મુંબઇ : નોટબંધી બાદ બજારમાં ૨૦૦૦ રૂપિયાની નોટ મોટા પ્રમાણમાં મુકવામા આવી હતી. જેને લઇને મોટો હોબાળો થયો હતો. લોકોએ એ ગાળામાં ફરિયાદ કરી હતી કે તેનો ઉપયોગ કરવામાં ખુબ મુશ્કેલી આવી રહી છે. કેટલાક લોકોએ એવા પ્રશ્નો પણ કર્યા હતા કે આ મોટી નોટના કારણે કઇ રીતે બ્લેકમની ઓછી થઇ શકે છે. અલબત્ત હવે સરકારે સૌથી મોટી નોટને બજારમાં ધીમી ગતિથી ઓછી કરી રહી છે. છેલ્લા નાણાંકીય વર્ષમાં ૨૦૦૦ રૂપિયાની નોટનો ઉપયોગ ઝડપથી ઘટી રહ્યો છે.
જ્યારે ૫૦૦ રૂપિયાની નોટનો ઉપયોગ સતત વધી રહ્યો છે. બીજી બાજુ ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની બનાવટી નોટનુ પ્રમાણ પણ બજારમાં સતત વધી રહ્યુ છે. છેલ્લા નાણાંકીય વર્ષના ગાળા દરમિયાન ૨૦૦૦ રૂપિયાની નોટનુ નેટવર્ક અને ઉપયોગ ખુબ ઓછો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૮-૧૯માં સરક્યુલેશનમાં રહેલા ૨૦૦૦ ૨૦૦૦ રૂપિયાની નોટની સંખ્યા ૭.૨ કરોડ સુધી ઘટી ગઇ છે. છેલ્લા નાણાંકીય વર્ષમાં નવી ૨૦૦૦ની કરેન્સીની સંખ્યા ૩૩૬ કરોડથી ઘટીને ૩૨૯ કરોડ પીસ સુધી રહી ગઇ છે.
બીજી બાજુ ૫૦૦ રૂપિયાની નોટની સંખ્યા નાણાંકીય વર્ષ૨૦૧૭-૧ના ૧૫૪૬ કરોડની સરખામણીમાં વર્ષ ૨૦૧૮-૧૯માં વધીને ૨૧૫૧ કરોડ પીસ થઇ હતી. હકીકતમાં કરેન્સી બોગસ નોટ પ્રકાશમાં લાવવાના પ્રયાસમાં રહેલા ફોર્જર ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની બોગસ નોટ ફેલાવામાં મુકી દેવાના પ્રયાસમાં છે. રિઝર્વ બેંકના ડેટા મુજબ આ તમામ નોટની બનાવીટ નોટની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. સરકારે નવેમ્બર ૨૦૧૬માં નોટબંધીની જાહેરાત કરવામાં આવ્યા બાદ નવી નોટ જારી કરી હતી. ૫૦૦ રૂપિયાની નવી ડિઝાઇનવાળી નોટો ૨૦૧૭માં જારી કરવામાં આવી હતી. નવી નોટ જુની નોટની જગ્યાએ લાવવામાં આવી છે.