આયુર્વેદમાં સવારના સમયમાં ખાલી પેટ પાણી પીવા માટેની સલાહ આપવામાં આવે છે. ૮-૯ કલાક બાદ સવારમાં હાઇડ્રેશન માટે જરૂરી હોય છે. આના કારણે શરીરના ઝેરી તત્વો પણ બહાર નિકળે છે. પાચન સંબંધી, યુરિન સંબંધિત સમસ્યામાં પણ ફાયદાકરક રહે છે. રાત્રી ગાળા દરમિયાન ભોજન કર્યા પછી એકથી બે ગ્લાસ ગરમ પાણી પીવાથી ફાયદો થાય છે. ભોજન કરતા પહેલા અડધા કલાક પહેલા એકથી બે ગ્લાસ ગરમ પાણી પીવાથી ફાયદો થાય છે. આના કારણે ભુખ નિયંત્રિત રહે છે. ભુખની તીવ્રતા પણ ઘટી જાય છે. સવારમાં ગરમ પાણી પીવાથી મેટાબોલિઝમ વધી જાય છે. જેના કારણે વજન પણ ઓછુ થઇ જાય છે.
રૂમેટાઇડ આર્થરાઇટિસ અને શરદી ગરમી જેવી સમસ્યા ધરાવનાર લોકોએ સવાર અને સાંજના ગાળામાં ગરમ પાણી પીવાથી ફાયદો થાય છે. જે લોકોનુ પાચન તંત્ર બરોબર નથી તે લોકોમાં ટોક્સિસ અને ફેટ વધી જાય છે. પાંચન યોગ્ય હોવાની સ્થિતીમાં વજન ઘટી શકે છે. પિત્ત પ્રકૃતિવાળા લોકોને ગરમ પાણી પીવાની જરૂર હોય છે. કફ પ્રવૃતિવાળા લોકોને ફાયદો થાય છે. જાણકાર તબીબો કહે છે કે ગરમ પાણી પીવાથી અનેક પ્રકારના વાયરલ ઇન્ફેકશનના રોગને પણ ટાળી શકાય છે.
ગરમ પાણી બાળકો માટે તો વધારે ફાયદો કરાવે છે. ગરમ પાણી પીવાની ટેવ ધરાવનાર લોકોને કેટલીક બિમારી પહેલાથી જ નડતી નથી. તબીબો પણ આ વાત સ્પષ્ટ પણે સ્વીકાર કરે છે. ગરમ પાણી પેટમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં અને તેમને ખતમ કરવામાં ભૂમિકા અદા કરે છે.