અમદાવાદ: ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામ્સ માટે નવો અભ્યાસક્રમ રજૂ કરવામાં આવ્યો છે. કંપની સેક્રેટરી કોર્સનો સુધારિત અભ્યાસક્ર 1લી માર્ચ, 2018થી અમલ થશે. સીએસ એક્ઝિક્યુટિવ અને સીએસ પ્રોફેશનલ પ્રોગ્રામની પ્રથમ પરીક્ષા નવા અભ્યાસક્રમ હેઠળ અનુક્રમે ડિસેમ્બર 2018 અને જૂન 2019માં યોજાશે.
આઈસીએસઆઈ શૈક્ષણિક ઉત્કૃષ્ટતા હાંસલ કરવા સતત ભાર આપે છે અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરતોને પહોંચી વળવા અને કોર્પોરેટ જગતને મહત્તમ સેવા આપી શકે તેવા ગવર્નન્સ પ્રોફેશનલ્સની હરોળ નિર્માણ કરવા માટે સંસ્થાએ તેના અભ્યાસક્રમોમાં સુધારણા કરવાની અને કોર, એન્સિલરી અને હાઈબ્રિડ વિષયોની નાવીન્યપૂર્ણ સંકલ્પનાઓનો સમાવેશ ધરાવતો અજોડ અભ્યાસક્રમ લાવવાની પ્રક્રિયા હાથમાં લીધી છે.
કોર વિષયોનું લક્ષ્ય ભાવિ ગવર્નન્સ પ્રોફેશનલ્સમાં નિપુણતા નિર્માણ કરવાનું છે અને આ માટે કંપની લો, સિક્યુરિટીઝ લોઝ, ઈન્સોલ્વન્સી લો, ફેમા અને જીએસટી પર ભાર આપવામાં આવ્યો છે. એન્સિલરી વિષયો કોર એરિયાઝને ટેકો આપવા માટે વર્કિંગ નોલેજ નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી છે. એન્સિલરી હેઠળ અકાઉન્ટ્સ, ફાઈનાન્સ, ટેક્સેશન, ઈકોનોમિક, બિઝનેસ અને કમર્શિયલ લોઝ અને બિઝનેસ અને ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ ક્ષેત્રો આવરી લેવાય છે. ઉપરાંત હાઈબ્રિડ વિષયો કોર અને એન્સિલરી એરિયાઝને એકીકૃત કરવાની ખાતરી રાખે છે. હાઈબ્રિડ વિષયોમાં વેપાર સ્થાપવો, ગવર્નન્સ, રિસ્ક અને કોમ્પ્લાયન્સ મેનેજમેન્ટ, ડ્રાફ્ટિંગ, પ્લીડિંગ્સ અને એપિયરન્સીસ, સેક્રેટેરિયલ ઓડિટ અને ડ્યુ ડિલિજન્સ, રિસ્ટ્રક્ચરિંગ અને ઈન્સોલ્વન્સી રિઝોલ્યુશન, કોર્પોરેટ ફન્ડિંગ, કોર્પોરેટ વિખવાદો વગેરેનો સમાવેશ થાય છે.
નવા અભ્યાસક્રમ વિશે બોલતાં આઈસીએસઆઈના પ્રેસિડેન્ટ સીએસ મકરંદ લેલેએ જણાવ્યું હતું કે ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (આઈસીએસઆઈ) સમયાંતરે અભ્યાસક્રમમાં સઘન રીતે સુધારણા હાથ ધરીને વિદ્યાર્થીઓને મહત્તમ જ્ઞાન આપવા પર ભાર આપે છે. ઉપરાંત સરકારી કાર્યક્રમો, જેમ કે, મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ- અપ ઈન્ડિયા સ્કિલ ઈન્ડિયા અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસે કંપની સેક્રેટરીઓ માટે ભરપૂર તકો નિર્માણ કરી છે, જેને લીધે સરકારી નીતિઓ સાથે સુમેળ સાધતા ભાવિ ગવર્નન્સ પ્રોફેશનલ્સને સહાય કરી શકે તેવા અભ્યાસક્રમો લાવવાની જરૂર છે.
નવા અભ્યાસક્રમમાં એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં આઠ પેપર્સ અને પ્રોફેશનલ પ્રોગ્રામમાં નવ પેપર્સનો સમાવેશ થાય છે, જેમાં એક આઠ ઈલેક્ટિવ પેપર્સ (1) બેન્કિંગ- લો એન્ડ પ્રેકિટસ, (2) ઈન્શ્યુરન્સ- લો એન્ડ પ્રેક્ટિસ, (3) ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ- લો એન્ડ પ્રેક્ટિસીસ, (4) ફોરેન્સિલ ઓડિટ, (5) ડાયરેક્ટ ટેક્સ લો એન્ડ પ્રેકિટસ, (6) લેબર લોઝ એન્ડ પ્રેક્ટિસ, (7) વેલ્યુએશન્સ એન્ડ બિઝનેસ મોડેલિંગ અને (8) ઈન્સોલ્વન્સી- લો એન્ડ પ્રેકટિસમાંથી એક અપનાવવાનો હોય છે.
વળી, મલ્ટીડિસિપ્લિનરી કેસ સ્ટડીઝ શીર્ષક હેઠળનો વિષય સમાવિષ્ટ કરવાથી ભરપૂર શૈક્ષણિક મૂલ્ય નિર્માણ કરશે, કારણ કે તે વિદ્યાર્થીઓને વ્યાવસાયિક કારકિર્દીમાં સામનો કરવો પડી શકે તે વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉકેલવામાં કોમ્પ્રીહેન્શન અને એનલાઈટિકલ કુશળતાઓ વિકસાવવામાં અદભુત રીતે સહાય કરે છે.