એન્જીનીયરીંગ માં કોલેજમાં પ્રવેશ લેતા પહેલા પણ કેટલીક બાબતોની ચકાસણી હવે જરૂરી બની ગઇ છે. ધોરણ-૧૨ પાસ કર્યા બાદ જે વિદ્યાર્થી આઇઆઇટી, એનઆઇટી, બિટ્સ જેવી સંસ્થાઓની પ્રવેશ પરીક્ષા પાસ કરીને સારી શાખા મેળવી લે છે તેમના વાલીઓ ભારે ખુશ હોય છે અને ગર્વ પણ અનુભવ કરે છે. બાકીના વાલીઓની સામે તેમના બાળકોના ભાવિને લઇને હમેંશા ચિંતા રહે છે. સાથે સાથે દુવિધા પણ રહે છે. દુવિધા એ હોય છે કે બાળકને કઇ કોલેજમાં પ્રવેશ અપાવી દેવામાં આવે. જ્યારથી એન્જીનીયરીંગ મં પ્રાઇવેટ એન્જીનીયરીંગ કોલેજ અને યુનિવર્સિટી આવી ગઇ છે ત્યારથી વાલીઓ વધારે અસમંજસની સ્થિતિ માં મુકાઇ ગયા છે.
પોતાના બાળકોને કઇ કોલેજમાં પ્રવેશ અપાવી દેવામાં આવે તેને લઇને મોટી દુવિધા રહે છે. કોલેજમાં પ્રવેશ લેતા પહેલા સંસ્થાના વાતાવરણ, ક્લાસ રૂમ, લેબ, લાઇબ્રેરી અને સંસ્થાની વેબસાઇટ જેવી બાબતોમાં ગંભીર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. આ તમામ ચીજો માં નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ એ બાબતની પણ માહિતી મેળવી લેવી જરૂરી છે કે ત્યાં શિક્ષણ નુ સ્તર કેવુ રહે છે. કારણ કે કેટલીક કોલેજમાં તો આધુનિક સમયમાં સારી રીતે ક્લાસીસ પણ થતા નથી. સાથે સાથે લેબ પણ લાગતો નથી. પ્રોજેક્ટ સંબંધિત ગતિવિધી પણ હોતી નથી. આવી સ્થિતિ માં બાળક કોઇ ગતિવિધી શિખી શકતો નથી. સંસ્થા સરકારી નિયમ અનુસાર અખિલ ભારતીય ટેકનિકલ શિક્ષણ પરિષદ , વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ સાથે સંબંધિત તથા કોઇ ટેકનોલોજી સંસ્થા સાથે માન્યતાપ્રાપ્ત છે કે કેમ તેની પણ ચકાસણી કરવી જોઇએ.
શુ આપ જે કોલેજની પસંદગી કરી રહ્યા છો તે સંસ્થા રાષ્ટ્રીય મુલ્યાંકન અને પ્રત્યાન પરિષદ દ્વારા માન્યતાપ્રાપ્ત છે કે કેમ તેની પણ ખાતરી કરવી જોઇએ. સંસ્થાના પ્લેસમેન્ટ અધિકારીઓની શૈક્ષણિક યોગ્યતા, અનુભવ, અને સંસ્થા દ્વારા દર્શાવવામાં આવેલા પ્લેસમેન્ટની વાસ્તવિકતા ની ખાતરી પણ કરી લેવી જોઇએ. જો શક્ય હોય તો એ સંસ્થામાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓ અને તે સંસ્થાના હાલમાં નોકરી લાગેલા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવી જોઇએ. સંસ્થામાં પ્રોજેક્ટ સંબંધિત ગતિવિધી ચાલે છે કે કેમ તેની માહિતી મેળવી લેવાના વાલીઓ અને વિદ્યાર્થીઓએ ચોક્કસપણે પ્રયાસ કરવા જોઇએ.
આના માટે ક્યા સ્તરની સુવિધા રહેલી છે તે બાબત જાણવા માટેના પ્રયાસ પણ કરવા જોઇએ. તમામ બાબતેને ધ્યાનમાં લઇને જ બાળકને કોલેજમાં પ્રવેશ અપાવવા માટે નિર્ણય કરવો જોઇએ. કારણ કે કેટલીક વખત માહિતી મેળવી લીધા વગર પ્રવેશ લેવાથી મોડેથી એક પછી એક સમસ્યા આવતી જાય છે. સંસ્થાની એન્જીનીયરીંગ ના ક્ષેત્રમાં છાપ કેવી રહેલી છે સંસ્થાના પ્રિન્સિપાલ તથા એ શાખામાં ભણાવતા ફેકલ્ટીની શૈક્ષણિક યોગ્યતા મામલે પણ માહિતી એકત્રિત કરવી જોઇએ. તેમની શેક્ષણિક યોગ્યતા શુ છે અને ક્યાથી અભ્યાસ કરેલા છે તે અંગે પણ માહિતી મેળવી લેવાની જરૂર હોય છે. તેમના એન્જીનીયરીંગ ના ક્ષેત્રમાં રિસર્ચ પેપર, પુસ્તક લખાણ, વર્ક શોફ તથા સેમિનાર મારફતે યોગદાન શુ છે તે બાબત પર પણ ધ્યાન આપવાની જરૂર હોય છે. ત્યાં અભ્યાસ કરી રહેલા અને અભ્યાસ કરીને નિકળી ચુકેલા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવી જોઇએ. સુવિધાના સંબંધમાં પણ જરૂરી માહિતી મેળવી લેવી જોઇએ.
જો તમે પોતાના બાળકને હોસ્ટેલમાં રાખવા માટે ઇચ્છુક છો તો હોસ્ટેલમાં સુવિધાની માહિતી મેળવી જોઇએ. ત્યાંના રૂમ, ખાવા પીવાના સ્તર અંગે વાત કરવી જોઇએ. રેહન સેહન મામલે પણ જરૂરી માહિતી એકત્રિત કરવી જોઇએ. સુરક્ષા અને મેડિકલ સુવિધાની માહિતી પણ જરૂરી હોય છે. કેટલીક સંસ્થાઓ અલગ અલગ સુવિધા આપે છે. જેમાં ઇન્ટરનેટ, એસી લાઇબ્રેરી, ઇંગ્લિશ ક્લાસીસ, વિદેશી ભાષા માટે ચાર્જ વસુલ કરે છે. આ તમામ બાબતો અંગે પણ પ્રવેશ લેતા પહેલા તમામ માહિતી મેળવી લેવી જોઇએ. તાજેતરના વર્ષોમાં એન્જીનીયરીંગ ના ક્ષેત્રમાં પ્રવેશ લેતા ઇચ્છુક વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે.
એન્જીનયરો પુરતા નાણાં પણ મેળવી રહ્યા નથી. આવી સ્થિતિ માં તેમની બોલબાલા પહેલા જેવી નથી. છતાં કુશળ વિદ્યાર્થીઓ આજે પણ સારા માર્ક મેળવીને એન્જીનીયરીંગ ના ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટે તમામ પ્રયાસો કરે છે. માતા પિતા પણ તેમની મદદ માટે ઉભા રહે છે.