તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં ચોકાવનારો ધડાકો કરવામાં આવ્યો છે. આમા જણાવવામાં આવ્યું છે કે મહિલાઓમાં સ્તન કેન્સરના ખતરાને વધારવામાં ભુમિકા ભજવનાર ફોલ્ટી જીન અથવા તો ખામીવાળા જનીનથી પુરુષોમાં પણ પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો અનેકગણો વધી જાય છે. આ સંશોધન હાથ ધરનાર લંડનમાં ઇન્સ્ટીટ્યુટ ઓફ કેન્સર રિસર્ચમાં પ્રોફેસર રોશ ઇલેસે કહ્યું છે કે હજુ સુધી કેટલી શંકાઓ હતી. પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો ફોલ્ટી જીન વધારે છે કે કેમ તેને લઈને શંકા હતી પરંતુ હવે આ શંકા દુર થઈ રહી છે. તેમણે કહ્યું છે કે અમારા અભ્યાસમાં સાબિતી મળે છે કે પ્રોસ્ટેટ કેન્સર સાથે ગ્રસ્ત પુરુષોમાં ખામીવાળા જીન રહેલા છે. ખામીવાળા જીનના લીધે જ પુરુષોમાં પણ કેન્સરનો ખતરો વધી જાય છે. ફોલ્ટી અથવા તો ખામીવાળા બીઆરસીએ-૧ જીનથી પ્રોસ્ટેટ કેન્સર થવાનો ખતરો ૧૧ પૈકી ૧માં રહેલો હોય છે.
અભ્યાસ મુજબ ફોલ્ટી જીનના સીધા સંબંધ જુદા જુદા રોગ સાથે હોય છે. બીઆરસીએ -૧ પ્રોસ્ટેટ કેન્સરના ખતરાને ૫ ગણો વધારવામાં ભુમિકા ભજવે છે. મહિલાઓમાં સ્તન કેન્સરના ખતરાને વધારે છે. ૧૦ પૈકીની ૬ મહિલાઓમાં આના લીધે ખતરો વધી જાય છે. જ્યારે સ્વસ્થ મહિલાઓમાં ૮ પૈકી ૧ મહિલામાં આ રોગનો ખતરો રહે છે. ફોલ્ટી જીન ધરાવતી કેટલીક મહિલાઓમાં સ્તન કેન્સરનો જોખમ સૌથી ઉંચો છે. ચેરિટી પ્રોસ્ટેટ એક્શનના મુખ્ય કારોબારી એમ્મા માલ્કને કહ્યું છે કે વહેલીતકે પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો મળી આવવાથી સફળ સારવારની તકો વધી જાય છે. પરંતુ વિલંબ થવાની સ્થિતિમાં સારવાર મુશ્કેલ બની જાય છે.