ભારતની સર્વોત્તમ બેન્ક એસબીઆઈએ અકાઉન્ટ બેલેન્સ મેઈન્ટેન ન કરવા પર લાગતી પેનલ્ટીમાં ૭૫ ટકા જેટલો ઘટાડો કર્યો છે. જેથી હવે કોઈ પણ કસ્ટમરને ૧૫ રૂપિયાથી વધારે પેનલ્ટી નહીં આપવી પડે. હાલમાં આ પેનલ્ટી ૫૦ રૂપિયા સુધીની આપવી પડતી હતી. ઘટેલી પેનલ્ટીનો નિયમ એક એપ્રિલથી લાગુ પડશે. બેન્કનો દાવો છે કે આ પગલાથી એસબીઆઈના ૨૫ કરોડ કસ્ટમરને સીધો ફાયદો થશે.