નવી દિલ્હી : નવી નિકાસલક્ષી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે. આ પોલિસીમાં ટેક્સટાઇલ, લેધર જેવા સેક્ટરો ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. સૂચિત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી હાલમાં ડિપોર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશનની વિચારણા હેઠળ છે. આ પોલિસીને આ વખતે ટેક્સટાઇલ અને લેધર જેવા સેક્ટરોમાં મેન્યુફેક્ચરિંગ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી રહી છે. દેશના નિકાસ હબ બનાવવા માટે તૈયારી કરવામાં આવી રહી છે.
કેટલાક રાજ્યોમાં ચોક્કસ બાબતો ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પ્રવર્તમાન સરકારી પહેલ ઉપર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઇન્ડસ્ટ્રીના ટેકનોલોજીકલ મુદ્દાઓ અને નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સૂચિત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઉપર પ્રાથમિક ચર્ચા ચાલી રહી છે. અગાઉ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, જાન્યુઆરી ૨૦૧૮ સુધીમાં ફાઈનલ ડ્રાફ્ટ જારી કરી દેવામાં આવશે પરંતુ આ જાહેરાત મુજબ અંતિમ ડ્રાફ્ટ જારી કરવામાં હજુ સુધી સફળતા હાથ લાગી નથી.
રોજગારીની તકો ઉભી કરવા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ફોરેન ટેકનોલોજી ટ્રાન્સફરના પ્રમોશનને પણ પ્રોત્સાહન અપાશે. માઇક્રો, સ્મોલ અને મધ્યમ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવામાં આવશે. ૧૦૦ અબજ ડોલરના વાર્ષિક એફડીઆઈના ઉદ્દેશ્યને હાસલ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ૩૬ અબજ ડોલરના ટેક્સટાઇલ એક્સ્પોર્ટ સેક્ટરને પેટ્રોલિયમ પેદાશો અને જેમ્સ એન્ડ જ્વેલરી બાદ દેશ માટે ત્રીજા સૌથી મોટા ફોરેન એક્સચેંજ કમાણી કરનાર તરીકે ગણવામાં આવે છે પરંતુ છેલ્લા બે વર્ષમાં તેમાં મંદી રહી છે. ટેક્સ ટાઇલ ક્ષેત્રે ઘણા પગલા જરૂરી છે.