નવી દિલ્હી : હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાયા બાદ આજે સવારે મતગણતરીની શરૂઆત થઇ હતી. એક્ઝિટ પોલના તારણ મુજબ મહારાષ્ટ્રમાં તો ભાજપ અને શિવ સેનાએ જારદાર સપાટો બોલાવીને સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી છે. બીજી બાજુ હરિયાણામાં એક્ઝિટ પોલન તારણે પ્રાથમિક પ્રવાહ મુજબ ખોટા સાબિત થઇ રહ્યા છે. અહીં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગળા કાપ સ્પર્ધા જોવા મળી રહી છે. જેના કારણે સત્તાની ચાવી આ વખતે જનનાયક જનતા પાર્ટીની પાસે રહે તેવા સંકેત પ્રાથમિક રીતે મળી રહ્યા છે. મતગણતરી શરૂ થયા બાદ તરત જ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવ સેનાએ જોરદાર લીડ મેળવી લીધી હતી. અને છેલ્લે સુધી લીડ જાળવી રાખી હતી. જ્યારે હરિયાણમાં ભારે ફેરફાર જોવા મળ્યા હતા. કેટલીક વખત ભાજપે લીડ મેળવી હતી. જ્યારે કોંગ્રેસ પણ વધારે દુર દેખાઇ રહી નથી. બનંને રાજ્યોમાં બહુમતિને લઇને ચર્ચા જારી છે.
મહારાષ્ટ્રમાં તો કોઇ તકલીફ નથી. ભાજપ શિવ સેનાએ સરકાર જાળવી રાખી છે. જ્યારે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને અપેક્ષા કરતા ઓછી સફળતા મળી રહી છે. છેલ્લા પ્રવાહ મુજબ મહારાષ્ટ્રમાં ભાજપને બહુમતિ માટેના ૧૪૫ સીટોના આંકડા મુજબ ૧૦૩ સીટો મળે તેવા સંકેત છે. જ્યારે શિવસેનાને ૬૪ સીટો મળે તેવા સંકેત છે. એનસીપીને ૫૦ અને કોંગ્રેસને ૪૨ સીટો મળી શકે છે. આવી જ રીતે હરિયાણમાં બહુમતિ માટે ૪૬ સીટોની જરૂર છે જે પૈકી ભાજપ ૩૫ અને કોંગ્રેસ ૩૦ સીટો પર લીડ ધરાવે છે. જેજેપી ૧૧ સીટો પર લીડ ધરાવે છે. બંને રાજ્યોમાં અપેક્ષા કરતા ઓછુ મતદાન ૨૧મી ઓક્ટોબરના દિવસે થયુ હતુ. બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાયા બાદ ૨૧મી ઓક્ટોબરના દિવસે એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા જે મુજબ બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવીને સત્તામાં વાપસી કરવાના સંકેત આપવામાં આવ્યા હતા. જા કે એક્ઝિટ પોલના તારણમાં હરિયાણાના સંબંધમાં સંકેત પુરતા સાબિત થઇ રહ્યા નથી.
કારણ કે હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જારદાર સ્પર્ધા દેખાઇ રહી છે. પોલના મહાપોલમાં કહેવામાં આવ્યુ હતુ કે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી ૬૭ સીટો જીતીને બહુમતિ સાથે સરકાર બનાવશે. પરંતુ આ પ્રકારની સ્થિતીની શક્યતા દેખાઇ રહી નથી. હરિયાણામાં બહુમતિ માટેનો આંકડો ૪૬નો રહેલો છે. કુલ ૯૦ વિધાનસભા સીટ માટે હરિયાણામાં મતદાન યોજાયું હતુ. સીવોટરના એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીને ૭૨ સીટો મળી શકે છે જ્યારે રિપÂબ્લક જન કી બાતમાં જણાવવામાં આવ્યું હતુ કે, ભાજપને ૫૭ સીટો મળી શકે છે. ટાઈમ્સ નાઉના સર્વેમાં જણાવવામાં આવ્યું હતુ કે, મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી ૫૪ ટકાથી વધુ મત મેવવી લેશે. ભાજપ-શિવસેના ગઠબંધનને ટાઇમ્સ નાઉના કહેવા મુજબ ૨૩૦ સીટાનો દાવો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને જોરદાર નુકસાન થવાની બાબત રજૂ કરવામાં આવી હતી. આ ગઠબંધનને માત્ર ૪૮ સીટો મળવાની વાત કરવામાં આવી હતી.
હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ ૧૦ બેઠકો જીતી લીધી હતી અને ૫૮.૨૧ ટકા મત મળ્યા હતા. હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ ૪૮ પૈકી ૪૧ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો અને ૫૧.૩ ટકા મત મેળવ્યા હતા. એકબાજુ હરિયાણામાં ૬૨થી ૬૫ ટકા વચ્ચેનું મતદાન થયું હતું જ્યારે મહારાષ્ટ્રમાં ૫૪થી ૫૮ ટકા વચ્ચે મતદાન થયું હતું.મતદાનની સાથે જ હરિયાણામાં કુલ ૯૦ વિધાનસભા બેઠકો માટે ૧૦૪ મહિલા ઉમેદવાર સહિત ૧૧૬૯ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. હરિયાણામાં ૧.૮૩ કરોડ મતદારો પૈકી મોટા ભાગના મતદારો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. હરિયાણામાં ૯૯ લાખ પુરુષો અને ૮૫ લાખ મહિલા મતદારો પૈકી ૬૧ ટકાથી વધુ મતદારોએ ભારે ઉત્સાહ વચ્ચે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હરિયાણામાં ૧૬૩૫૭ મતદાન મથકો પર મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આવી જ રીતે મહારાષ્ટ્રમાં ૨૮૧ વિધાનસભા સીટ માટે તેમના પસંદગીના પ્રતિનિધિઓ ચૂંટી કાઢવા માટે ૮.૯ કરોડ મતદારો પૈકી આશરે ૫૫ ટકાથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગક કરવા બહાર નિકળ્યા હતા. મતદાન શરૂ થતાની સાથે જ ૨૩૫ રવિયા મહિલા ઉમેદવાર સહિત ૩૨૩૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. મતદારોની સુવિધાને ધ્યાનમાં લઇને ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં કુલ ૯૬૬૬૧ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા. બંને રાજ્યોમાં રાજકીય પક્ષો દ્વારા છેલ્લે સુધી પોત પોતાની રીતે જીત માટેના દાવા કરવામાં આવ્યા હતા મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન ફડનવીસની સરકાર સત્તા જાળવી રાખવામાં સફળ સાબિત થઇ છે.ભારતીય જનતા પાર્ટીને અપેક્ષા કરતા ઓછી સીટ મળે તેવા સંકેત તો હજુ પરણ દેખાઇ રહ્યા છે. જા કે તેની સ્થિતી સારી રહેલી છે.