દેશમાં વિડિયો જોવાનો ક્રેઝ જોરદાર રીતે વધી ગયો છે. સામાન્ય વ્યક્તિની પાસે ઓછી કિંમતમાં સારા મોબાઇલ ફોન હવે પહોંચી ચુક્યા છે. મોબાઇલ ડેટા પણ ખુબ સસ્તા છે. આવી સ્થિતીમાં દરેક વ્યક્તિ સ્થાનિક ભાષામાં કન્ટેન્ટ જોઇ શકે છે. દેશમાં કેટલાક વિડિયો સ્ટ્રીમિંગ એપ્સ સારા કન્ટેન્ટ પેશ કરવામાં લાગેલા છે. અલબત્ત હજુ પણ યુ ટ્યુબ દેશમાં નંબર વન વિડિયો સ્ટ્રીમિંગ એપ તરીકે છે. આ ફ્રી પણ છે. તેના માટે કોઇ માસિક ચાર્જ લાગુ કરવામાં આવતા નથી. કેટલીક મોટી કંપનીઓ પણ વિડિયો સ્ટ્રીમિંગ એપ્સ સારા કન્ટેન્ટ પેશ કરવામાં લાગેલા છે. પરંતુ આના માટે યુઝર્સ પાસેથી માસિક અથવા તો વાર્ષિક ચાર્જ વસુલ કરવામાં આવે છે. આવી સ્થિતીમાં સામાન્ય વ્યક્તિ યુટ્યુબ પર જ સ્થાનિક ભાષાના વિડિયો જોઇ રહ્યા છે. કેટલાક યુઝર્સ સર્ચ બારમાં યોગ્ય વર્ડ ટાઇપ કરી શકતા નથી. આવી સ્થિતીમાં વોઇસ સર્ચ તેમના માટે ઉપયોગી સાબિત થાય છે. તેઓ બોલીને પોતાના પસંદગીના વિડિયો નિહાળી શકે છે. કેટલાક ભારતીય લોકો માટે તો ઇન્ટરનેટનો અર્થ જ ઓનલાઇન વિડિયો છે.
પહેલા જ્યાં માત્ર મેટ્રો શહેરના લોકો ડ ઇન્ટરનેટ કામમાં લેતા હતા. જો કે હવે શહેરો, ગ્રામીણ વિસ્તારો અને ગામોમાં રહેતા લોકો પણ સ્થાનિક ભાષામાં વિડિયો નિહાળી શકે છે. દેશમાં મોબાઇલ ડેટા સસ્તા થઇ ગયા બાદ આની ઉપયોગિતા અનેક ગણી વધી ગઇ છે. આવી સ્થિતીમાં સ્થાનિક ભાષામાં વિડિયો લાખોની સંખ્યામાં હાલમાં નિહાળવામાં આવે છે. સામાન્ય વ્યક્તિ પણ પોતાની માતૃભાષામાં વોઇસ સર્ચ કરી શકે છે. યુટ્યુબ સુધી લાખો ભારતીય લોકોની પહોંચ થઇ ચુકી છે. ભારતમાં યુ ટ્યુબની વાત કરવામાં આવે તો કેટલીક નવી બાબત નિકળીને સપાટી પર આવી જાય છે. દરરોજ એક ભારતીય વિડિયો પર વધુને વધુ સમય ગાળે છે. વર્ષ ૨૦૧૮માં દરેક ભારતીય વિડિયો પર દરરોજ ૫૨ મિનિટ ગાળી રહ્યો હતો.
આ સમય હવે વર્ષ ૨૦૧૯માં વધીને ૬૭ મિનિટ થઇ ગયો છે. વર્ષ ૨૦૧૯મા પણ વૈશ્વિક સ્તરની વાત કરવામાં આવે તો વિશ્વમાં દરેક વ્યક્તિ દરરોજ ૬૭ મિનિટ વિડિયો પર ગાળે છે. કેટલાક સ્થાનિક ભાષાના યુટ્યુબ સ્ટાર્સ ભારે ચર્ચા જગાવી રહ્યા છે. સ્થાનિક ભાષામાં યુટ્યુબ વ્યુઅરશીપની વાત કરવામાં આવે તો પણ આ સંખ્યા વધારે રહે છે. વર્ષ ૨૦૧૮ના આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો તેલુગુ ભાષામાં યુટ્યુબ વ્યુઅરશીપનો આંકડો ૬૭.૪ અબજનો રહ્યો હતો. આવી જ રીતે વર્ષ ૨૦૧૬માં તેલુગુ ભાષામાં યુટ્યુબ સ્થાનિક ભાષામાં વ્યુઅરશીપ આંકડો ૧૨.૭ અબજનો રહ્યો હતો. તમિળ, પંજાબી, મલયાલમ અને ભોજપુરી ભાષામાં પણ આંકડો ખુબ ઉંચો રહેલો છે. ભારતમાં ઇન્ટનેટ યુઝર્સની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. વર્ષ ૨૦૧૯ની વાત કરવામાં આવે તો આ સંખ્યા હવે વધીને ૬૨.૭ કરોડ સુધી પહોંચી ગઇ છે. વિડિયો નિહાળવા માટેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની વાત કરવામાં આવે તો વિડિયો નિહાળતા લોકોમાં શહેરી વિસ્તારમાં વર્ષ ૨૦૧૭માં સંખ્યા ૨૯.૫ કરોડની આસપાસ હતી. આ સંખ્યા વર્ષ ૨૦૧૯માં વધીને ૩૩.૭ કરોડ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોની વાત કરવામાં આવે તો સંખ્યા વર્ષ ૨૦૧૭માં ૧૮.૬ કરોડ જેટલી હતી. જે હવે વર્ષ ૨૦૧૯માં બદલાઇ ગઇ છે. હાલમાં કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ૯૭ ટકા મોબાઇલ યુઝર્સ પોતાના મોબાઇલ ડિવાઇસ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૨૧ સુધી ૭૫ ટકા હિસ્સો વિડિયો સ્ટ્રીમિંગનો રહેનાર છે. કુલ મોબાઇલ ઇન્ટરનેટ યુઝનો આંકડો વધનાર છે. પ્રતિ માસિક એક્ટિવ યુઝરની વાત કરવામાં આવે તો ફેસબુક પર આ સંખ્યા ૩૧ કરોડની આસપાસ રહેલી છે. જ્યારે યુ ટ્યુબ પર આ સંખ્યા ૨૬.૫ કરોડની આસપાસ રહેલી છે. નિષ્ણાંત લોકો કહે છે કે ૬૦ ટકા યુટ્યુબ વોચ ટાઇમ દેશના છ મોટા મેટ્રો શહેરમાંથી આવે છે. ૯૫ ટકા સુધી સ્થાનિક ભાષાના કન્ટેન્ટને ટાયર બે અને ટાયર ત્રણ શહેરના લોકો નિહાળે છે.