હવાઈ દળે તેની ઘટી રહેલી ફાઈટર જેટ ફ્ક્વોર્ડનને ધ્યાનમાં રાખી સ્વદેશી એવા 324 તેજસ વિમાનોને પોતાના ભાથામાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. એરફોર્સે અત્યાર સુધીમાં 123 તેજસ જેટ્સ ખરીદવાને સહમતિ આપી છે જેની કિંમત લગભગ 75,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. એરફોર્સે 201 તેજસ માર્ક-॥ વિમાનોને લઈને સહમતિ આપી છે જે તદ્દન નવા ફાઈટર જેટ્સ છે. તેજસની આ અધ્યતન આવૃત્તિ એવિયૉનિક્સ, રડાર, હથિયાર અને ઈંધન ક્ષમતા પહેલાના વિમાનો કરતા ખુબ જ સારી છે. વર્તમાન તેજસ વિમાન માત્ર 350-400 કિલોમીટરના વિસ્તારમાં માત્ર એક કલાક સુધી એક્શનમાં રહી શકે છે અને માત્ર 3 ટન સુધીના વજનના હથિયારો લઈ જઈ શકે છે. તેની સરખામણીમાં દુનિયાના અન્ય સિંગલ એન્જિન ફાઈટર જેટ્સ જેવા કે સ્વિડનના ગ્રિપન-ઈ અને અમેરિકાનું F-16 તેજસની સરખામણીમાં બે ઘણા હથિયારોની સાથે બે ઘણા સમય સુધી એક્શનમાં રહી શકે છે.
ઉલ્લેખનીય છે કે ભારતે ફ્રાંસ પાસેથી 236 રાફેલ ફાઈટર પ્લેન 59,000 કરોડ રૂપિયામાં ખરીધ્યા છે. એક સૂત્રના જણાવ્યા પ્રમાણે, તેજસ માર્ક-॥ હજી પણ પોતાની વિકાસની અવસ્થામાં જ છે પરંતુ ડીઆરડીઓ, એરોનોટિકલ ડેવલોપમેન્ટ એજન્સી અને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ તેને સમય કરતા જલ્દી પુરા કરી દેશે તો ઈન્ડિયન એરફોર્સ તેજસની કુલ 18 સ્ક્વોર્ડન બનાવવા સહમત છે. આ નિર્ણય સાઉથ બ્લોક સ્થિત સંરક્ષણ મંત્રાલય નિર્મલા સિતારમનની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય્ય બેઠકમાં લેવામાં આવ્યો હતો.