મુંબઇ : લોકપ્રિય ગઝલ ગાયક જગજીતસિંહની પુણ્યતિથીએ આજે તેમને યાદ કરવામાં આવ્યા હતા અને ખાસ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જગજીતસિંહ આજે અમારી વચ્ચે નથી પરંતુ તેમની ગઝલ અને ગીતો લોકોના દિલોદિમાંગ પર છવાયેલા છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કેટલાક કાર્યક્રમ યોજાયા હતા.
બોલિવુડના લોકોએ પણ તેમને અંજલિ આપી હતી. જગજીતસિંહનું ૧૦મી ઓક્ટોબર ૨૦૧૧ના દિવસે સવારે લીલાવતી હોસ્પિટલમાં અવસાન થયું હતું. જગજીતસિંહ ૭૦ વર્ષના હતા. જગજીત સિંહ સંગીતની દુનિયામાં એક અમર ગાયક બની ગયા હતા. ગઝલ ગાયક તરીકે તેઓએ અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી હતી. ચિત્રાસિંહ સાથે જગજીતસિંહે લગ્ન કર્યા હતા. રેકોર્ડીંગ ભારતીય મ્યુઝિકના ઇતિહાસમાં પતિ પત્નીની જોડી છવાઈ ગઈ હતી.
પદ્મભુષણ એવોર્ડથી સન્માનિત જગજીતસિંહે હિન્દી, ઉર્દુ, પંજાબી અને નેપાળી ભાષામાં ગઝલો ગાઈ હતી. તેમની લોકપ્રિય ગઝલમાં મેરી જિંદગી કિસી ઓરકી, મેરે નામ કા કોઈ ઓર હે, અપની મર્જી સેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આમિર ખાન અભિનિત ફિલ્મ સરફરોઝની ગઝલ હોસ વાલો કો ખબર ક્યાં પણ ભારે લોકપ્રિય થઈ હતી. આ ઉપરાંત ઘણા ભક્તિગીતો પણ ગાયા હતા. ઘણી હિન્દી ફિલ્મોમાં પણ જગજીતસિંહે પોતાનો આવાજ આપ્યો હતો. જગજીતસિંહે કેટલીક યાદગાર ફિલ્મોમા પણ ગીત ગાવ્યા હતા. પ્રેમગીતના તેમના ગીત હોઠો સે છુલો તુમ મેરા ગીત અમર કરદો આજે પણ લોકોના દિલોદિમાગ પર છે.