૫૦ મીમી સુધી ઘોળ આપવામાં આવે તે જરૂરી છે. બાળકને ત્રણ વખતથી વધારે વખત ઝાડા થાય તો સપ્તાહ સુધી ઓઆરએસ ઘોળ આપી શકાય છે. જાણકાર નિષ્ણાંતો અને તબીબો કહે છે કે સ્વચ્છ વાસણમાં પુરતા પ્રમાણમાં સ્વચ્છ પાણીમાં ઓઆરએસ ઘોળ બનાવવાની જરૂર હોય છે.
ઓઆરએસ ઘોળને દુધ, ફળ, અને રસની સાથે બનાવવાની બાબત યોગ્ય નથી. સોફ્ટ ડ્રિક્સની સાથે પણ તેને પિવાની સલાહ નિષ્ણાંતો આપતા નથી. તેમાં વધારે પ્રમાણમાં ખાંડ પણ ભેળવી જોઇએ નહી. એક લીટર પણીમાં ઓઆરએસના પેકેટ નાંખી દેવા જોઇએ. એક વર્ષના બાળકને ૨૪ કલાક આપવા જોઇએ. એક વર્ષથી મોટા બાળકને આઠથી ૨૪ કલાક આપવા જોઇએ. જાણકાર નેફ્રોલોજિસ્ટ કહે છે કે આ સંબંધમાં સાવધાની રાખવાની બાબત ખુબ જરૂરી બને છે.