અમદાવાદઃ સૌથી ઝડપથી વધતી બ્રાંડ ફૂડિશની ૧૫ વ્યક્તિઓની ટીમે આ અદભૂત દાબેલીને બનાવવા માટે ૫૦ કિલોગ્રામની સામગ્રી અને ૫ કલાકથી વધુનો સમય લીધો, આ દાબેલીની સાઇઝ ૮ ફૂટ ટ ૨ ફૂટ છે, અને વજન ૫૦ કિલોગ્રામ તેમનો દાવો છે કે આ છે ‘ધ બિગેસ્ટ દાબેલી ઇન ધ વર્લ્ડ’. સાથે જ આ લિમ્કા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવિષ્ટ થશે !
દાબેલી ગુજરાત અને મુંબઇનું એક લોકપ્રિય સ્નેક છે, આપને એ જાણવામાં રૂચિ હોઇ શકે છે કે દાબેલી અમેરિકા, બ્રિટન, કેનેડાના વડા પાવ કે બર્ગરની સરખામણીમાં વધુ લોકપ્રિય છે, જ્યાં મોટાભાગના ગુજરાતી સમુદાય કોઇ પણ અન્ય ભારતીય સમુદાયની સરખામણીમાં સ્થિત છે.
ફૂડિશ ફાસ્ટ ફૂડ સ્નેક્સની એક શ્રેણી જે ભારતીય પ્રામાણિક સ્ટ્રીટ ફૂડને વેચવા માટે પ્રસિદ્ધ છે, ફૂડિશના ઇંટરનેશનલ ડે અગેઇન્ટ ન્યૂક્લિયર ટેસ્ટ્સના ખૂબ જ વિશેષ પ્રસંગને ચિહ્નિત કરવા માટે વિશ્વની સૌથી મોટી દાબેલીનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્રમ ગઇ કાલે નવરંગ ટાવર સોલા રોડ, ઘાટલોડિયા, અમદાવાદ ખાતે યોજાયો હતો.
૧૬ વર્ગ ફૂટની આ અદભૂત દાબેલીને બનાવવામાં પાંચ દિવસ લાગ્યા, અંતિમ સ્વરૂપ પ્રોગ્રામના પાંચ કલાકના રેકોર્ડ સમયમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ૩,૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો અને અંતમાં બિગેસ્ટ દાબેલીને ટેસ્ટ પણ કર્યો.
વૈભવ શર્મા, મેનેજિંગ ડિરેક્ટર, ફૂડિશે જણાવતા કહ્યું કે આજકાલ ગુજરાતી ફૂડ્સ જેમ કે દાબેલીને લોકો ઓછી પસંદ કરે છે અને અન્ય સ્નેક્સ જેવા કે પિઝ્ઝા, બર્ગરને વધુને વધુ પ્રાધાન્ય આપે છે, આ માટે અમે ઇચ્છતા હતા કે લોકો અમારા પોતાના ઘરના સ્નેક્સ દાબેલી વિશે વધુ જાણે કારણ કે આ કોઇ પણ સ્નેક્સની સરખામણીમાં તેને વધુ પસંદ કરવી જોઇએ ! આ માટે અમે આ દિવસને વિશાળ સ્તર પર બનાવીને તેને પોતાના જ અંદાજમાં ઉજવવાનો નિર્ણય લીધો.
ફૂડિશના તકનીકી નિદેશક નવીન કેવલાનીએ પુષ્ટિ કરી કે લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સ ૨૦૧૯ આવૃત્તિ માટે તેમની શાનદાર દાબેલીની સફળતા પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને ઔપચારિકતાઓ પહેલેથી શરૂ થઇ ગઇ છે અને અનુકૂળ ઉત્તર પણ પ્રાપ્ત થયો છે.ફૂડિશ આ પ્રકારના વ્યંજન જેવા કે દાબેલી, વડા પાવ અને ૧૦૦ અલગ અલગ પ્રકારની ડિસીશ ખાવાના શોખીન લોકો માટે હંમેશા થતો રહેશે, આશા છે કે વધુને વધુ લોકો આ એક ચેલેંજની જેમ જ લે અને આ સ્ટાઈલમાં ખાવાને સેલિબ્રેટ કરો.