દેશમાં પાંચ પૈકી એક યુવા હાઇપરટેન્શનથી ગ્રસ્ત છે. આ ખુલાસો યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીના અભ્યાસમાં કરવામાં આવ્યો છે. અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે યુવાનોમાં હાઇપરટેન્સન મોતના એક મોટા કારણ તરીકે છે. આના કારણે હાર્ટ અટેક, સ્ટ્રોક, કિડની સંબંધી તકલીફ અને અન્ય ગંભીર તકલીફ હોઇ શકે છે. અભ્યાસમાં સામેલ કરવામાં આવેલા એમ્સ નવી દિલ્હીના નિષ્ણાંત તબીબો પણ માને છે કે વધારે પ્રમાણમાં મીઠુ ખાનાર લોકો અને ઓછી કસરત કરનાર લોકો અને ખાસ કરીને યુવાનોમાં હાઇપરટેન્સનના કેસો વધી રહ્યા છે. યુવા ફિજકિલ ગેટઅપ માટે જીમમાં જાય છે.
પરંતુ નિયમિત રીતે કસરત કરતા નથી. પાણીની કમીના કારણે પણ હાઇપરટેન્સનની પરેશાની આવે છે. શહેરોમાં ઇ-સિગારેટ, હુક્કાબાર, સિગારેટ અને ગ્રામીણ વિસ્તારોમાં તમાકુ અને બીડી પીનાર લોકોને પણ ચિતાં રહે છે. બાળપણથી જ હાઇબીપી છે તો યુવાવસ્થામાં હાર્ટ સંબંધિત રોગનો ખતરો વધી જાય છે. મોટા બાળકોમાં વજન નિયંત્રિત ન કરવાના કારણે બિમારીઓની શંકા વધી જાય છે. આધુનિક લાઇફસ્ટાઇલ પણ ઘાતક બની શકે છે. હાઇપરટેન્સનની તકલીફ વધારે પ્રમાણમાં ડાયાબિટીસ, હાઇકોલેસ્ટ્રોલના દર્દીઓમાં વધારે જાવા મળે છે. મીઠુ વધારે પ્રમાણમાં લેવાથી નુકસાન થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ઉંઘવાના સમયે બ્લડપ્રેશર સાથે સંબંધિત દવાઓ લેવાથી વધુ ફાયદો મળે છે. હાઇપ ટેન્શનને અંકુશમાં લેવામાં ઉંઘતી વેળા દવા લેવાની બાબત વધારે ફાયદો કરી જાય છે. આ ઉપરાંત હાર્ટ અટેક અને સ્ટ્રોકના ખતરાને ઘટાડવામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તાજેતરમાં જ સ્પેનિશ અભ્યાસના તારણો અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીમાં પ્રકાશિત થયા હતા. અભ્યાસના ભાગરૂપે મોટી સંખ્યામાં લોકોને આવરી લેવામાં આવ્યા હતા.
આમા જાણવા મળ્યું કે ઉંઘતી વેળા જે લોકો બ્લડપ્રેસર સાથે સંબંધિત દવાઓ લઇ રહ્યા છે તેમને ફાયદો થયો છે. અભ્યાસના ભાગરૂપે ક્રોનિક કિડનીની તકલીફ અને હાઇપર ટેન્શનથી ગ્રસ્ત લોકો પૈકીના અડધા લોકોએ ઉંઘતી વેળા બ્લડપ્રેસરની દવા લીધી હતી. જ્યારે ૬૬૧ દર્દીઓ પૈકીના અડધા દર્દીઓએ સવારમાં આ દવા લીધી હતી. ૪-૫ વર્ષના ગાળા બાદ ફરી તેમના પર પરિક્ષણ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું કે, જે લોકો ઉંઘતી વેળા આ દવા લઇ રહ્યા હતા તે લોકોને ફાયદો થયો છે અને તેમના બ્લડપ્રેસરને અંકુશમાં લેવામાં તેઓ સફળ રહ્યા છે અને હાર્ટ અટેલ અને સ્ટ્રોક જેવા હુમલાઓના ખતરાને પણ ઘટાડી શક્યા છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે, રાત્રે ઉંઘતી વેળા બ્લડપ્રેશરને ઘટાડતી દવા લેનાર લોકોને ફાયદો થયો છે. આવા લોકોને જુદા જુદા રોગ થવાનો ખતરો સવારમાં તમામ દવાઓ લેતા દર્દીઓ કરતા એક તૃતયાંશ ઓછો છે.
અભ્યાસના તારણો ખૂબ જ મહત્વપૂર્ણ છે.નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મોટા શહેરોમાં રહેતા પુખ્તવયના દર પાંચ વ્યક્તિ પૈકી એક માત્ર હાઈપરટેન્શનથી જ ગ્રસ્ત નથી બલ્કે ડાયાબિટીશથી પણ પરેશાન છે. મહારાષ્ટ્રમાં આનાથી પણ ચિત્ર ચિંતાજનક છે. મહારાષ્ટ્રમાં દર ત્રણ વ્યક્તિ પૈકી એક વ્યક્તિ હાઈપરટેન્શન અને ડાયાબિટીશથી પરેશાન છે.
તાજેતરમાં જ કરાયેલા અભ્યાસમાં આ મુજબની ચોંકાવનારી માહિતી આપવામાં આવ્યા બાદ આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સ્કીની ઇન્ડિયાસ ટ્વીન ઇપીડેમીક (એસઆઈટીઈ) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો ધડાકો કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું છે કે આ બે રોગથી મોટાભાગના લોકો પરેશાન થયેલા છે. ભારતના સૌથી મોટા ક્લીનીક આધારિત સર્વેમાં ઘણી બાબતો ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. મુંબઈમાં આ સર્વેના તારણો જાહેર કરવામાં આવી ચૂક્યા છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે એકંદરે આરોગ્ય ચિત્ર ચિંતાજનક છે. ૬૦ ટકા અથવા તો દરેક પાંચ ભારતીયો પૈકી ત્રણ ડાયાબિટીશ અથવા તો હાઈપરટેન્શન અથવા તો બંને રોગથી ગ્રસ્ત છે. મહારાષ્ટ્રમાં આ ટકાવારી ૬૭ ટકાની આસપાસ છે. ચકાસવામાં આવેલા લોકો પૈકી ૪૦ ટકાથી વધુ લોકો ડાયાબિટીશથી ગ્રસ્ત નજરે પડ્યાં છે. દરેક બીજી વ્યક્તિ હાઈપરટેન્શનથી ગ્રસ્ત છે.