અડધાથી વધુ પુખ્ત વયના લોકો અથવા તો ૪૭ ટકા એડલ્ટ લોકો તેમના પાર્ટનરોને સેક્સી ટેક્સ્ટ મેસેજો મોકલે છે. હાલમાં જ જારી કરવામાં આવેલા નવા સર્વેમાં જાણવા મળ્યું છે કે બ્રિટનમાં નવ એડલ્ટ લોકો પૈકી એક દરરોજ તેમના પાર્ટનરોને અનેક સેક્સી ટેકસ્ટ મેસેજ મોકલે છે. ૨૦૦૦થી વધુ પુખ્ત વયના લોકોને આવરી લઈને કરવામાં આવેલા આ નવા સર્વેમાં જાણવા મળ્યું કે માત્ર બ્રિટનમાં જ નહી બલ્કે ભારતમાં પણ હવે આ ક્રેઝ વધી રહ્યો છે. યુવા પેઢીમાં સેક્સી મેસેજો મોકલવાનો ક્રેઝ વધ્યો છે.
બ્રિટનમાં ૪૭ ટકા એડલ્ટ લોકો તેમના પાર્ટનરોને દરરોજ મેસેજો મોકલે છે. મોબાઈલ ફોનના નિષ્ણાંતોનું કહેવું છે કે ૧૦ પૈકી ૧ મિત્ર અથવા પરિવારના સભ્યને ભુલથી આ પ્રકારનો મેસેજો મોકલી દેછે. અભ્યાસ મુજબ ૭ પૈકી એક પુખ્ત વયના લોકો જે સંબંધોમાં બંધાયેલા છે તેમના ફોનમાંથી આવા સેક્સી મેસેજ ડિલીટ કરી નાખે છે. કોઈપણ વ્યક્તિ તેમને પકડી ન શકે તેની ખાતરી કરવાના હેતુસર ૧૪ ટકા એડલ્ટ લોકો સેક્સી ટેક્સ્ટ મેસેજને ડિલીટ કરી નાખે છે.
આ પોલમાં જાણવા મળ્યું કે પાંચ ફોન યુઝરો પૈકી એક તેમના પાર્ટનર સિવાય અન્યને પણ ગુપ્ત રીતે સેક્સ મેસેજો મોકલીને તેમના સંબંધો આડે અડચણો ઉભી કરવાનું કામ કરે છે. ૧૨ ટકા એડલ્ટ લોકો તેમના નંબરો એવા લોકોને આપે છે જે લોકો ચેડા કરતા હોય છે. જો કે ૧૦ ટકા બિન વિશ્વાસુ લોકો તેમના પાર્ટનરોને આવા મેસેજ મોકલતી વેળા પકડાઈ જાય છે. ૧૯ ટકા પુરુષો રોમેન્ટિક વિડીયો કોલ કરીને તેમની લાવ લાઈફ અંગે વાત કરતા હોય છે. આ સંશોધનના તારણો ખૂબ જ આશ્ચર્યજનક છે. પરંતુ મોબાઈલ ફોનના વધતા જતા ઉપયોગ અને નવી ટેકનોલોજી આના માટે જવાબદાર છે.