મિત્રો ગઇ યુગપત્રીમા આપણે સફળતાનાં સાત પગલાં વિશે જોયું. જેમાં આપણે વાત કરી હતી કે જે માણસ વિચારશીલ, હોશિયાર, સ્વપ્નસેવી, કાર્યદક્ષ, સાવધાન, ધીરજવાન અને પોતાના કામ પ્રત્યે પ્રતિબદ્ધ હોય એ માણસ જરુર સફળ થાય છે. હવે જોઈએ આગળ….
આ ગીતની રચનામાં ઍક પંજાબી કહેવત કહી શકાય એવી ઍક લાઇન વપરાઈ છે જે છે आज फट्टे चक लेन दे। આમ તો મૂળ શબ્દ છે :- चक दे फट्टे.આ શબ્દની ઉત્પત્તિ જોઈએ તો છેક મુઘલ કાળમાં થઈ હોય એવું મનાય છે.આ શબ્દ બે ભાગમાં વહેંચાયેલો છે.चक दे નો અર્થ થાય છે કોઇપણ વસ્તુને વગેરેને શારીરિક બળ કે બીજા કોઈ બળ દ્રારા દુર ખસેડવી અને फट्टे શબ્દનો અર્થ થાય છે લાકડાનું લાંબુ,પહોળું પાટિયું. જ્યારે મુગલો ભારત પર રાજ કરતા હતાં ત્યારે મુગલોનાં અત્યાચાર સામે લડવા માટે પંજાબી પ્રજાએ અવાજ ઉઠાવ્યો હતો અને એમની સામે લડવાની ઍક અલગ રીત અપનાવી હતી જેમા પંજાબીઓ નદી,સરોવર,ખીણપ્રદેશમાં સંતાઈને એમની દરેક હિલચાલ પર નજર રાખતાં અનેં ત્યાંથી જ હુમલો કરતા. આ નદી,સરોવર કે તળાવને પાર કરવા માટે,ઍક કાંઠેથી બીજા કાંઠે જવા માટે પંજાબી લોકો લાકડાનું પાટિયું વાપરતા.પોતાના બધાં સૈનિકો ઍક કાંઠેથી બીજા કાંઠે પહોંચી જાય એટલે આ પાટિયું ઉપાડી લેવામાં આવતું જેથી પીછો કરતા કોઈ સૈનિકો એમને પકડી શકતા નહીં. આ પાટિયું ઉપાડવા માટે જે શબ્દ વપરાતો એ છે. चक दे फट्टे
સમય જતા જતા આ શબ્દ કોઈ વ્યક્તિમાં સાહસ ભરવા માટે વપરાય છે,માટે જ્યારે કોઈ વ્યક્તિમાં જોમ ભરવું હોય ત્યારે પંજાબી લોકો આ શબ્દપ્રયોગ કરતા. ધીરે ધીરે આ શબ્દ આધુનિકતા તરફ આગળ વધ્યો અનેં એમા ઍક લાઇન બીજી જોડાઇ ગઇ કે,
“चक दे फट्टे, नप्प दे किल्ली, सुबह जालंधर, शाम नूं दिल्ली
આ વાક્ય transport સાથે જોડાયેલા કોઈ પંજાબી વ્યક્તિએ બનાવ્યું હોય એવું લાગે છે. દિલ્લીથી જલંધર લગભગ 24 કલાક ઍટલે કે ઍક દિવસ થાય એટલો સમય લાગે છે..માટે કોઈ પંજાબી વ્યક્તિ જ્યારે ટ્રક કેઃ અન્ય વહન લઇને જલંધરથી દિલ્લી જતો હોય ત્યારે એનામાં સાહસ ભરવા એનામાં આત્મવિશ્વાસ જગાવવા માટે ઉપર મુજબનું વાક્ય બોલાય છે જેનો અર્થ થાય છે કે કાઈ પણ જોયા વગર,કોઈની પણ પરવાહ કર્યા વગર વાહનના એકસિલિરેટરને દબાવીને ગાડી ચલાવવાની ઍટલે સવારે જલંધરથી નીકળો તો સાંજે દિલ્લી પંહૉચી શકાય.
આ ગીતમાં પણ આ શબ્દએ કોઈ કામ કરતી વખતે લોકોમાં જોમ વધારવા, જુસ્સો વધારવા માટે પ્રયોગ કરવામાં આવ્યો છે.
આ શબ્દનો અર્થ તો હવે સમજાઈ ગયો એટલે આવતાં શુક્રવારે આ ગીતને ઍક અલગ અંદાઝ માણવા માટે ફરી મળીશું આવતાં શુક્રવારે…..
है नही तीर, तलवार, नही
गोली, नही गोली
तू खुद है तेरी फौज, तू
ही टोली, तू ही टोली
है नही तीर, तलवार, नही
गोली, नही गोली
तू खुद है तेरी फौज, तू
ही टोली, तू ही टोली
तारों को पकड़ लेन दे,
तेज धारों को जकड़ लेन
दे
आज फट्टे चक लेन दे, हो
आज फट्टे चक लेन दे, हो
– યુગ અગ્રાવત