તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે હાથમાં જુદા જુદા પ્રમાણમાં બ્લડપ્રેશરના સીધા સંબંધ હાર્ટ એટેકના ખતરા સાથે છે. ડાબા હાથમાં રહેનાર બ્લડપ્રેશર જમણા હાથ કરતાં અલગ છે તો હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોકનો હુમલો થવાનો ખતરો રહેલો છે. આજે પ્રકાશિત કરવામાં આવેલા નવા લેન્ડસેટમાં આ મુજબની વાત કરવામાં આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે હાથની વચ્ચે જુદા જુદા બ્લડપ્રેશરનું પ્રમાણ વેસક્યુલર રિસ્ક અને મોત વચ્ચે સીધા સંબંધ ધરાવે છે.
આ પ્રકારના તારણો બંને હાથના બ્લડપ્રેશરની ચકાસણી માટે કરવામાં આવતી વાતને સમર્થન આપે છે. હાથની વચ્ચે પ્રતિકાત્મક બ્લડપ્રેશર અલગ અલગ હોવાની સ્થિતિ માં ચકાસણીની વાત કરવામાં આવ્યા બાદ વધુ પરિક્ષણ કરવામાં આવી રહ્યા છે. અભ્યાસના ભાગરૂપે જુદા જુદા બ્લડપ્રેશરને આવરી લેતા ૨૮ પેપરોની ચકાસણી કરવામાં આવી હતી.
આમા જાણવા મળ્યું કે ૧૫ એમએમ એચજી અથવા તો વધુના અંતરનો સીધો સંબંધ વેસક્યુલર રોગના ખતરા સાથે સંબંધિત છે. લોહીના પુરવઠાનો પણ આની સાથે સીધો સંબંધ છે. ફોર્ટીસ સેન્ટર ઓફ એક્સીલન્સ ફોર ડીસીસના ચેરમેન ડૉ.અનુપ મિશ્રાએ કહ્યું છે કે અભ્યાસના તારણો ખૂબ જ ચોંકાવનારા છે. સામાન્ય રીતે અમે એક હાથમાં બીપીની ચકાસણી કરાવીએ છીએ.
ડાયાબીટીશના કેસમાં અમે બંને હાથ અને પગમાં ચકાસણી કરાવીએ છીએ. સામાન્ય રીતે ભારતમાં ૩૦ ટકા દર્દીઓના બંને હાથ વચ્ચે ૧૦ એમએમ એચજી અંતર છે. જોકે બંને હાથમાં બીપી ચકાસણી એક સામાન્ય કવાયત છે. આના પાળવામાં આવે તે જરૂરી છે. બીજી બાજુ હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ના પ્રમુખ કાર્ડિયોલોજીસ્ટ કે કે અગ્રવાલે કહ્યું છે કે જ્યારે પણ એક દર્દી પ્રથમ વખત આવે છે ત્યારે ચારે હાથપગમાં બીપીની ચકાસણી કરવામાં આવે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે હાથમાં બ્લોકેઝ બેઈન વેસલ્સ અને હાર્ટની ધમનીઓમાં બ્લોકેઝ સાથે સંબંધ ધરાવે છે.