મિત્રો ગઈ યુગપત્રીમા આપણે જોયું કે જે માણસને કંઇક કરવાની ઇચ્છા હોય છે એ માણસ એકલો હોવાં છતા મુંઝાતો નથી.એ માણસ પોતાના મન અને મગજમાં ઍક નવી શક્તિ ભરીને કામ ચાલુ રાખે છે. અને આવા માણસો માટે ગુરુ ગોવિંદસિંહજીએ કહ્યુ છે કે सवा लाख से एक लड़ावा,तां गोविन्दसिंह नाम धरावा.. જે માણસ પાસે કસેલું શરીર અને કસેલુ મગજ હશે એ માણસ પોતાના માર્ગમાં આવતી અઢળક મુશ્કેલીઓ સામે પણ જીત મેળવશે. કારણકે એને પોતાની તાકાતનો અંદાજ હોય છે. એનાં અવાજમાં આત્મવિશ્વાસનો રણકો હોય છે. આવી આત્મવિશ્વાસથી ભરેલી વાણીએ સિંહની ડણકથી કમ નથી. આપણને એમ થાય કે આ ગીતના બીજા અંતરાની શરૂઆતમાં જ કેમ સિંહગર્જના શબ્દથી કરી છે.
સિંહએ તાકાત અને આત્મવિશ્વાસનું પ્રતીક છે.સિંહનાં ચાલવાથી ઉડેલી ધૂળ જે ઘાસ પર પડી હોય એ ઘાસ હરણાં પણ નથી ખાતા.કારણકે એમને સિંહણી હાજરી અનુભવાય છે. એમ જે માણસ આત્મવિશ્વાસથી ભરપુર છે એનું વ્યક્તિત્વ પણ સિંહ જેવું હોય છે. એનાં અવાજમાં સિંહગર્જના જેવી તાકાત હોય છે.માટે એવું લખાય કે :-
तेरी गुर्राहट सिंह की
दहाड़ है, दहाड़ है
અને જેનો આત્મવિશ્વાસ સારો હોય એ વ્યક્તિનું મનોબળ ખુબ દ્રઢ હોય છે.એનું મનોબળ પર્વત જેટલું મજબૂત હોય છે.ગમે એવી વિકટ પરિસ્થિતિમાં પણ એ પોતાની સ્થિરતા ગુમાવતા નથી. એમનું મન ધ્યેયથી ચલિત થતુ નથી.પેલું કહેવાય છે ને કે:-
કદમ અસ્થિર હોય એને રસ્તો નથી જડતો,
અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો.
એની જેમ જે વ્યક્તિના હૈયામાં હામ અને મગજમાં પોતાના ધ્યેય પ્રત્યેનું ઝુનુન હોય એ વ્યક્તિ આગળ હિમાલય પણ કંઇ વિસાતમાં નથી હોતો.કારણકે એમને પોતાના માર્ગમાં આવતી મુશ્કેલીઓ કરતાં પોતાના દ્રઢ મનોબળ પર વિશ્વાસ હોય છે કે ગમે એવી વિકટ પરિસ્થિતિ પણ એની આગળ પાણી ભરતી હોય છે.માટે આવા પહાડ જેવા મજબૂત મનોબળ વાળા વ્યક્તિ માટે એવું લખાય કે :-
सब ज़र्रा-ज़र्रा तू
पहाड़ है, पहाड़ है
तेरी गुर्राहट सिंह की
दहाड़ है, दहाड़ है
सब ज़र्रा-ज़र्रा तू
पहाड़ है, पहाड़ है
અને આવા માણસો પોતાના વિચારો પર પણ ખુબ પકડ ધરાવતાં હોય છે. એ લોકો જરા અમથો નેગેટિવ વિચાર પણ પોતાના મન કે મગજમાં આવવા દેતા નથી. કેમકે એમને ખબર છે કે આ નેગેટિવ વિચારો એને નબળા કરી દેશે માટે એ લોકો પોતાને આવતા વિચારો પ્રત્યે ખુબ જાગૃત હોય છે. એમનાં વિચારોની ડોર એનાં હાથમાં હોય છે.અને આ વિચારોના સાગરમાંથી એ પોતાને ઉપયોગી એવા વિચારોને જ પ્રાથમિકતા આપે છે. માટે એવું લખાય કે :-
लहरों को जकड़ लेन दे
હા,એ લોકો પોતાના વિચારોની લહેરને પકડીને ચાલતા હોય છે. એનાં લીધે એમને ઍક ફાયદો એ પણ થાય છે કે તે ગમે એવી વિકટ પરિસ્થિતિનાં તોફાન સામે પણ આંખમાં આંખ મેળવી શકે છે. વિકટ પરિસ્થિતિનું તોફાન જેમ મજબૂત બને એમ એ માણસ પણ મજબૂત બનતો જાય છે. માટે એવું લખાય કે :-
तूफ़ां को अकड़ लेन दे
અને જ્યારે કોઈ માણસનો મિજજ આવો થઈ જાય ત્યારે કહેવું પડે કે :-
आज फट्टे चक लेन दे, हो
चक लेन दे।
सूरज को तक लेन दे , हो
तक लेन दे
आज फट्टे चक लेन दे, हो
चक लेन दे ।
વધું આવતાં શુક્રવારે….
Collumnist :-યુગ અગ્રાવત