આપણને સૌને બાલમંદિર થી લઈને ભણ્યા ત્યાં સુધી ઘણા બધા શિક્ષકોનો પરિચય થયો છે, અને એમાંથી કેટલાક એવા છે જે આપણને હજી સુધી યાદ છે, જીવનભર યાદ રહેવાના છે. કારણ એમનું પ્રદાન કોઈને કોઈ રીતે આપણા જીવનમાં અગત્યનું રહ્યું જ છે.
પેહલાંના શિક્ષકોને આજના શિક્ષકો વચ્ચે ઘણો તફાવત જોવા મળે છે, અને વિદ્યાર્થીઓમાં પણ હવેના સમયમાં શિક્ષક બનવું સેહલું નથી રહ્યું. વિચારસરણી અને દ્રષ્ટિકોણ બદલાયા છે લગભગ એક દોઢ દાયકા પહેલાં સુધી જે શિક્ષકને ગુરુ, પિતા કે વડીલનું સ્થાન અપાતું એને જ અત્યારે મિત્ર કે સહાયકનું સ્થાન આપવામાં આવે છે. વિદ્યાર્થી સાથે સ્થપાયેલ નવો સેતું ઘણી બધી રીતે ઉપયોગી બન્યો છે. હવે તેઓ પોતાની મુશ્કેલી સરળતાથી વહેચતાં થયા હોઈ કેટલીય સમસ્યાઓનું સમાધાન શક્ય બન્યું છે.
આજનો શિક્ષક facilitator સ્વરૂપે નિખરી આવ્યો છે, જે પોતાના બાળકોને શીખવા માટેની તમામ જરૂરિયાતો પૂરી પાડે છે, વાતાવરણ અને opportunities પણ. આધુનિકતાના પરિણામે માત્ર શિક્ષક જ શીખવે તેવું હવે રહ્યું નથી એના માટેના માધ્યમો અપાર છે એટલે બાળકોએ માધ્યમનો સહારો લેવા સક્ષમ છે, જરૂર છે તો માત્ર યોગ્ય માર્ગદર્શનની. નવા સમયની આ માંગને શિક્ષકો બખૂબી સમજ્યા હોઈ તેમને જોઇએ તે મુજબ મદદ કરતાં થયા છે.
New generation teachers ની વાત યાદ કરતા લંડન ના શિક્ષિકા Andria Zafirakou. જેઓ આર્ટ્સ એન્ડ ટેકસટાઇલ ભણાવે પણ માત્ર એટલા પૂરતું જ નહીં, રોજ સવારે પોતાની શાળાના દરવાજા પાસે ઉભા રહીને દરેક બાળકને આવકારે, એ પણ એ બાળકની પોતાની ભાષામાં. ઉર્દૂ, કેરેબિયન કે કોઈપણ લોકલ બોલી. જેના થકી એ સૌના પ્રિય શિક્ષક બનેલા વિદ્યાર્થી એક આત્મીયતા તેના સાથે બાંધી શકયા. શાળાની બહાર, સ્થાનિક બસ સ્ટેન્ડ અને જાહેર સ્થળોએ વિદ્યાર્થીઓને હેરાન કરતા તત્વોથી એમને રક્ષણ પૂરું પાડેલ Andria ને વર્ષ ૨૦૧૮ માટે ગ્લોબલ ટીચર એવોર્ડથી સનમાનીત કરવામાં આવ્યા છે.
૨૦૧૯ માં આજ એવોર્ડ થી સનમાનિત એવા કેન્યાના ( જી હાં ! આ દેશને પછાત સમજવો એ ભૂલભરેલું છે) Peter Tabichi તેઓ Pwani ગામની શાળામાં વિજ્ઞાન શિક્ષક છે. ને સુખદ આશ્ચર્ય સાથે તેમના બાળકો કોઈ high class multi national school જેટલું જ જ્ઞાન ધરાવે છે. એનાં બે ઉદાહરણ છે- ૧) તેમના માર્ગદર્શન નીચે તેમના વિદ્યાર્થીઓ Intel international Science and engineering Fair માં ફાઇનલ સુધી પહોંચ્યા અને ૨) Royal society of chemistry. દ્વારા એવોર્ડ પામ્યા. આ બંને આંતરરાષ્ટ્રીય સિદ્ધિ ના કારણે જ શક્ય બની. તેઓ પોતાના પગાર ના ૮૦% ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો પાછળ વાપરતા. સૌ પ્રથમવાર પ્લેન માં મુસાફરી કરનાર Tabichi એ એવોર્ડ મેળવીને પોતાની સ્પિચમાં કહેલું,
“Africa will produce scientists, engineers, entrepreneurs whose names will be one day famous in every corner of the world. And girls will be a huge part of this STORY ”
આ બંનેની જેમ ચાલો આપણે પણ આપણા દેશને ગૌરાન્વિત કરીએ. All the teachers, let’s we became friend, phylosopher and facilititor of our pupils.
- અંધારિયા નિયતિ
નોંધઃ પ્રસ્તુત લેખમાં રજૂ કરાયેલ તમામ તારણો અને વિચારો લેખકને સ્વાધિન છે.