જીવલેણ કેન્સરની સારવાર વધુને વધુ સરળ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. નવી નવી શોધ પણ થઇ રહી છે છતાં કેન્સર રોગે તેનોસકંજા મજબૂત બનાવી દીધા બાદ ભારત અને અમેરિકા સહિતના દેશોએ આ રોગને રોકવા તમામ પગલા લીધા છે. તાજેતરમાં જ જારી કરવામાં આવેલા આંકડામાં જાણવા મળ્યું છે કે ભારતમાં ૨૨ મહિલા પૈકી એકમાં સ્તન કેન્સરનો ખતરો રહેલો છે. તાજેતરના સમયમાં ૩૫ વર્ષની વયમાં ભારતમાં કેન્સરના દર્દીઓ નોંધાયા છે. જે નવી ચિંતા સર્જે છે. ભારતમાં નવા સ્તન કેન્સરના કેસોની સંખ્યા પ્રતિ વર્ષે આશરે ૧૧૫૦૦૦ની આસપાસ છે.
અલબત્ત તમામ લોકો માટે સારા સમાચાર એ છે કે કેન્સરના રોગ બાદ પણ બચી જવાની તકો ૮૫ ટકાની આસપાસ છે. કેન્સર રોગ ૮૫ ટકા સુધી સારવાર થઇ શકે તે પ્રકાર છે. નિષ્ણાંતોનું કહેવું છે કે પ્રારંભિક તબક્કામા યોગ્ય સારવાર લેવાની શરૂઆત કરવામાં આવે તો મોતનો દર ઘટી જાય છે. પરંતુ મોટા પડકાર એ છે કે પ્રારંભિક તબક્કામાં આ રોગને ઓળખી કાઢવાની બાબત ખુબ જ મુશ્કેલરૂપ છે. અહેવાલમાં જાણવા મળ્યું છે કે શહેરી વિસ્તારોમાં આશરે ૪૦ ટકા લોકો વહેલી તકે સારવાર લેવા પહોંચી જાય છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ ચિત્ર ચિંતાજનક બનેલું છે. ગ્રામીણ વિસ્તારોમાં ૮૦ ટકા લોકો મોડેથી સારવાર લેવા પહોંચે છે. જેના પરિણામ સ્વરૂપે કેન્સરના રોગ ઉપર અંકુશ મેળવવાની બાબત મુશ્કેલરૂપ બની જાય છે.
કેન્સરના રોગને રોકવા માટે નિષ્ણાંતોની વહેલી તકે સલાહ જરૂરી છે. સલાહ એવી આપવામાં આવી છે કે મહિનામાં એક વખત જાતે નિરીક્ષણ કરવા જવું જોઇએ. પરિવારના ઇતિહાસ જેવા જોખમી પરિબળોથી પણ વાકેફ રહેવાની જરૂર છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં ૨૨ પૈકીની એક મહિલાને સ્તન કેન્સરનો ખતરો રહેલો છે. જ્યારે અમેરિકામાં ૮ મહિલા પૈકી એકને સ્તન કેન્સરનો ખતરો છે. ભારતમાં સ્તન કેન્સરનો બોજ અમેરિકાના બે તૃતિયાંશ સુધી પહોંચી ગયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે મહિલાઓની લાઇફ સ્ટાઇલમાં ફેરફાર થયા છે. સાથે સાથે બે દશકોમાં રિપ્રોડ્કટીવ વર્તનમાં પણ ફેરફાર થયા છે. વધુ યુવા મહિલા નોકરી કરવા લાગી છે. મોડેથી લગ્ન કરે છે. મોડેથી બાળકોની માતા બને છે. અન્ય જોખમી પરિબળોમાં મહિલાઓ નવજાત શીશુને સ્તનપાન કરાવતી નથી. શરાબ અને ધ્રુમ્રપાનની ટેવ ધરાવે છે.