હાલમાં ગુજરાતમાં મહા વાવાઝોડુંનો ખતરો મંડરાયેલો છે. અલબત્ત તેની ગતિ ધીમી પડી છે, પરંતુ તેમ છતાં પણ જો વાવાઝોડુ ત્રાટકે તે પરિસ્થિતિમાં સાવચેત રહેવુ ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણી સાવચેતી એ જ આપણી સુરક્ષા. તો ચાલો જાણીએ વાવા જાણો વાવાઝોડા દરમિયાન અને પછી શું કરવું અને શું ન કરવું જોઇએ ?
વાવાઝોડુ ત્રાટકે ત્યારે ધ્યાનમા લેવામા આવતા પગલા જેવા કે,
ઘરના તમામ બારી બારણા બંધ કરી દેવા, વાવાઝોડાના સમયે બહાર નીકળવાનું સાહસ કરવુ નહી, વાવાઝોડા સમયે રેલ મુસાફરી કે દરીયાઈ મુસાફરી હિતાવહ નથી, બહુમાળી મકાનો ઉપર કે મકાનોની છત ઉપર રહેવાનુ ટાળો, બને ત્યા સુધી મેદાનમા કે તેની આસપાસ રહો, માછીમારોને દરીયામાં ન જવા અને પોતાની હોડી સલામત સ્થળોએ બાંધી રાખવી જોઈએ, અગરીયાઓએ અગરો છોડી સલામત જગ્યાએ આશ્રય લેવો, ઝાડ હેઠળ કે જુના જર્જરીત મકાનોમા આશ્રય લેવાનુ ટાળો, વીજળીના તાર કે વિજ ઉપકરણોને અડશો નહી, વિજળીના થાંભલાથી દુર રહો, વિજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દુર રહેવુ.
વાવાઝોડા પછી શું કરવુ ? શું ન કરવુ ?
કાટમાળમાંથી ચાલતી વખતે તુટેલા કાચના ટુકડા કે પતરા જેવી વસ્તુઓ તેમજ સાપ જેવા ઝેરી જીવ-જંતુઓથી સાવધાન રહો, સ્થાનિક અધિકારીઓની સુચના પ્રમાણે વર્તો, બહાર નિકળતા પહેલા વાવાઝોડુ પસાર થઈ ચુક્યુ છે તેની ખાતરી કરીને જ બહાર નિકળવુ, રેડીયો કે ટી.વી. ઉપર સલામતીનો સ્પષ્ટ સંદેશો આવે ત્યાં સુધી રાહ જુઓ, તત્કાલ રાહત ટુકડી પહોંચવાની રાહ જુઓ, પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો, માછીમારોએ દરીયામા જતા પહેલા અન્ય ૨૪ કલાક સુધી રાહ જોવી હિતાવહ છે.
લોકોની મદદ માટે આપનાથી બનતી સેવા કરો જેવી કે,
ઘર છોડીને ગયેલા લોકોને પાછા લાવવા મદદ કરો અને તેમના જાનમાલના નુકસાનની માહિતી ભેગી કરો, ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર પુરી પાડો, કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરો, રક્તદાન કરવા તૈયાર રહો, કાટમાળના નિકાલની વ્યવસ્થા કરો જેથી સ્થિતિ ઝડપથી સામાન્ય બની શકે, ભયજનક અતિ નુકસાન પામેલ મકાનને તાત્કાલીક ઉતારી લેવા.