નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ-૨ સરકાર હવે ડિસઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રમાં વધારે ઝડપથી આગળ વધવાની યોજના ધરાવે છે. આના માટેની તમામ રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે. સરકાર સરકારી કંપનીઓમાં હવે તેની હિસ્સેદારીને ૫૦ ટકા કરતા ઓછી કરવા માટે સક્રિય રીતે વિચારી ચુકી છે. જે કંપનીઓમાં તેની હિસ્સેદારી વધારે છે તે કંપનીઓમાં તેની હિસ્સેદારીને ઘટાડીને હવે ૫૦થી નીચે લઇ જવાશે. આઇઓસી સરકારની હિસ્સેદારીને ઘટાડીને નીચી સપાટી પર લઇ જવા માટે તૈયાર છે. જે કંપનીઓમાં સરકારની હિસ્સેદારી ૫૦ ટકા કરતા વધારે છે તેમાં આઇઓસી ઉપરાંત, એનટીપીસી, પાવર ગ્રીડ, ઓઇલ ઇન્ડિયા, ગેઇલ, નાલ્કો, બીપીસીએલ અને ઇઆઇએલનો સમાવેશ થાય છે.
આ તમામ કંપનીઓમાં તેની હિસ્સેદારી વેચવા માટે ટાર્ગેટ પહેલાથી જ નક્કી કરવામાં આવી ચુક્યા છે. બજેટમાં જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે આ દિશામાં અમલીકરણની શરૂઆત કરવામાં આવનાર છે. ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એસેટ મેનેજમેન્ટ દ્વારા આ સંબંધમાં ચર્ચાની શરૂઆત કરી દેવામાં આવી છે. સરકારમાં રહેલા સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આ વિભાગ દ્વારા જુદા જુદા મંત્રાલયો સાથે વાતચીત કરવામાં આવનાર છે. ત્યારબાદ હિસ્સેદારીને ઘટાડી દેવા અંગે નિર્ણય લેવામાં આવનાર છે. ડિસઇન્વેસ્ટમેન્ટ માટે જુદી જુદી કંપનીઓની યાદી તૈયાર કરી લેવામાં આવી છે.
સુત્રોએ કહ્યુ છે કે માર્ચ મહિનામાં પૂર્ણ થયેલા વર્તમાન નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઓછામાં ઓછા ૨-૩ કેસોને હાથ ધરવાની યોજના ધરાવે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન જુલાઇમાં તેમના પ્રથમ બજેટમાં કેટલીક મોટી જાહેરાતો કરી ચુક્યા છે. સીતારામને જુલાઇ બજેટ રજૂ કરતી વેળા સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે સરકાર એવા કેસો પર વિચારણા કરી રહી છે જે કેસોમાં હિસ્સેદારીને ઘટાડી શકાય છે. સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ મારફતે સ્થિતીને હળવી કરવાની યોજના ધરાવે છે. સરકાર હિસ્સો વેચી દેવા માટે સતત હાલમાં સક્રિય દેખાઇ રહી છે.