માતા બનવાની બાબત તમામ માટે સૌથી સુખદ અનુભવ અને અહેસાસ પૈકી એક તરીકે છે પરંતુ સગર્ભા અવસ્થા દરમિયાન કેટલીક બાબતોને ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે. નિષ્ણાત તબીબો કહે છે કે સગર્ભા અવસ્થા દરમિયાન ભુલથી પણ પૈરાસિટામોલનો ઉપયોગ ન કરવો જોઇએ. આવી સ્થિતીમાં જો તમે પણ માતા બનનાર છો તો આ અહેવાલને ચોક્કસપણે વાંચવાની જરૂર છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જે મહિલાઓ સગર્ભા અવસ્થા દરમિયાન પેરાસિટામોલનો ઉપયોગ કરે છે તેના ભાવિ બાળકના આઇક્યુ પર સીધી અસર થાય છે. એટલુ જ નહી બલ્કે સગર્ભા અવસ્થા દરમિયાન પેરાસિટામોલ લેવાના કારણે ઓટિજ્મ અને એડીએચડી જેવી બિમારીનો પણ ખતરો રહેલો છે.
હારવ્ર્ડ સહિત અમેરિકાની કેટલીક યુનિવર્સિટીમાં એક લાખ ૫૦ હજાર માતા અને બાળકોને લઇને કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. અભ્યાસ બાદ સુધારામાં દાવો કરવામાં આવ્યો છે કે પૈરાસિટામોલ જેને એસ્ટામિનોપિન પણ કહેવામાં આવે છે તે દવા લેવાની સ્થિતી માં યુટ્સમાં રહેલા હાર્મોન્સની સમતુલા બગડી દાય છે. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે એવી માતા જેમને તાવની અસર બિના માથાના દુખાવાથી બચવા માટે પેરાસિટામોલનો ઉપયોગ કરે છે. તેમના પાંચ બાળકોના આઇક્યુમાં ત્રણ પોઇન્ટની અછત દેખાય છે.
એક બીજા અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે પૈરાસિટામોલનો ઉપયોગ અને બાળકો દ્વારા મોડેથી બોલવા વચ્ચે પણ સીધા સંબધ રહેલા છે. ઇઝરાયેલમાં એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્રણથી ૧૧ વર્ષની વય વચ્ચે લાખો દંપત્તિને આવરી લઇને અભ્યાસ કરવામાં આવ્યા બાદ તેના તારણ જારી કરવામાં આવ્યા છે. સગર્ભા અવસ્થા દરમિયાન પેરાસિટામોલનો લાંબા સમય સુધી ઉપયોગ બાળકોને મુશ્કેલીમાં મુકી શકે છે. સાથે સાથે કેટલીક બિમારીનો ખતરો વધી જાય છે.