દેશની સૌથી વિશાળ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી અને વ્યાવસાયિક સેવાઓની કંપની જેએલએલ ઈન્ડિયાએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના 200 હેક્ટરમાંથી આશરે 15 મિલિયન ચો.ફૂટનું મુદ્રિકરણ કરવા માટે જનાધાર મેળવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (એસઆરએફડીસીએલ) પ્રોજેક્ટ વિકસાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના ઉપક્રમે નિર્માણ કરવામાં આવેલું સ્પેશિયલ પર્પઝ વેહિકલ છે. એક અંદાજ અનુસાર આ જમીનના ટુકડાનું સંપૂર્ણ મૂલ્ય આશરે રૂ. 3500 કરોડ રહેશે. જેએલએલ દ્વારા આ અંગે અખબારી યાદીમાં આ ઘોષણા કરવામાં આવી હતી.
એસઆરએફડીસીએલ માટે જમીનના ટુકડાના મુદ્રિકરણ માટેના જનાધારમાં પરિપૂર્ણ કન્સલ્ટિંગ અને સંપૂર્ણ લેણદેણના વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે. જેએલએલની વ્યૂહાત્મક કન્સલ્ટિંગ અને લેણદેણ સલાહકારી ટીમોને રિયલ એસ્ટેટ બજારનાં અધ્યયનો અને સર્વેક્ષણો હાથ ધરીને જમીનના ટુકડાનું મુદ્રિકરણ કરવા માટે અને માર્કેટિંગ, પ્રાઈસિંગ, બ્રાન્ડિંગ અને પોઝિશનિંગ વ્યૂહરચનાઓ અને લેણદેણ સલાહકારી તૈયાર કરવામાં એસઆરએફડીસીએલને મદદરૂપ થવા રોકવામાં આવી છે.
આ પ્રગતિ પર બોલતાં જેએલએલ ઈન્ડિયાના સીઈઓ અને કન્ટ્રી હેડ રમેશ નાયરે જણાવ્યું હતું કે જેએલએલને એસઆરએફડીસીએલ પાસેથી કોન્ટ્રાક્ટ મળવો તે લેણદેણ પર દેશમાં અમારા પૂર્વ-વર્ચસનો દાખલો છે અને અમારા ગ્રાહકો માટે ઘણા બધા જનાધારનું વ્યવસ્થાપન કરવાની વાત આવે ત્યારે વેપારમાં અમે શ્રેષ્ઠ હોવાનું સિદ્ધ કરે છે. અનેક ટીમોને સહભાગી કરીને અમારી પરિપૂર્ણ, સમર્પિત કૃતિ અને વ્યૂહાત્મક નિયોજન અમારા ગ્રાહકો સાથે ઉત્તમ રીતે સુમેળ સાધે છે.
ટીમો એસઆરએફડીસીએલને પ્રસ્તાવિત વિકાસના મોટા હિસ્સા માટે હોટેલિયરો, નિવાસી અને કમર્શિયલ રિયલ એસ્ટેટ ડેવલપરો સહિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના રોકાણકારોનું યોગ્ય સંમિશ્રણ શોધવામાં પણ મદદરૂપ થશે. જેએલએલ એસઆરએફડીસીએલને વિશ્વ કક્ષાનું વેપાર કેન્દ્ર નિર્માણ કરવામાં મદદરૂપ થશે, જે રહેવાસીઓના જીવનની ગુણવત્તા પર સીધો પ્રભાવ પાડશે અને તેમને વેપાર તેમ જ રોજગારીની તકો પણ આપશે. પ્રોજેક્ટનો ફેઝ 2માં નદીના પટ પર 180 બહુમતી નિવાસી કોમ્પ્લેક્સનો સમાવેશ રહેશે.
જેએલએલ ઈન્ડિયાના વ્યૂહાત્મક કન્સલ્ટિંગ અને વેલ્યુએશન્સના હેડ શંકર અરુમુઘમે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત પ્રોજેક્ટ દેશમાં હમણાં સુધીના સૌથી મોટા ડેવલપમેન્ટમાંથી એક હશે અને ભારતીય શહેરોમાં આધુનિક ઈમારતો અને શહેરી નિયોજન માટે વધતી ભૂખ દર્શાવે છે. આ ડેવલપમેન્ટ સેંકડો નામાંકિત કંપનીઓ અને રોકાણકારો પાસેથી આવશ્યક સક્ષમ વિકાસ પણ લાવશે. આને કારણે પ્રદેશનો સામાજિક- આર્થિક વિકાસ થશે.