નવીદિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારામને આજે કહ્યું હતું કે, જાહેર ક્ષેત્રની બેંકોના નફામાં સુધારો થયો છે. સાથે સાથે કુલ ગ્રોસ નોન પરફોર્મિગ એસેટ (એનપીએ)નો આંકડો ડિસેમ્બર ૨૦૧૮ના અંતે ૮.૬૫ લાખ કરોડ રૂપિયાથી ઘટીને માર્ચના અંતે ૨૦૧૯માં ૭.૯ લાખ કરોડ રૂપિયા થઇ ગયો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, એનબીએફસીને લિક્વિડીટી સપોર્ટ અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે શ્રેણીબદ્ધ પગલાની આજે જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે, જાહેર ક્ષેત્રની બેંકોમાં સુધારાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ચુકી છે.
વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૧૪ બેંકોનો નફો વધી ગયો છે. પ્રધાને એમ પણ કહ્યું હતું કે, પીએસબીમાં નિરવ મોદી જેવા ફ્રોડને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ઝડપી મેસેજિંગ સિસ્ટમ અમલી કરવામાં આવી રહી છે. કોર બેંકિંગ સિસ્ટમ સાથે સ્વિફ્ટ મેસેજિંગ સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે. જુદી જુદી જાહેર ક્ષેત્રની બેંકોમાં નવા પ્રાણ ફૂંકવામાં આવી રહ્યા છે. ફાઈનાન્સિયલ સેક્ટર અને બેંકિંગમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. બેંકના બોર્ડ સ્વતંત્ર ડિરેક્ટરોની ફિસ્ક્ડ શિટિંગ ફી નક્કી કરી શકશે. જાહેર ક્ષેત્રની બેંકોના ગ્રોસ બેડલોનનો આંકડો પણ ઉલ્લેખનીયરીતે ઘટી ગયો છે.
પીએસબીમાં સુધારાઓ હવે તમામ લોકોને સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. આ તમામ કારણોસર એક પછી એક પગલા હાલમાં લેવામાં આવી રહ્યા છે. નિર્મલા સીતારામનની જાહેરાતોને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ૨૩મી ઓગસ્ટના દિવસે પણ શ્રેણીબદ્ધ પગલા અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા લેવામાં આવ્યા હતા. આજે વધુ પગલાની જાહેરાત કરવામાં આવી હતી. એનપીએનો આંકડો ઉલ્લેખનીયરીતે ઘટ્યો હોવાની વાત પણ આજે કરાઈ હતી.