વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે ૧૫મી ઓગષ્ટના દિવસે લાલ કિલ્લા પરથી પ્લાસ્ટિકના પ્રયોગને કરવાની અપીલ કર્યા બાદથી આ દિશામાં જુદા જુદા લોકો સક્રિય બની ગયા છે. કેટલાક લોકો જે પર્યાવરણને લઇને વધારે સાવધાન છે તે મોદીની પહેલ પર પર્યાવરણને લઇને ખાસ અભિયાન ચલાવી રહ્યા છે. મોદીએ અપીલ કરી તે પહેલાથી જ કેટલાક લોકો તો આ કામમાં લાગેલા છે. નમિતા તાયલ પણ આવી જ એક વ્યક્તિ તરીકે છે. પ્રોફેશનથી ઇન્ટિરિયર ડિઝાઇનર નમિતા દરરોજ સવારે પોતાના ઘરથી સાયકલ લઇને નિકળે છે. સાથે સાથે પર્યાવરણને લઇને લોકોને સાવધાન કરે છે. આવુ કરીને તે ૧૫ કિલોમીટર સુધી સાયકલ ચલાવે છે.
આ ગાળા દરમિયાન રસ્તામાં પડનાર ક્ષેત્રોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટેની અપીલ પણ કરે છે. સાથે સાથે ફિટ જીવનશેલી અપનાવવા માટેની અપીલ પણ કરે છે. પોતાના પડોશમાં તો તે આ અભિયાનને લાંબા સમયથી ચલાવી રહી છે. જો કે પોતાના ૫૦માં જન્મદિવસના અવસર પર નમિતાએ મોટા પાયે આ અભિયાનને આગળ વધારી દેવાની વાત કરી છે. ત્યારબાદથી તે ક્લીન એન્ડ સ્માર્ટ પલવલ નામથી બનાવવામાં આવેલા એસોસિએશન સાથે જોડાયેલી છે.
આ બેનર હેઠળ તે કાગળ અને કપડાની થેલી બનાવીને લોકો સુધી પહોંચાડી રહી છે. પલવલના ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓ આને રોજગારી તરીકે અપનાવી રહી છે. નમિતા કહે છે કે ક્લીન એન્ડ સ્માર્ટ પલવલ એસોસિએશનની સાથે આ સમયમાં ૧૫૦ મહિલાઓ અને ૫૦ પુરૂષો જોડાઇ ચુક્યા છે. આની સાથે જોડાઇ જવા માટે ૧૦૦ રૂપિયા લાગે છે. સાથે સાથે લોકો પાસેથી પણ ડોનેશન મારફતે મદદ લેવામાં આવે છે. યોજના હેઠળ ૫૦ મહિલાઓને રોજગારી મળી ગઇ છે.