ભારત આ સપ્તાહના અંત સુધીમાં બંગાળના અખાતમાં પોતાની સૌથી શક્તિશાળી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરનાર છે. ન્યુક્લિયર મિસાઇલ કે-૪નું પરીક્ષણ સબમરીનથી કરવામાં આવનાર છે. આ પરીક્ષણ મારફતે ભારત પરમાણુ હુમલાની સ્થિતિ માં પોતાની જવાબી કાર્યવાહીની ક્ષમતાને પ્રદર્શિત કરશે. સબમરીનથી લોંચ થઇ શકે તેવી કે-૪ ન્યુક્લિયર મિસાઇલનું પરીક્ષણ પૂર્વીય દરિયાકાંઠાથી કરવામાં આવનાર છે. હવામાન યોગ્ય રહેશે તો જ પરીક્ષણની દિશામાં આગળ વધવામાં આવશે. ૩૫૦૦ કિમી સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવનાર મિસાઇલ અરિહંત ક્લાસ પરમાણુ સબમરીન માટે ડિઝાઇન કરવામાં આવી છે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના ડેવલપમેન્ટલ ટ્રાયલના હિસ્સા તરીકે તેનું પરીક્ષણ કરવામાં આવનાર છે. આ પરીક્ષણ પરમાણુ ક્ષમતાથી સજ્જ મિસાઇલના સંચાલનની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. નવેમ્બરની શરૂઆતમાં ટ્રાયલ શરૂ કરવાની યોજના હતી પરંતુ પૂર્વીય દરિયાકાંઠા ઉપર ચક્રવાતના કારણે પરીક્ષણની પ્રક્રિયા રોકી દેવામાં આવી હતી. કે-૪ના અંતિમ પરીક્ષણના પ્રયાસ ૨૦૧૭માં કરવામાં આવ્યા હતા. તેના ડેવલપમેન્ટ પ્રોસેસમાં તેજી લાવવાના પ્રયાસ થયા હતા. દેશમાં બીજી પરમાણુ સબમરીન આઈએનએસ પર કામ પૂર્ણ થનાર છે. ટૂંક સમયમાં જ ટ્રાયલ માટેની તૈયારી કરી દેવામાં આવનાર છે. ભારતે મિસાઇલના ટ્રાયલની તૈયારી માટે દરિયાઈ વાહનોને પહેલાથી જ સૂચના આપી દીધી છે. એરમેનને હિંદ મહાસાગર સુધી ફેલાયેલા ૩૦૦૦ કિલોમીટર લાંબા માર્ગ ઉપર ઉંડાણ બંધ કરવા માટે નોટિસ પણ જારી કરવામાં આવી છે. કે-૪ના પહેલા ત્રણ પરીક્ષણ થયા છે અને ગેમ ચેન્જર તરીકે ગણવામાં આવે છે. દેશને જવાબી હુમલા કરવા માટે વિકલ્પ આપશે. ભારતની પાસે આઈએનએસ અરિહંતમાં એક ઓપરેશન એસએલબીએમ છે.
જો કે તેની ત્રાટકવાની ક્ષમતા ૭૫૦ કિલોમીટરની છે. ન્યુક્લિયર ટ્રાયડને પણ અસર કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જમીનથી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી અગ્નિ સિરિઝની મિસાઇલોના અનેક વખત પરીક્ષણ કરવામાં આવ્યા છે. ભારતની પાસે મિરાજ ૨૦૦૦ યુદ્ધવિમાન છે જે પરમાણુ હથિયારોને લઇ જવા માટે સક્ષમ છે. સામાન્યરીતે પાણીની નીચેથી લોંચ કરવામાં આવતી મિસાઇલને જવાબી હુમલા માટે સૌથી શક્તિશાળી હથિયાર તરીકે જોવામાં આવે છે. ડીઆરડીઓ દ્વારા કે-૫ ઉપર પણ કામ શરૂ કરવામાં આવ્યો છે જે ૫૦૦૦ કિલોમીટર સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. ન્યુક્લિયર પાવર સબમરીન પર પણ તેને ફિટ કરવામાં આવી શકે છે. કે-૫ના સફળ પરીક્ષણ બાદ ભારત જમીન, દરિયાઈ અને હવાથી હુમલા કરવામાં સક્ષમ છે. મિસાઇલ ટેસ્ટને લઇને તૈયારી કરાઈ છે.