હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ડાયાબિટીસના દર્દીઓને કિડની, બ્રેસ્ટ, ઓવેરિયન કેન્સરનો ખતરો અન્ય સામાન્ય લોકોની તુલનામાં વધારે રહે છે. અમેરિકામાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવી ચુક્યો છે. આ શોધ બાદ જાણવા મળ્યુ છે કે ટાઇપ-૧અને ટાઇપ-૨ ડાયાબિટીસના જે દર્દીઓના બ્લડ સુગર લેવલ વધારે રહે છે તેમના ડીએનએના ડીમેજ થવાનો ખતરો વધારે રહે છે. ટાઇપ બે ડાયાબિટીસના દર્દીના કેસમાં ઇન્સુલિન ગ્લોકોઝની કોશિકા સુધી યોગ્ય રીતે ન પહોંચતા તકલીફ ઉભી થાય છે.
પેન્ક્રિયાઝ ઇન્સુલિન વધારે રીલીઝ કરે છે. જે હાઇપર ઇન્સુલિમિનિયા માટે કારણ બને છે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે બ્લડ શુગરના ઉતારચઢાવથી રોગ પ્રતિકારક ક્ષમતા ઘટતી જાય છે. હાર્મોનલ અસંતુલન બગડી જાય છે. કેન્સર હમેંશા જીન્સમાં ફ્લો કરે છે. અનિયંત્રિત બ્લડશુગર ડીએનએના જાડોને નુકસાન કરે છે. જીનોમની અનિયમિતતાથી કેન્સરની શંકા વધી જાય છે. વૈશ્વિક ડાયાબિટીસના આંકડા હાલમાં જારી કરવામાં આવ્યા હતા.
આ આંકડા ભારત માટે પણ સારા દેખાઈ રહ્યા નથી. નવા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ૬૧ મિલિયન અથવા તો છ કરોડ કરતા પણ વધારે ડાયાબિટીસના દર્દીઓ છે. તેમાં ગયા વર્ષની સરખામણીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. વર્ષ ૨૦૩૦ સુધી ભારતમાં ડાયાબિટીસ આંકડો ૧૦૦ મિલિયનના આંકડાને પાર કરી જાય તેવી શક્યતા છે. અગાઉ ૮૭ મિલિયનનો આંકડો મૂકવામાં આવ્યો હતો. ભારતમાં મોતનો આંકડો પણ વધારે છે. આ વર્ષે ડાયાબિટીસના કારણે ૯૮૩૦૦૦ લોકોના મોત થઈ ચૂક્યા છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (આઈડીએફ) દ્વારા આંકડા જારી કરી દેવામાં આવ્યા છે.
ભારતમાં ૨૦થી ૭૯ વર્ષની વયમાં ડાયાબિટીસના દર્દીઓનો આંકડો ૯.૨ ટકા છે. ભારત ચીન બાદ એવું બીજું દેશ છે જેમાં આંકડો ખૂબ વધારે છે. ભારતમાં આવનાર દેશોમાં આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. ભારતમાં ટાઈપ-૧ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા પણ ૧૧૨૦૦૦ની આસપાસ છે. આંકડા ચિંતાજનક છે કારણ કે ડાયાબિટીસની સમસ્યા હવે નિયમિત સારવારથી થઈ શકે છે. આ વર્ષે ડાયાબિટીસથી ગ્રસ્ત લોકોની કુલ સંખ્યા ૩૬૬ મિલિયનની આસપાસ રહી છે જેમાં ૪.૬ મિલિયનના મોત થયા છે.