ટ્રાફિક મેનએ આજે લાયન કેતન દેસાઈ, પોઝિટીવ જીંદગી, પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટર અને એનઆઈએમસીજના સહયોગ સાથે આગામી ૭ સપ્ટેમ્બરના રોજ ઠાકોરભાઈ દેસાઈ હોલમાં યોજાનારી આગામી સોશિયલ થિયેટર પ્લે રોડ ને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી.
પીઆરએસઆઈ- અમદાવાદ ચેપ્ટર સેક્રેટરી શ્રી સુભોજિત સેને મિડિયાને આવકાર્યા અને સ્ટેજ પર હાજર સમાજના માનનીય મહાનુભાવોને રજૂ કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર હતા લાયન શ્રી કેતન દેસાઈ, (ડીસી ટ્રાફિક અને માર્ગ સલામતી) જેમણે આ સામાજિક નાટકને ટેકો આપ્યો હતો. કાર્યક્રમમાં પોઝિટિવ જિંદગીના શ્રી કૌશલ્ય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મિડિયા સાથે વાત કરતાં ટ્રાફિક મેનના ચીફ ઓર્ગેનાઈઝર અને લા વિડા પ્રવાસના ડિરેક્ટર શ્રી પરેશ દવે એ માહિતી આપી, “એચએસસી પાસ ડ્રામા જૂથના યંગ વર્સેટાઈલ કલાકારો, ગતિશીલ નિર્દેશક- શ્રી ચિન્મય મહેતાના સક્ષમ માર્ગદર્શન હેઠળ દરરોજ પ્રેક્ટિસ કરે છે અને અમે માર્ગ અકસ્માતોના તમામ માનવતાવાદી પાસાઓને આવરી લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. માર્ગ અકસ્માતોની અસર હાસ્યજનક, દુઃખદ છતાં અર્થપૂર્ણ ફેશનમાં અમે રજૂ કરી રહ્યા છીએ. કોર્પોરેટેસમાં જાગૃકતા લાવવા માટે આપણે વ્યક્તિગત મોરચાઓ પર સામનો કરી રહેલા તમામ મુશ્કેલીઓ છતાં પણ ટી.મેન સલામતી અંગે જાગૃતિ લાવવા કટિબદ્ધ છે. હું તમામ પ્રતિષ્ઠત સંસ્થાઓ અને સંગઠનોનો વ્યક્તિગત રૂપે આભાર માનું છું કે જેમણે કારણ સમજી લીધું છે અને અમારી પ્રતિબદ્ધતા તરફ આપણું સમર્થન કર્યું છે”.
નેશનલ મિડિયા કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ સંસ્થા ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ડો. શિરીશ કાશીકર ડિરેક્ટર- “એનઆઈએમસીજે એ માહિતી આપી, એનઆઈએમસીજે ઘણાં વર્ષોથી સામાજિક મુદ્દાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં સક્રિયપણે ભાગ લે છે, અને અમે ઈચ્છીએ કે અમારા વિધ્યાર્થીઓ રાષ્ટ્રીય મુદ્દાઓ પર જવાબદાર વાતચીત કરે. હું પરેશભાઈ, ચીન્મયભાઈ, પીઆરએસઆઈ – અમદાવાદ ચેપ્ટરના અધિકારીઓ, શ્રી કેતન, શ્રી કૌશલ અને આ મહત્વપૂર્ણ નાટક માટે હાથ મિલાવવા બદલ અભિનંદન આપું છું અને થિયેટર પ્રેમીઓને આ નાટક જોવાની અપીલ કરૂ છું.
“રોડ”ના ડિરેક્ટર ચિન્મય મહેતાએ શેર કર્યું, “આ સોશ્યલ પ્લે ઉતાવળુ ડ્રાઈવિંગ અને ટ્રાફિક મુદ્દાઓ અને અકસ્માતો અને મૃત્યુ દરમ્યાન સામેલ માનવ ભાવનાઓને શોધવાનો પ્રયાસ પર આધારિત છે, તેના પરિણામો તેના પરિવારના સભ્ય પર પડે છે. દિગ્દર્શક તરીકે હું આ શો અને કોન્સેપ્ટ સાથે ખૂબ ભાવનાત્મક રીતે જોડાયેલો છું કારણ કે માર્ગ અકસ્માતમાં મારા પ્રિયજનોનાં મૃત્યુનો અનુભવ થયો છે અને પરેશભાઈ સાથે અમે મહિનાઓથી આ ખ્યાલ પર કામ કરી રહ્યા છીએ. અમે પહેલા નાના પ્રેક્ષકો સાથે ૭ શો કર્યા છે અને મારા દરેક ડ્રામા મિત્રો હવે તેમના પાત્રો જીવી રહ્યા છે. લોકોમાં વધુ જાગૃતિ આવે તે માટે અમારે મીડિયા મિત્રોનો ટેકો જાઈએ છે અને હું આશા રાખું છું કે પ્રેક્ષકોને ૭ સપ્ટેમ્બરના રોજ ઠાકોરભાઈ દેસાઈ હોલમાં આ શો નિહાળીને આનંદ થશે.
સ્પીડ બાઈક રેસીંગ પ્રેમી કિશોર સમીર અને તેના પરિવારના ટ્રાફિક સલામતી અને રસ્તાના અનુભવોના પર આધારિત “રોડ” એ એક સામાજિક નાટક છે. જે યુવાનોના કોલેજ જીવન, તેમની આકાંક્ષાઓ અને સમાજમાં ટ્રાફિક પોલિસ, વકીલ, ડોક્ટર, અને મિડિયાની ભૂમિકાને પ્રકાશિત કરે છે. આ ૧.૫ કલાકના નાટકમાં કોમેડિ, પન્સ, અને અંતમાં મજબૂત સામાજિક સંદેશ સાથે સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમના અંતે ડો. શશીકાંત ભગત, ફેકલ્ટી, એનઆઈએમસીજે એ જાગૃતિ લાવવા અને ડ્રામામાં વધુ પ્રેક્ષકોની ભાગીદારી સુનિચ્શિત કરવા અપીલ સાથે મિડિયા મિત્રોનો આભાર માન્યો હતો.