સરકારના પોર્ટ અને ટ્રાંસપોર્ટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી કહ્યું કે, “મુખ્ય RTO પર વધતું જતું વાહનોનું રજિસ્ટ્રેશન અને અન્ય સેવાઓના વધતા કામના ભારણને જોતાં મુખ્ય RTOની શાખા શરૂ કરવી જરૂરી હતી. સુભાષબ્રિજ અને વસ્ત્રાલ પછી સોલા પાસે ત્રીજી RTO કચેરી બનવાની છે.
શહેરને ત્રીજી રીજનલ ટ્રાંસપોર્ટ ઓફિસ મળશે, જે સોલામાં ગુજરાત હાઈકોર્ટની સામે શરૂ થશે. ડિપાર્ટમેંટના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે આ નવી RTO સુભાષબ્રિજ ખાતે આવેલી ઓફિસનું એક્સટેંશન છે, જે મુખ્ય ઓફિસનું ભારણ ઘટાડવામાં મદદરૂપ થશે. આર. સી. ફળદુએ એક ચર્ચામાં આસિસ્ટંટ રીજનલ ટ્રાંસપોર્ટ ઓફિસરની નવી ચેમ્બર અંજારમાં બનાવવાની વાત કરી હતી. સોલા RTO મુખ્ય ઓફિસનું એક્સટેંશન છે. નવી RTOનું બિલ્ડિંગ બનતાં અને કામ શરૂ થતાં થોડા વર્ષો લાગશે.”
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, નવી RTOમાં શહેરના પશ્ચિમ વિસ્તારના લોકોનું કામ થશે. જ્યારે કોટ વિસ્તાર, શાહીબાગ અને અન્ય વિસ્તારોના લોકો સુભાષબ્રિજ ઓફિસમાં જ પોતાનું કામ પૂર્ણ કરી શકશે.