તાજેતરમાં કરવામાં આવેલા નવા અને રસપ્રદ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે એક સરેરાશ પુરૂષના નવ સેક્સ પાર્ટનર હોય છે. હેલ્થ સર્વે ફોર ઇંગ્લેન્ડે અભ્યાસ બાદ કહ્યું છે કે સરેરાશ પુરૂષ જુદા જુદા ૯.૩ સેક્સ પાર્ટનર રાખે છે. કેટલાક પુરૂષોના તો આના કરતા પણ વધારે સેક્સ પાર્ટનર હોય છે. તાજેતરમાં વિશ્વભરમાં એક નવો ક્રેઝ યુવક યુવતિઓમાં જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે યુવક યુવતિઓ વધારે પાર્ટનર રાખવામાં માનવા લાગ્યા છે.
અભ્યાસ દરમિયાન ભાગ લેનાર લોકોએ તેમની જુદી જુદા પ્રતિક્રિયા આપી હતી. પુછપરછ વેળા એક તૃતિયાશ લોકોએ કબુલાત કરી હતી કે તેઓ સેક્સ પાર્ટનરની સંખ્યા અંગે કોઇ વાત કરવા માંગતા નથી. બીજી બાજુ મહિલાઓ પણ પુરૂષો કરતા પાછળ નથી. મહિલાઓ સરેરાશ ૪.૭ સેક્સ પાર્ટનર ધરાવે છે. કેટલીક મહિલાઓ આ મામલે સાવધાન પણ દેખાઇ છે.
સેક્સ પાર્ટનરમાં મોટા ભાગે પ્રેમી પ્રેમિકાઓ હોય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે પુરૂષોની સરખામણીમાં મહિલાઓના સેક્સ પાર્ટનરો ઓછા હોય છે. લાઇફટાઇમની વાત કરવામાં આવે તો મહિલાઓ પુરૂષોની સરખામણીમાં વધુ સાવધાન છે. નવ જુદા જુદા પાર્ટનરો સાથે પુરૂષો સેક્સ સંબંધ સ્થાપિત કરતા હોય છે. આ અભ્યાસના ભાગરૂપે તમામ વયના લોકોને આવરી લેવામાં આવ્યાં હતાં.