અમદાવાદઃ વિશ્વની અગ્રણી પ્લમ્બિંગ અને હિટીંગ ઈન્સ્ટોલેશન ટેકનોલોજીના મેન્યુફેેક્ચરર્સમાંની એક વિગાના ભવ્ય સમારંભ પછી ભારતમાં પોતાની ઉત્પાદન સુવિધા શરૂ કરી છે. કંપનીએ અંદાજે ૧૬૦૦૦૦ સ્ક્વેર ફીટના વિસ્તારમાં ૨૦ મિલિયન યુરોનું રોકાણ કર્યું છે જેમાં લોજિસ્ટિક્સ સેન્ટર, રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગ અને કસ્ટમર એક્સ્પિરિયન્સ સેન્ટર સામેલ છે. નવી સુવિધા ઈન્ટરનેશનલ ગ્રૂપના વિકાસ માર્ગમાં મહત્ત્વપૂર્ણ એવા બિલ્ડીંગ બ્લોક સમાન છે. અમદાવાદથી ૩૦ કિમી દૂર સાણંદ ખાતે વિગાના નવા સ્થળે ફ્લોર ડ્રેઈન્સ અને ટોઈલેટ સિસ્ટર્ન્સનું ભારતીય માર્કેટ માટે હાલમાં ઉત્પાદન કરવામાં આવે છે.
ઉદઘાટન સમારંભમાં વિગા ઈન્ડિયા પ્રા. લિ.ના વાઈસ પ્રેસિડન્ટ સેલ્સ એન્ડ માર્કેટિંગ મનોજ મૈથાનીએ ગ્રાહકો અને વિગા ઈન્ડિયાના કર્મચારીઓને તેમજ વિગા ગ્રૂપના એક્ઝિક્યુટિવ બોર્ડના પ્રતિનિધિઓને આવકાર્યા હતા.
વિગા ઈન્ડિયા પ્રા. લિ.ના વાઈસ પ્રેસિડન્ટ સેેલ્સ એન્ડ માર્કેટિંગ મનોજ મૈથાનીએ કહ્યું હતું, ‘મેઈક ઈન ઈન્ડિયા માત્ર ભારતીય સરકારનું માત્ર એક કદમ જ નથી પણ તે ગુણવત્તા દર્શાવવા માટેનો પ્રયાસ પણ છે અને વિગા પ્રોડક્ટ્સ ભારતના બજારો માટે આ જ લાક્ષણિકતા ધરાવે છે. આગામી વર્ષોમાં, અમે સ્થાનિક રીતે પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવા માગીએ છીએ કે જેને હાલ ભારતમાં આયાત કરીએ છીએ. અમે આ માટે આ પ્લાન્ટ શરૂ કર્યો છે કે જેથી પ્રોડક્શન આવશ્યકતાઓ અને માર્કેટની જરૂરિયાતોમાં થતા ફેરફારોને સ્વીકારી શકાય.’
વધુમાં, કંપનીના પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાણંદ ખાતે લક્ષ આપવામાં આવશે જેમાં ખાસ કરીને સ્થાનિક પ્રોડક્ટની આવશ્યકતા પર ધ્યાન અપાશે. આ રીતે, વિગાનો હેતુ ભારતમાં પ્લમ્બિંગ અને હિટીંગ ઈન્ડસ્ટ્રીને વેગ આપવાનો છે.
જવાબદારી વહન કરી રહેલો ફેમિલી બિઝનેસ
વિગા શેરધારક અને ચીફ સ્ટ્રેટેજી ઓફિસર એન્ના વિગનરે કહ્યું હતું, ‘સાણંદમાં આ પ્લાન્ટના પ્રારંભથી કંપનીના ૧૧૯ વર્ષના ઈતિહાસ પર એક નજર નાખવામાં આવશે જેનો પ્રારંભ ૧૮૯૯માં એન્ટેનડોર્નના બેકયાર્ડમાં ત્રણ કર્મચારીઓએ કર્યો હતો.’
