ન્યૂયોર્ક : તાજેતરમાં જ કરવામાં આવેલા એક વ્યાપક અને રસપ્રદ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, વિટામીન ડીના ઓછા પ્રમાણના કારણે ઘણી તકલીફો ઉભી થઇ શકે છે. વિટામીન ડીની અછત હાર્ટ સાથે સંબંધિત રોગ માટે પણ જવાબદાર છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, વિટામીન ડીનું પૂરતુ પ્રમાણ અતિ જરૂરી છે. ઓછુ પ્રમાણ ઘાતક બિમારીઓને આમંત્રણ આપી શકે છે. ૧૦ હજારથી વધુ દર્દીઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, વિટામીન ડીની અછત ૭૦ ટકા લોકોમાં જોવા મળી છે અને તેમનામાં હાર્ટ સાથે સંબંધતિ રોગનો ખતરો વધારે રહે છે.
વિટામીન ડીની અછત ધરાવનાર લોકોના મોતનો ખતરો પણ વધારે રહે છે. આ અછતને દૂર કરવાની બાબત જરૂરી પોષકતત્વોને લઇને જોડાયેલી છે. પોષકતત્વો સાથે અછતને દૂર કરવાથી મોતનો ખતરો ૬૦ ટકા ઘટી જાય છે. યુનિવર્સિટી ઓફ કન્સાસ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, હાર્ટ સાથે સંબંધિત રોગ અને વિટામીન ડીની અછત વચ્ચે સીધો સંબંધ છે. આ સંબંધ પણ ખૂબ જ મજબૂત છે. યુનિવર્સિટી ઓફ કન્સાસ હોસ્પિટલ એન્ડ મેડિકલ સેન્ટરના કાર્ડિયોલોજીના પ્રોફેસર ડાp. જેમ્સે કહ્યું છે કે, અપેક્ષા કરતા પણ વધુ નક્કર પુરાવા મળ્યાં છે.
વિટમાની ડીની અછત ઘણાં રોગો સાથે સંબંધ ધરાવે છે. દર્દીઓને ધ્યાનમાં લઇને જરૂરી દવાના સૂચન પણ કરવામાં આળ્યાં છે. કાર્ડિયોલોજીસ્ટોનું કહેવું છે કે, વિટામીન ડીની અછત ધરાવતા લોકોમાં ડાયાબિટીસ થવાનો ખતરો બે ગણો રહે છ. આ ઉપરાંત હાઈ બ્લ્ડ પ્રેશર થવાનો ખતરો ૪૦ ટકા વધુ રહે છે અને કાર્ડિયો થવાનો ખતરો ૩૦ ટકા વધારે હોય છે.
એકંદરે વિટામીન ડીની અછત ધરાવતાં લોકોમાં કોઇપણ કારણસર મૃત્યુનો ખતરો ત્રણ ગણો વધારે છે. અભ્યાસમાં આ બાબત સાબિત થઇ શકી નથી. વિટામીન ડીની અસર શુ થાય છે. અગાઉના સંસોધનોમાં સૂચન કરવામાં આવ્યું હતું કે, મોટાભાગના અમેરિકનોના શરીરમાં પુરતા પ્રમાણમાં વિટામીન ડીની સપાટી નથી. નવેસરના નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રીશનના સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૫થી ૫૭ ટકા પુખ્ત વયના લોડોમાં ડીનું અપુરતુ પ્રમાણ છે. અન્ય અભ્યાસ સુચવે છે કે, વિટામીન ડીની અછત ઘાતક છે.