છેલ્લા કેટલાક વર્ષના ગાળા દરમિયાન જે પ્રકારના સમાચાર સપાટી પર આવી રહ્યા છે તેના કારણે વિશ્વાસ હચમચી ઉઠ્યો છે. કોના પર વિશ્વાસ કરવામાં આવે અને કોના પર નહીં તે બાબત પણ જાણવી સરળ નથી. આના માટે સમાજમાં સંસ્કારને વધારે મજબુત કરવાની જરૂર ઉભી થઇ રહી છે. સંબંધોની પવિત્રતાને સમજી લેવાના સંસ્કાર જગાવવા પડશે. આને સર્વોચ્ચ પ્રાથમિકતા પણ આપવી પડશે. વિશ્વાસ પર તમામ બાબતો આધારિત છે.
ઇતિહાસના પાના ભાઇ બહેનના પ્રેમના રંગોથી ભરાયેલા પડ્યા છે. સગા ભાઇ સિવાય અને ભાઇ બહેનોની સેના હોવા છતાં પણ કોઇ પડોશમાં, કોઇ સંબંધના અથવા તો કોઇ સાથી સ્નેહની દોરીથી ભાઇ બને છે. આ દોર એટલી મજબુત બની જાય છે કે લગ્ન થયા બાદ પણ સંબંધ અમર બની જાય છે. સાથે સાથે સંબંધ અકબંધ રહી જાય છે. હાલના સમયમાં સંબંધો પર વિશ્વાસ ચોક્કસપણે ઓછો થયો છે. કેટલીક બહેનો તો સંબંધની યાદ તાજી કરતી કહે છે કે ભાઇ સાથે બાળપણથી એવા સંબંધ બંધાઇ ગયા હતા કે જ્યારે લગ્ન થયા ત્યારે તે તેના ભાઇને ભેંટી પડીને જોરદાર રીતે રડી પડી હતી. મોડેથી ફોટો અને વિડિયોમાં સંબંધી આને જોઇને મજાક પણ કરતા હતા. આજે પણ ભાઇ રક્ષા બંધનના દિવસે તેને ફોન કરવાનુ ભુલતા નથી. તે પણ તેને ખાસ પ્રસંગ પર ફોન કરે છે. પરંતુ તેની એકમાત્ર પુત્રી ભાઇ બહેનના પ્રેમને સમજતી નથી. બિલ્ડિંગમાં કેટલાક યુવકો છે.
પરંતુ સમાચારોને સાંભળીને તે તે ભયભીત થઇ જાય છે. જેથી કોઇને મળવાની અમે મંજુરી જ આપતા નથી. જો કે કેટલાક પરિવારના લોકો એવા પણ છે જે જ્યારે તેમના ઘરમાં રહેલી પુત્રી પડોશમાં રહેતા ફ્રેન્ડ માટે રાખડી લઇને આવે છે ત્યારે રોકતા નથી. કારણ કે સમાજમાં બનતી કેટલીક ઘટનાઓ અમારી સંવેદનાને ખતમ કરી શકે તેમ નથી. વિશ્વાસ તો ચોક્કસપણે કરવો જ પડશે. પોતાના સંસ્કાર પર અને કોઇને કોઇ ભરોસે તો આપણી પરંપરાને યુવા પેઢીના હાથમાં સોંપવી પડશે. જો કે આધુનિક સમયમાં સમાજમાં જે રીતની ઘટનાઓ બની રહી છે તે જોતા ઉજવણી કરતા પણ લોકો ખચકાટ અનુભવ કરે તે પણ સ્વભાવિક છે.