અમદાવાદની નૂપુર બાલિયા બારોટ મિસીસ ઇન્ડિયા ૨૦૧૯-૨૦૨૦માં દેશમાં બીજા ક્રમે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ :  તમિલનાડુના ચેન્નઇ ખાતે યોજાયેલી મિસીસ ઇન્ડિયા ૨૦૧૯-૨૦૨૦ બ્યૂટી પેજન્ટ સ્પર્ધામાં દેશના ૧૦ રાજ્યોની ૫૫ સ્પર્ધકો વચ્ચે અમદાવાદની રહેવાસી નૂપુર બાલિયા બારોટે ફાઇનલમાં પ્રવેશીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમના કહેવા પ્રમાણે ગત તારીખ ૧૬ સપ્ટેમ્બરના આયોજિત સ્પર્ધામાં બહુ જ મુશ્કેલ પરીક્ષામાં તેમણે સફળતા મેળવી હતી.

બ્રાન્ડ ઓનર નૂપુર બાલિયા બારોટે જણાવ્યું કે, “આ પૂરા દેશના ૫૫ સ્પર્ધકો વચ્ચે એક અદ્‌ભૂત યાત્રા હતી. ચાર દિવસના આ ગ્રૂમિંગ સેશનમાં માત્ર ગ્રાન્ડ ફિનાલે જ નહિં પરંતુ અન્ય સ્પર્ધા પણ યોજાઇ હતી. જેમ કે લાઇવ કૂકિંગ કોમ્પેટિશન, માર્શલ આટ્‌ર્સ રાઉન્ડ, ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ ફોર્મ રાઉન્ડ, ટેલેન્ટ રાઉન્ડ અને અન્ય કેટલીક સ્પર્ધા યોજાઇ હતી. અને મને કહીને ગર્વ થાય છે  કે ટોપ ૩ પર પહોંચવા માટે લગભગ તમામ રાઉન્ડમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. મેં ફક્ત પ્રથમ રનરઅપ નહિં પરંતુ તમામ સ્પર્ધકો અને ભૂતપૂર્વ વિજેતાના પણ દિલ જીત્યાં તે મારી માટે જીત સમાન છે.  હું ઇચ્છુ છુ કે ગુજરાતથી લઇને ઇન્ટરનેશનલ લેવલ સુધી મિસીસ. એશિયા ઇન્ટરનેશનલમાં ભાગ લેવા માંગુ છું જેની તૈયારી શરુ કરી દીધી છે.”

Share This Article