તેમણે કહ્યું હતું, ‘આજે વિગા આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ ગ્રૂપ બની છે અને છતાં ડાઉન ટુ અર્થ ફેમિલી બિઝનેસ તરીકે સ્થિત છે. અમને ભવિષ્યમાં રોકાણો કરવા માગીએ છીએ અને અમારી કંપનીનો નફો પણ પુનઃ રોકાણ કરવા માગીએ છીએ. આ વાત આટલા દાયકાઓમાં સિદ્ધ થયું છે અને તેની અમારી સફળતા પર મોટી અસર જોવા મળી છે.’
વિશ્વભરમાં ૪૩૦૦ કર્મચારીઓ સાથે વિગા હવે પાઈપિંગ સિસ્ટમ્સ પ્લમ્બિંગ અને હિટીંગ માટે, ડ્રેનેજ ટેકનોલોજી અને ફ્લશીંગ સિસ્ટમ્સ ટોઈલેટ્સ અને યુરિનલ્સ માટે વેચાણ કરે છે.
એન્ના વિગનરે કહ્યું હતું, ‘વિગા માટે સામાન્ય અને પીવાના પાણીમાં સેનિટરી સુવિધાઓમાં સ્વચ્છતા સૌથી વધુ મહત્ત્વપૂર્ણ સ્પર્ધાત્મક મુદ્દો છે, જેમાં અમે પેશન અને દૃઢ કટિબદ્ધતા સાથે સમર્પિત છીએ.’
૨૦૧૬થી કંપની ‘ટીમ સ્વચ્છ ભારત’ના કદમને સહયોગ આપે છે જે ભારતના સ્વચ્છ ભારત અભિયાનનો એક અધિકૃત હિસ્સો છે. ટીમ સ્વચ્છ ભારત દ્વારા ભારતમાં ૩૫૦૦ સ્કૂલોમાં બાળકોમાં હાઈજીન અને સેનિટરી સુવિધાઓનાં ઉપયોગ અંગે જાગૃતિ માટેનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
વિગાના વૈશ્વિક વિકાસના આયોજનમાં ભારત મહત્ત્વપૂર્ણ
વિગા ગ્રૂપ ભારતમાં ૨૦૦૫થી સક્રિય છે. ગુડગાંવમાં અને મુંબઈમાં ક્રમશઃ ૨૦૦૯ અને ૨૦૧૨માં પ્રથમવાર ઓફિસો શરૂ કર્યા પછી પેટાકંપની વિગા ઈન્ડિયા પ્રા. લિની સ્થાપના ૨૦૧૫માં કરાઈ હતી જેનું મુખ્યાલય અમદાવાદ છે અને હાલમાં ૮૫ કર્મચારીઓ કાર્યરત છે. આ ઉપરાંત ૩૦ સ્ટ્રોન્ગ સેલ્સ ટીમ ગ્રાહકની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે કાર્યરત છે.
વિગા હોલ્ડિંગ જીએમબીએચ એન્ડ કુ. કેજીના સીઈઓ ક્લોસ હોલ્સ્ટ ગિડીસને કહ્યું હતું, ‘ભારત અમારા વૈશ્વિક સ્તરે પ્રગતિના આયોજનમાં ભારત મજબૂત પાયા સમાન છે. ૧.૩ બિલિયન ઈનહેબિટન્ટ્સ અને ઝડપથી વિકસતી ઈકોનોમી સાથે અહીં અમારા માટે ભારતીય માર્કેટમાં પુષ્કળ સંભાવનાઓ રહેલી છે. અમારા સેલ્સ ગ્રોથ માટે અમારો હેતુ આગામી વર્ષોમાં અમારી સ્થાનિક ટીમમાં કર્મચારીઓની સંખ્યા ૧૨૦ સુધીની કરવાનો છે.’