સ્વચ્છ ભારત મિશનને ધીમે ધીમે મોટી સફળતા હાથ લાગી રહી છે. સ્વચ્છતા માનવી જીવન અને માનવીય સભ્યતાના એક હિસ્સા તરીકે છે. અમને અમારી સભ્યતા અને સંસ્કૃતિની સુરક્ષા જાતે કરવી છે તો સ્વચ્છતા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે.
સ્વાસ્થ્ય અને આરોગ્યની સુરક્ષા માટે પણ આ પગલુ જરૂરી બની ગયુ છે. સ્વચ્છ ભારત મિશન શરૂ કરવામા આવ્યા બાદ તેને ધીમે ધીમે હવે મોટી સફળતા મળી રહી છે. સ્વચ્છ ભારત મિશન (એસબીએમ)ના રૂપમાં દેશમાં શૌચાલયના નિર્માણમાં એક ક્રાંતિ આવી ચુકી છે. આ આંદોલનની શરૂઆત બીજી ઓક્ટોબર ૨૦૧૪ના દિવસે કરવામાં આવી હતી. ત્યારબાદ બીજી ઓક્ટોબર ૨૦૧૯ સુધી ૧૦ કરોડથી વધારે શૌચાલયનુ નિર્માણ કરવામાં આવ્યુ છે.
આ વ્યાપક પ્રયાસોના કારણે વિશ્વ બેંક દ્વારા પણ ભારતની કામગીરીની પ્રશંસા કરવામા આવી છે. આ વ્યાપક પ્રયાસોના કારણે વિશ્વની બાજ નજર હેઠળ એક સેનિટેશન સર્વેનુ કામ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના ૯૦.૪ ટકા ગામ હવે ખુલ્લામાં શૌચ પ્રક્રિયામાંથી મુક્ત બની ચુક્યા છે.
સાથે સાથે ગ્રામીણ ક્ષેત્રોમાં ૯૩.૧ ટકા ઘરને શૌચાલય સાથે સુલભ કરી દેવામાં આવ્યા છે તુલનામાં જળ અને સ્વચ્છતાના મુદ્દા પર કામ કરી રહેલા સંયુક્ત રાષ્ટ્ર એકમો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રયાસોનુ સમનવય કરનાર સંસ્થા યુએન વોટર જ વિશ્વ શૌચાલય દિવસની સત્તાવાર વેબસાઇટનુ સંચાલન પણ કરે છે. તે દર વર્ષ માટે એક થીમનુ સંચાલન પણ કરે છે. વર્ષ ૨૦૧૯ના વિષય તરીકે કોઇને પાછળ નહીં છોડવા માટે રાખવામાં આવ્યા બાદ તેની ચર્ચા છે. જે દીર્ઘકાલીન વિકાસના લક્ષ્યાકના કેન્દ્રિય વિષય તરીકે છે.
છેલ્લા વર્ષની થીમમાં કુદરતઆધારિત સમાધાન , અપશિષ્ટ જળ, શૌચાલય, રોજગાર અને પૌષણ જેવા વિષય સામેલ રહ્યા છે. વિશ્વ શૌચાલય દિવસની મનાવવાની શરૂઆત મુળ રીતે ૨૦૦૧માં કરવામાં આવી હતી. તેનો ઉદ્ધેશ્ય આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંકટની તરફ ધ્યાન ખેંચવા માટેનુ રાખવામાં આવ્યુ હતુ. વર્ષ ૨૦૧૪માં ભારતમાં પહેલી વખત દિલ્હીમાં ૧૮થી ૨૦મી નવેમ્બરના ગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય ટોઇલેટ મહોત્સવના રૂપમાં એક લાંબા અને અદ્ધિતીય ત્રણ દિવસ માટે ઉજવણી કરવામાં આવી હતી. શૌચાલયના મહત્વ પર જાગૃતત્તા વધારી દેવા માટે તહેવાન તરીકે આનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ઉદ્ઘાટન કાર્યક્રમમાં છ દેશોના આશરે ૧૦૦૦ વિદ્યાર્થીઓ દ્વારા એક નવી સિરિઝ બનાવવામાં આવી હતી. જેમાં તેઓએ માથા પર ટોઇલેટ પોટ્સ રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે શૌચાલયને લઇને જનજાગૃતિ જગાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
પ્રગતિ મેદાન, મેટ્રો સ્ટેશનો, ઇન્ડિયા ગેટ, કનોટ પ્લેસ, દિલ્હી અને કુતુમ્બમિનાર જેવા લોકપ્રિય સ્થળ પર થીમ આધારિત કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. સાંસ્કૃતિક કાર્યક્રમનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ. નોંધનીય બાબત એ છે કે ભારત હોય કે પછી દુનિયાના અન્ય દેશો હોય વર્ષ ૨૦૦૦થી વર્ષ ૨૦૧૫ સુધી સંયુક્ત રાષ્ટ્રના વિકાસ લક્ષ્યાકો હેઠળ સુરક્ષિત શૌચાલયની સુવિધા અને ખુલ્લામાં શૌચની પ્રક્રિયાનો અંત લાવવા માટે ભરચક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તમામ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં વર્ષ ૨૦૧૫ના સ્વચ્છતા ના લક્ષ્ય ૭૦૦ મિલિયન લોકો સુધી પહોંચી શક્યો નથી. જોવામાં આવ્યુ છે કે ઓછા વિકસિત દેશો સ્વચ્છતાના લક્ષ્ય સુધી પહોંચી રહ્યા નથી. બીજી બાજુ માત્ર ૨૭ ટકા વસ્તીમાં ૧૯૯૦થી લઇને સ્વચ્છતા સુવિધામાં સુધારો થઇ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રે પોતાના સતત વિકાસના લક્ષ્યાક હેઠળ વર્ષ ૨૦૩૦ સુધી સમગ્ર વિશ્વમાં સ્વચ્છ પાણીની સુવિધા અને શૌચાલય રાખવાનુ લક્ષ્ય રાખવામાં આવ્યુ છે.