કપુર પરિવારમાં દર વર્ષે ગણેશ મહોત્વને શાનદાર રીતે ઉજવવાની પરંપરા રહી છે. જો કે ૭૦ વર્ષના ગાળા બાદ હવે આ પરંપરા તુટી રહી છે. કારણ કે આ વર્ષે કપુર ખાનદાને ગણેશ ઉત્સવની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો છે. હકીકતમાં ગણેશ ઉત્સવની ઉજવણી વર્ષોથી કપુર ખાનદાનના લોકો આરકે સ્ટુડિયોમાં કરતા હતા. જેમાં બોલિવુડની તમામ સેલિબ્રિટી પણ સામેલ થતી હતી. જો કે આ વખતે આ આયોજન કરવામાં આવનાર નથી. કારણ કે આરકે સ્ટુડિયોને વેચી દેવામાં આવ્યા બાદ આ વખતે આ ધુમધામ દેખાશે નહીં. તમામ લોકો સારી રીતે જાણે છે કે આરકે સ્ટુડિયોમાં થોડાક સમય પહેલા ભીષણ આગ ફાટી નિકળી હતી.
જેના કારણે ભારે નુકસાન થયુ હતુ. આરકે સ્ટુડિયોની અનેક યાદગાર ચીજો તેમાં બળીને ભસ્મીભુત થઇ ગઇ હતી. રણધીર કપુરે હાલમાં જ આ સંબંધમાં માહિતી આપી હતી. રણધીર કપુરના કહેવા મુજબ વર્ષ ૨૦૧૮માં તેમના માટે અંતિમ ઉજવણી હતી. આરકે સ્ટુડિયો જ નથી તો ક્યાં ઉજવણી કરીશુ. તેમના પિતા રાજકપુરે ૭૦ વર્ષ પહેલા ગણેશ ઉત્સવની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. રાજકપુર ભગવાન ગણેશની પુજા આરાધનામાં ખુબ માનતા હતા. ગણેશ પર ખુબ વિશ્વાસ પણ રાખતા હતા. પરંતુ હવે અમને લાગે છે કે આ પરંપરા હવે અમે આગળ વધારી દેવાની સ્થિતીમાં નથી.
તમામ લોકો સારી રીતે જાણે છે કે રાજકુપરના ગાળા દરમિયાન તો આરકે સ્ટુડિયોમાં સુન્દર પંડાળ લગાવવામાં આવતા હતા. અહીં લોકો દિવસ દરમિયાન બપ્પાના દર્શન કરી શકતા હતા. ગણેશ ચતુર્થીના આખરે દિવસે બપ્પાને ધુમધામથી વિદાય આપવામાં આવતી હતી. રણધીર કપુર, રિશિ કપુર, રાજીવ કપુર, તમામ પરિવારના સભ્યો શાનદાર રીતે ઉજવણી કરતા હતા. વર્ષ ૧૯૪૮માં ચેમ્બુરમાં દિગ્ગજ અભિનેતા રાજકપુરે આરકે સ્ટુડિયોની સ્થાપના કરી હતી.
અહીં પ્રથમ ફિલ્મ આગનુ શુટિંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં રાજકપુર અને નરગીસ હતા. આ ફિલ્મ આરકે બેનર હેઠળ બનેલી પ્રથમ ફિલ્મ હતી. વર્ષ ૨૦૧૭માં આરકે સ્ટુડિયોમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. જેમાં ભારે નુકસાન થયુ હતુ. થોડાક સમય પહેલા જ આરકે સ્ટુડિયોને ગોદરેજ પ્રોપર્ટીને વેચી દેવામાં આવતા દેશમાં આ વિષયને લઇને ભારે ચર્ચા રહી હતી. આરકેના બેનર હેઠળ પ્રથમ ફિલ્મ આગ બન્યા બાદ અનેક ફિલ્મો બનાવવામાં આવી હતી.